<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

સાધુ વાસવાણી રોડ પર ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી'

રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા વર્ષ ૨૦૧૫ થી થતું આયોજનઃ કાર્યાલય ખાતેથી ૧૮ ઓગષ્‍ટથી ફોર્મ વિતરણ શરૂઃ વ્‍હોટસએપ નંબર પરથી પણ ફોર્મ મળી શકશેઃ ખેલૈયાઓમાં જોવા મળતો ભારે ઉત્‍સાહ

રાજકોટઃ સતત નવમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્‍ન કિરીટકાકા ગણાત્રાનાં માર્ગદર્શનમાં શારદીય નવરાત્રી દરમિયાન તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી યોજાનાર ‘અકિલા- રઘુવંશી બીટ્‍સ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫'નું આયોજન કરાયું છે.

આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના જયદેવભાઈ રૂપારેલીયા તથા રઘુવંરનાં યુવાન, ઉત્‍સાહી અને સાથી ટીમ જણાવે છે કે દસ દિવસ દરમિયાન યોજનાર આ ભવ્‍ય મહોત્‍સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતીમાં મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુક્‍ત વાતાવરણમાં યોજાએલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રિ આયોજન કે જેમાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદ્‌દારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્‍યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે અને માં આદ્યશક્‍તિની આરધના સૌ સાથે મળી કરશે.

નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં જગત જનનીની આરધના માટે દ્વારા સર્વે જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાએલા શાનદાર મહોત્‍સવના દરરોજના ફાઈનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્‍ચેની સ્‍પર્ધા બાદ કરાશે.

દરેક નોરતે ‘જયફ આદ્યશક્‍તિ' જાણીતા ભક્‍તિપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર જીગ્નેશ સોની, દિપ્‍તી બાલાસરા, મેહુલ શાશાંગીયા તેમજ એન્‍કરીંગ આરજે-ચાંદની સહિતનાઓ વૈશ્‍વીક ખ્‍યાતનામ સંગીતકાર એરેન્‍જરના સથવારે ઓરકેસ્‍ટ્રા દરરોજ હજારો ખેલૈયાઓ ઝુમશે.

રઘુવંશી રાસોત્‍સવમાં રામદુત સાઉન્‍ડના વિપુલભાઈ પટેલની અત્‍યાધુનીક ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ  રાખવામાં આવી છે. તેમજ મોહિતભાઈ ખાખરીયાના પાર્વતી ટ્રસ્‍ટની રોશનીથી સમગ્ર ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે. તેમજ શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ પટેલ દ્વારા સુંદર મંડપ ડેકોરેટ કરવામાં આવશે. સમગ્ર પરીસરને ભવાની સીક્‍યુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડશે.

‘અકિલા રઘુવંશી બીટ્‍સ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫'ના ફોર્મ વિતરણ માટેના વ્‍હોટસએપ (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) (મો. ૯૫૭૪૩ ૩૯૩૩૯) (મો. ૮૭૫૮૫ ૮૫૮૪૮)પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે. 

(4:08 PM IST)