News of Tuesday, 12th August 2025
કોર્પોરેશનના કાર્યક્રમમાં પ્રથમ વખત QR સિસ્ટમ કાર્યરત લોકો પોતાના ફીડબેક આપી શકેઃ નાગરિકોના રિયલ અભિપ્રાય મળે
ફિડબેક માટે કયુઆર કોડની મ્યુનિસિપલ કમિશનરની પહેલ સફળ

રાજકોટ, તા. ૧રઃ કોર્પોરેશનના તમામ કાર્યક્રમો સંદર્ભે શહેરીજનો પોતાના ફિડબેક આપી શકે અને તેના આધારે ભવિષ્યના કાર્યક્રમો માટે આયોજન કરી શકાય તેવા ઉમદા આશય સાથે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ કાર્યક્રમ સ્થળે કયુઆર કોડના ટેબલ મુકવાની નવી પહેલ શરૂ કરી છે. જેને બે કાર્યક્રમોમાં ભારે સફળતા સાંપડી છે. અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ ફિડબેક ટેબલ રાખવામાં આવ્યા હતા. જેમાં શહેરીજનોએ હોંશભેર કયુઆર કોડ સ્કેન કરી પોતાની અભિપ્રાયો આપ્યા હતા. દરમિયાન આજે તિરંગા યાત્રામાં પણ લોકોના અભિપ્રાય મેળવવા માટે કયુઆર કોડના ટેબલ રાખવામાં આવ્યા હતા. જેમાં શહેરીજનોએ પોતાની અભિપ્રાય આપ્યા હતા. કોર્પોરેશનની વિવિધ સેવાઓ માટેની આ નવી પહેલ હવે સફળ નિવડી રહી છે.(૯.ર૯)
(4:27 PM IST)










