News of Tuesday, 12th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છની ત્રણ કરોડ ૩૦ લાખની વસ્તી માટે હાઇકોર્ટ બેંચની તાતી જરૂરીયાતઃ બાર એસો.
ર૦રપ માં આશરે ૧૭ લાખ કેસનો હાઇકોર્ટમાં ભરાવોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ર૮ હજાર વકીલોની બેંચ માટે લડત છેઃ હાલ સમગ્ર દેશમાં રપ હાઇકોર્ટ કાર્યરત છેઃ જેમાં મહારાષ્ટ્ર, કલકતા, કાર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હાઇકોર્ટની બેંચ અપાઇ છેઃ બાર એસો.ની બેઠકમાં પત્રકારોને માહિતી આપતા પ્રમુખ પરેશભાઇ મારૂઃ રાજકોટમાં સર્કીટ બેંચ માટે વડાપ્રધાન ગૃહમંત્રીને રજૂઆત કરાશે

રાજકોટઃ બાર એશોસીએશન દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છને રાજકોટ સ્થિત સર્કીટ બેંચ મળે તે માટે સીનીયર એડવોકેટોની કમિટીની બેઠક ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ કોન્ફરન્સ રૂમમાં મળેલી જેમાં સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવેલ અને નક્કર દિશામાં પ્રયાસ કરવા માટે માર્ગદર્શન અને સૂચનની આપલે કરવામાં આવેલા હતા.સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટને સર્કીટ બેન્ચ મળે તે સંદર્ભે બાર એશોસીએશનના પ્રમુખ પરેશ મારૂ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત રાજય સમગ્ર દેશમાં બીજા નંબરે કેસ પેન્ડીંગમાં આવે છે તેની વિગતવારના અહેવાલ આ મીટીંગમાં રજુ કરવામાં આવેલો હતો. કમિટીના સીનીયર એડવોકેટ દ્વારા ચર્ચા-વિચારણા કરી રાજકોટને સર્કીટ બેંચ મળે તે સંદર્ભે નક્કર દિશામાં પ્રયાસ કરવા માટે માર્ગદર્શક અને પારદર્શક બની સુચનો કરી નક્કર રજુઆત પુરાવાઓ સાથે રજુ કરવામાં આવેલ ગુજરાતની વસ્તી જોવામાં આવે તો વર્ષ-૨૦૨૫માં ૭.૩૫ કરોડની વસ્તી છે. સૌરાષ્ટ્ર-કચ્છની વસ્તી જોવામાં આવે તો વર્ષ-૨૦૨૫માં આશરે ૩.૩૦ કરોડની વસ્તી છે. ગુજરાત હાઈકોર્ટના કેસનો ભરાવો જોવામાં આવે તો આશરે ૧૬,૯૦,૬૪૩ કેસો પેન્ડીંગ છે. ગુજરાત હાઈકોર્ટ લોર્ડશીપની આશરે પર માંથી ૨૦ જગ્યા ખાલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટ જિલ્લા આવેલા છે. આ તમામ જિલ્લાઓનું હાર્દ ‘‘રાજકોટ'' સૌરાષ્ટ્ર-કચ્છનું પાટનગર છે. રાજકોટને સર્કીટ બેંચ સામાન્ય એડવોકેટને લગતો પશ્ન નથી. પરંતુ, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની આશરે ૩.૩૦ કરોડની જનતાને સ્પર્શતો પ્રશ્ન છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આશરે ૨૫૦૦૦ થી ૨૮૦૦૦ એડવોકેટોનો પ્રશ્ન છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રસ્ટો, એન.જી.ઓ., તથા વિવિધ એશોસીએશનો બધાનો સાથ-સહકાર જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગળહ મંત્રી અમીતભાઈ શાહ સમક્ષ ફેકટ અને ફિંગર સાથેની રજુઆત અને વિનંતી કરશું ગુજરાત રાજયની સ્થાપના પહેલાં રાજકોટમાં હાઈકોર્ટ બેંચ હતી.
સમગ્ર દેશમાં ૨૫ હાઈકોર્ટો હાલ અસ્તિત્વમાં છે તેમાં મહારાષ્ટ્ર, કલકતા, ગૌહાટી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સર્કીટ બેંચો આવેલ છે. ચીફ જસ્ટીસ ઓફ હાઈકોર્ટને ગર્વનરની પરવાનગી લઈ સર્કીટ ભેંચ આપવાની સત્તા હોય, આ ભગીરથ કાર્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરેક જિલ્લાના તથા તાલુકાના બાર એશોસીએશનના પ્રમુખ - સેક્રેટરીને આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવશે. આ કમિટીમાં પાયાના પથ્થરમાં જેઓનું યોગદાન હતું તે સહીતના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોનો સમાવેશ કરી આ કમિટીની નિમણુંક કરવામાં આવેલ છે. આ કમિટીનો એકમાત્ર ગોલ ‘‘સૌરાષ્ટ્ર-કચ્છ''ની ૩.૩૦ કરોડ જનતાને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે અને સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને સર્કીટ બેંચ મળે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે. મારા પહેલાનાં પૂર્વ પ્રમુખો તથા હોદેદારો દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે જેને વેગ આપવાનો એક નમ્ર પ્રયાસ આ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે. રાજકોટ બારના પ્રમુખ તરીકે આપ સૌ મિડીયાના માધ્યમથી અમારી ફેકટનીતીના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના એડવોકેટના સુચનો સ્વીકાર્ય છે અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતા પણ આ ભગીરથ કાર્યમાં જોડાય તે માટે વિનંતી કરુ છું.
આ બેઠકમાં પ્રમુખ પરેશ મારુ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી સંદીપ વેકરીયા, જો.સેક્રેટરી જીતેન્દ્ર પારેખ, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડ, ટ્રેઝરર પંકજ દોંગા, કારોબારી સભ્યો રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિ કાપડિયા, તુષાર દવે, નિકુંજ શુક્લ, સંજય ડાંગર, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, કિશન રાજાણી, મુનીસ સોનપાલ, હિરેન ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨.૨૦)
હાઈકોર્ટની સર્કીટ બેંચ માટે બાર દ્વારા કમિટીનુ ગઠન
રાજકોટઃ જી. કે. ભટ્ટ , હેમેનભાઈ ઉદાણી ,મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા , એલ.જે. શાહી, ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, જી.આર.ઠાકર , બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, આર.બી. ગોગીયા, જી. એલ. રામાણી , સંજયભાઈ વ્યાસ , રમેશભાઈ કથીરીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્વરીબેન ચોહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા, બિમલ જાની, હિતેષ દવે, બિપીન આર. કોટેચા અને વિજયભાઈ તોગડીયાનો સમાવેશ થાય છે.(
(4:15 PM IST)










