તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
રાજકોટમાં યોજાયેલી સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપમાં અધીપ ગુપ્તા અને ઐશાની તિવારી ચેમ્પિયન
મોહમ્મદઅલી મીર ને ત્રણ અને શેનન ક્રિヘનને બે સુવર્ણ ચંદ્રક : ૩૬ર ખેલાડીઓ વચ્ચે ૬ દિવસ દરમિયાન ૩પપ મેચીઝ રમાયા

રાજકોટ, તા., ૧૨ : ગુજરાત બેડમિન્ટન એસોસિએશન (જીબીએ) નાં નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)નાં સહયોગથી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશન (આરડીબીએ) અને રાજકોટ શટલર્સ' બેડમિન્ટન સેન્ટર દ્વારા સહ-આયોજિત, યોનેક્ષ સનરાઈઝ સ્વ. શ્રી બાલસિંહજી સરવૈયા અને સ્વ. ઠાકોર સાહેબ ઓફ કોઠારીયા શ્રી ઘનશ્યામસિંહજી મેમોરિયલ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ ૨૦૨૫નું સમાપન તારીખ ૧૦ મી ઓગસ્ટનાં રોજ રાજકોટનાં એસએજી મલ્ટીપર્પઝ એર-કન્ડિશન્ડ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલ છે. ૧૯ વર્ષથી નાનાં ભાઈઓ, બહેનો, ઓપન એઇજ કેટેગરીનાં ભાઈઓ તથાં બહેનોનાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સનાં કુલ ૧૦ ઇવેન્ટ્સ માટેની ચાર લાખ રૂપિયાની પ્રાઈઝ મની ટુર્નામેન્ટમાં ૩૬૨ એન્ટ્રીઝ આવેલ અને ૬ દિવસ દરમિયાન કુલ ૩૫૫ મેચીઝ રમાયેલ.
સમાપન સમારંભમાં અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાનો સર્વશ્રી માનનીય ઠાકોર સાહેબ ઓફ રાજકોટ શ્રી માંધાતાસિંહજી, પ્રોફેસર એસ. એ. રાવલ, પ્રમુખ, જીબીએ, શ્રી વિક્રમ જૈન, ડાયરેક્ટર, એવીઆર (વિક્રમ) વાલ્વસ પ્રા. લિ. તથાં પ્રમુખ, આરડીબીએ, ઠાકોર સાહેબ ઓફ કોઠારીયા શ્રી જયદીપસિંહજી, ખજાનચી, આરડીબીએ, ઠાકોર સાહેબ ઓફ વીરપુર શ્રી દેવેન્દ્રસિંહજી, શ્રી રાજદીપસિંહજી જાડેજા (રાજાભાઈ વાવડી), ઉપપ્રમુખ, રાજકોટ શહેર યુવા ભારતીય જનતા પાર્ટી, કેપ્ટન જયદેવ જોશી, ઓએસડી, રાજકુમાર કોલેજ, શ્રી યોગેશ ભાસ્કર, આઈટીએસ, જનરલ મેનેજર, બીએસએનએલ, ડો. રૂપેશ મહેતા, એમ.એસ. (ઓર્થો), એફ.આઈ.એ.એસ. (યુએસએ), સિનિયર કન્સલ્ટન્ટ, સ્ટર્લીંગ હોસ્પિટલ, શ્રી કૌશિક સોલંકી, જનરલ મેનેજર - એચઆર અને એડમીન, જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ તથાં સલાહકાર, આરડીબીએ, શ્રી ભૂષણ પંડ્યા, સલાહકાર, જીબીએ તથાં માનદ મંત્રી, આરડીબીએ, વિગેરે મહાનુભાવોએ તેમનો મૂલ્યવાન સમય આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ.
પ્રાસંગિક પ્રવચન આપતાં માનનીય ઠાકોર સાહેબ ઓફ રાજકોટ શ્રી માંધાતાસિંહજી એ પ્રેરણાદાયક વક્તવ્ય આપતાં જણાવેલ કે આજથી પાંચ દાયકા પહેલાં જ્યારે સૌરાષ્ટ્રમાં બેડમિન્ટનનાં સંસાધનો, કોચિંગ, વિગેરે ની ખાસ સગવડો ન હતી, ત્યારે શ્રી ભૂષણ પંડ્યા ગુજરાત નાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં નાં એક રહી ચૂકયા છે, અને તેમને ગંભીર અકસ્માત થયાં પછી અત્યારે પણ શારીરિક તકલીફોને અવગણીને જે રીતે બેડમિન્ટન અને ખેલાડીઓ માટે કાર્ય કરી રહ્યાં છે, તે આપણાં સૌ માટે પ્રેરણાદાયક છે. જીવન હોય કે રમત, સફળતાં કમાવી પડે છે, તેનાં માટે મહેનત કરવી પડે છે. બેડમિન્ટનની રમત ખેલાડીઓ ને માત્ર રમતમાં જ નહીં, પરંતુ જીવનમાં પણ ત્વરિત નિર્ણય લેવાનું શીખડાવે છે, શિસ્ત, સંયમ, સાહસ, સહકાર અને ખેલદિલીની ભાવનાનું સિંચન કરે છે. પ્રો. રાવલ સાહેબે જણાવ્યું હતું કે હવે જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટને વિશ્વ કક્ષાનું સ્ટેડિયમ મળેલ છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. ઠાકોર સાહેબ, શ્રી વિક્રમભાઈ જૈન, વિગેરે જેવાં મહાનુભાવો આ બાબત વિચાર કરી પ્રસ્તાવ આપશે તો તેઓ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરી, નેશનલ ચેમ્પિયનશિપ્સ રાજકોટમાં લાવવા પ્રયત્ન કરશે.
વિજેતાઓને જીબીએનાં નિયમાનુસાર રોકડ રકમ, મેડલ અને સર્ટીફીકેટથી નવાજવામાં આવ્યા હતાં. કાર્યક્રમનું સુંદર સંચાલન કરતા પ્રો. કાજલ બહેને યોનેક્ષ-સનરાઈઝ સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રા. લિ. સહિત બધાં જ સ્પોન્સર્સ, સહ-આયોજકો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા, સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપી આર.કે યુનિવર્સિટી નાં ડોક્ટર્સની ટીમ, શ્રી અનવર ઠેબા, મેનેજર, વીર સાવરકર આર.એમ.સી. ઇન્ડોર સ્ટેડિયમ, શ્રી પ્રશાંત ચાવડા, એક્ઝિકયુટિવ એન્જિનીયર, પીજીવીસીએલ, જીબીએ નાં નેશનલ રેફ્રી શ્રી વિનોદ કુરંગીયા, ડેપ્યુટી રેફ્રી અને મેચ કંટ્રોલર શ્રી નિકુંજ પરમાર, નિષ્ણાંત ટેકનીકલ ઓફિસિયલ્સ ની ટીમ તથાં સ્પર્ધાનાં આયોજન માટે દિવસ-રાત મહેનત કરી રહેલાં શ્રી જયદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા, પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને હેડ કોચ, આરડીબીએ, તથાં વૈભવી સાવલિયા, ધર્મરાજસિંહ જાડેજા, વિશેષ પરમાર, યશ ભાલોડીયા, પરિમલભાઈ જોશી, મહેન્દ્રભાઈ ત્રિવેદી, વિગેરે અનેક વોલેન્ટિયર્સની ટીમનો આભાર માન્યો હતો. જીબીએ સાથે થયેલાં એસઓપી અન્વયે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે, રાજકોટ સહિત ગુજરાતનાં દરેક શહેરોમાં એસએજી વિશ્વ કક્ષાનાં સ્ટેડિયમ્સ અધિકળત જિલ્લા એસોસિએશન્સ ને વિનામૂલ્યે ફાળવે છે. તેનાં માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સુ.શ્રી. રમાબેન મધરા, ચીફ કોચ, અને શ્રી વી. પી. જાડેજા, ડીએસઓ નો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.
ફાઇનલ્સના પરિણામો
ગર્લ્સ ડબલ્સ અંડર ૧૯- સુવર્ણ અર્ચિ ઘેટીયા, સ્વરા રાયગંઢી વલસાડ/વડોદરા
ગર્લ્સ ડબલ્સ અંડર ૧૯, રજત દિશા દેસાઈ ૅ જસ્લીનકૌર જી સ્યાન આણંદ,
ગર્લ્સ ડબલ્સ અંડર ૧૯-કાંસ્ય જહાનવીબા ચુડાસમા ૅ પલ ભાવસાર, રાજકોટ/વડોદરા
ગર્લ્સ ડબલ્સ અંડર ૧૯-કાંસ્યીની પરમાર ૅ વિધિ ઓસ્તવાલ, સુરત બોયઝ ડબલ્સ અંડર ૧૯-સુવર્ણ મોહમ્મદઅલી મીર, પ્રિન્સ મિશ્રા મહેસાણા/સુરત બોયઝ ડબલ્સ અંડર ૧૯-રજત મુદિત જૈન ૅ સિદ્ધાંત એ સિંઘ અમદાવાદ, બોયઝ ડબલ્સ અંડર ૧૯- કાંસ્ય મેધાંશ ભટ્ટ, રોહન સોલંકી, સુરત/મહેસાણા બોયઝ ડબલ્સ અંડર ૧૯ કાંસ્ય-મહર્ષિ ભીંડોરા , યુવરાજ પરમાર રાજકોટ, મિક્સડ ડબલ્સ અંડર ૧૯- સુવર્ણ મોહમ્મદઅલી મીર ૅ તનિષ્કા નાયર, મહેસાણા/ગાંધીનગર
મિક્સડ ડબલ્સ અંડર ૧૯-રજત ભાશી પાઠક, પ્રિયાંશી રાઠોડ કચ્છ/વડોદરા મિક્સડ ડબલ્સ અંડર ૧૯-કાંસ્ય યુવરાજ પરમાર, અર્ચિ ઘેટીયા રાજકોટ/વલસાડ
મિક્સડ ડબલ્સ અંડર ૧૯-કાંસ્ય પાર્થ ઝાલાવડીયા, રીની પરમાર, વડોદરા/સુરત
ગર્લ્સ સિંગલ્સ અંડર ૧૯-સુવર્ણ કાવ્યા મારવાણીયા, મોરબી ગર્લ્સ સિંગલ્સ અંડર ૧૯-રજત અનેરી કોટક આણંદ,ગર્લ્સ સિંગલ્સ અંડર ૧૯- કાંસ્ય સાયોના ગાલા સુરત, ગર્લ્સ સિંગલ્સ અંડર ૧૯ કાંસ્ય અર્શીયા રેજોય, અમદાવાદ બોયઝ સિંગલ્સ અંડર ૧૯- સુવર્ણ તનિશ ચોકસી સુરત, બોયઝ સિંગલ્સ અંડર ૧૯ રજત યુવરાજ પરમાર, રાજકોટ બોયઝ સિંગલ્સ અંડર ૧૯- કાંસ્ય ઝિઓનઝુરિયલ રોડ્રિક્સ અમદાવાદ, બોયઝ સિંગલ્સ અંડર ૧૯ -કાંસ્ય માધવ કલવાણી પંચમહાલ, મિક્સડ ડબલ્સ સુવર્ણ ભાવિન જાદવ, ૅ શેનન ક્રિヘયિન આણંદ/સુરત, મિક્સડ ડબલ્સ રજત મોહમ્મદઅલી મીર, તનિષ્કા નાયર મહેસાણા/ગાંધીનગર, મિક્સડ ડબલ્સ કાંસ્ય, હેમેન્દ્રસિંઘ આર રાજપુત ૅ યુતિ ગજ્જર રાજકોટ/સુરત મિક્સડ ડબલ્સ કાંસ્ય ભાવિન કરમચંદાણી ૅ પાંચી પુરી મહેસાણા/આણંદ બેડમિન્ટન વિમેન્સ ડબલ્સ સુવર્ણ શેનન ક્રિヘુિયન ૅ યુતિ ગજ્જર સુરત વિમેન્સ ડબલ્સરજત બ્રિન્દા શિંદે ૅ ફલોરા એન્જિનિયર વડોદરા/ગાંધીનગર વિમેન્સ ડબલ્સ કાંસ્ય પાંચી પુરી ૅ તનિષા જોશી અમદાવાદ જામનગર વિમેન્સ ડબલ્સ કાંસ્ય અશેષા મહેતા ૅ હાર્દિકા વાઘેલા સુરત/મહેસાણા મેન્સ ડબલ્સ સુવર્ણ હેમેન્દ્રસિંઘ આર રાજપુત ૅ મોહમ્મદઅલી મીરરાજકોટ/મહેસાણા મેન્સ ડબલ્સ રજત પળથ્વી ચૌહાણ ૅ તુષાર શર્મા સુરત મેન્સ ડબલ્સ કાંસ્ય ભાવિન જાદવ ૅ પુરુષોત્તમ અવાટે આણંદ મેન્સ ડબલ્સ કાંસ્ય બેડમિન્ટન અરૂણ સોઢા ૅ જય ઓડેદરા ખેડા/ગાંધીનગર
વિમેન્સ સિંગલ્સ સુવર્ણ ઐશાની તિવારી આણંદ વિમેન્સ સિંગલ્સ રજત બેડમિન્ટન કાવ્યા મારવાણીયા મોરબી વિમેન્સ સિંગલ્સ કાંસ્ય ફલોરા એન્જિનિયર ગાંધીનગર વિમેન્સ સિંગલ્સ કાંસ્યતાન્યા સિંઘ ગાંધીનગર મેન્સ સિંગલ્સ સુવર્ણ અધીપ ગુપ્તા કચ્છ મેન્સ સિંગલ્સ રજત તુષાર શર્મા સુરત મેન્સ સિંગલ્સ કાંસ્ય સ્વપ્નીલ સરેલીયા રાજકોટ મેન્સ સિંગલ્સકાંસ્ય યમન રાઠોર અમદાવાદ (૪.૩૪)
ભૂષણ પંડ્યા
સલાહકાર, ગુજરાત બેડમિન્ટન એસોસિએશન
માનદ મંત્રી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશન, મોબાઈલ નંબરઃ ૅ૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭.
(4:20 PM IST)










