News of Tuesday, 12th August 2025
લોકમેળામાં ડાયરો- હુડોરાસ- ગુજરાતી ગીતોની કોન્સર્ટ- ગણેશવંદના- શિવસ્તુતિ- સોલો ડાન્સ- મેઘાણીના ગીતો- નાગદમન જમાવટ કરશે
પાંચ દિવસના કાર્યક્રમો જાહેરઃ અર્વાચીન- પ્રાચીન ગરબાની રમઝટ બોલશે

રાજકોટ, તા. ૧૨: લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા.૧૪થી ૧૮ ઓગસ્ટ સુધી ‘શૌર્યનું સિંદૂર-લોકમેળો-૨૦૨૫'નું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોના મનોરંજન માટે રોજ બપોરે ૩.૪૫થી લઈને રાતે ૧૦ વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
૧૪મી ઓગસ્ટે રાજુભાઈ ગઢવીનો ડાયરો, ભારતીય હુડો રાસ મંડળ દ્વારા હુડો રાસ, નવધા ટ્રસ્ટ દ્વારા લોકનળત્ય, બજરંગ યુવા મંડળ દ્વારા ડાંડિયા રાસ, ટિપ્પણી લોકનળત્ય મંડળ દ્વારા ટિપ્પણી રાસ રજૂ થશે. સાંજે ૭.૩૦થી ૧૦ દરમિયાન અઘોરી ગ્રૂપ દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટે બપોરે ૩.૪૫થી સાંજે ૭ દરમિયાન વિવેક ઉપાધ્યાય તથા માલવ મારૂ દ્વારા ગુજરાતી ગીતોની કોન્સર્ટ, મધુરમ મ્યુઝિક ગળપ દ્વારા તબલા-હાર્મોનિયમ, નટવરી ગળપ દ્વારા ગણેશ વંદના, હર્ષાબેન ઠક્કર દ્વારા સેમિ ક્લાસિકલ, અરવિંદ રાવલ તથા પંકજ પ્રજાપતિ દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમ તથા જીતેન વિઠલાણી ગળપ દ્વારા ગરબો રજૂ કરવામાં આવશે. સાંજે ૭.૩૦થી અલ્પાબેન પટેલનો મુખ્ય કાર્યક્રમ રજૂ થશે.
૧૬મી ઓગસ્ટે બપોરે ૩.૪૫થી ૭ દરમિયાન રેખાબેન પરમાર ગળપ દ્વારા ગુજરાતી ગીતો, રમેશભાઈ વ્યાસ દ્વારા ડાયરો, તુષાર મારુ દ્વારા પિયાનો, શીતલબેન અજાગિયા દ્વારા કીબોર્ડ, તીર્થ અજાગિયા દ્વારા ભજન, તાંડવ નળત્ય એકેડમી દ્વારા શિવ સ્તુતિ, જીજ્ઞેશ સુરાણી દ્વારા મિશ્ર રાસ, માલાબેન રાઠોડ ગળપ દ્વારા સેમિ ક્લાસિકલ તથા પ્રજાપતિ ગળપ દ્વારા સોલો ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે સાંજે અમદાવાદનું રૂજુ જાદવ ગળપ રંગત જમાવશે.
૧૭મી ઓગસ્ટે બપોરથી સાંજ સુધી મૌલિક વ્યાસ દ્વારા મેઘાણીનાં ગીતો, શ્યામ મકવાણા તથા અરવિંદ બગથરિયા દ્વારા દેશભક્તિ ગીતો, ક્રિષ્નાબેન સુરાણી દ્વારા નાગદમન, નામ બ્રહ્મગળપ દ્વારા માખણચોરી, નીખીલભાઈ એન્ડ ગળપ દ્વારા કળષ્ણ લીલા, સ્પંદન ગળપ દ્વારા રાજસ્થાની નળત્ય તથા અરવિંદ રાવલ દ્વારા સોલો ડાન્સ રજૂ કરવામાં આવશે. સાંજે રાજદાન ગઢવી વિવિધ પ્રસ્તુતિઓ થકી રમઝટ બોલાવશે. ૧૮મી ઓગસ્ટે બપોર પછી સિનિયર સિટિઝન ગળપ દ્વારા જૂના ગીતો, ભરતદાન ગઢવી દ્વારા ડાયરો, સ્વર સંગીત એકેડમી દ્વારા શિવસ્તુતિ, શંખનાદ એકેડમી દ્વારા સેમિ ક્લાસિકલ, વિરંચી બુચ ગળપ દ્વારા અર્વાચીન ગરબો તથા શ્રી વળંદ ગળપ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાશે. જ્યારે સાંજે કચ્છના અનિરુદ્ધ આહીરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.(૨.૨૪)
(4:47 PM IST)










