તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 12th August 2025
૧૫મી ઓગષ્ટ ધ્રોલમાં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ
અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન :રાષ્ટ્રધ્વજ ફરકાવી કાર્યક્રમની શરૂઆત થશે, ૧૦ હજાર યુવાઓને પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવશેઃ ઘોડેસવારી સ્પર્ધા અને તલવારબાજી સ્પર્ધાઃ શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવશેઃ સન્માનઃ ૨૧ ફેબ્રુઆરીએ સમુહલગ્નનું પણ આયોજન

રાજકોટઃ અખીલ ગુજરાત રાજપૂત દયુવા સંઘ દ્વારા ભૂચરમોરી શહીદ સ્મારક (ધ્રોલ-રાજકોટથી ૫૦ કિ.મી. દૂર જામનગર બાજુ) ૩૪ મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી તા. ૧૫ ઓગસ્ટ શુક્રવાર શીતળા સાતમના દિવસે સવારે ૮ થી સૌ પ્રથમ ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે શૌર્યને અનુરૂપ ઘોડેસવારી સ્પર્ધા અને તલવાર બાજી સ્પર્ધા સવારે ૮ વાગ્યાથી શરૂ થશે.
મુખ્ય કાર્યક્રમઃ શહિદ શ્રદ્ધાંજલી સમારોહ, સવારે ૧૧વાગ્યા થી ચાલુ થશે. આ વર્ષના વિશિષ્ટ કાર્યક્રમ માં ર્ં યુવા સંસ્કળતિક શપથ સમારોહ નું આયોજન કરવામાં બાવેલ છે. જેમાં ખરાબ પヘમિી અનુકરણ થી સમાજ ને બચાવવા અને આપણી વિશિષ્ઠ પરિવાર સંસ્કળતી જળવી રાખવા હજારો યુવાઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે. તેમજ માતા પિતા ની પરવાનગી વગર લગ્ન ન થઈ શકે, એવો કાયદો કરવામાં આવે એવી સરકાર સમક્ષ માંગણી કરવાનાં છીયે. કારણકે નાની ઉંમરમાં પરિપકવતાન હોય અને ખોટું પગલું ભરી લે તો સમગ્ર જીવન બરબાદ થઈ જાય છે. પત્રિકામાં દર્શાવ્યા મુજબ નીચે મુજબ ૭ મુદ્દાઓમાં પવિત્ર ગ્રંથ ભગવત ગીતાજીના સોગંદ ખાઈને શપથ લેવામાં આવશે.
૧) રાષ્ટ્રધર્મ ને હમેશાં પ્રથમ અગ્રતા આપવી, ૨)વારસામાં મળેલ જમીન વેચવી નહીં. રહેવું (૪)ઓનલાઇન ગેમ્સથી દુર રહેવું., ૫)માતા પિતાની સંમતિ વગર લગ્ન કરવા નહીં.૬)હંમેશા ક્ષત્રિય ધર્મ નું પાલન કરવું . ૭)બાળકો, યુવાનોમાં મોબાઇલનો દુરુપયોગ અટકાવવો.
ભૂચર મોરી ના યુદ્ધ વખતે હજારો રાજપૂતો સાથે સાથે ૧૧૦૦ જેટલા નાગા સાધુ. ૫૦૦ જેટલા તુંબેલ ચારણ, ૨૫૦જેટલા પિંગળ આહીર, સેંકડો વઝીર લડવૈયા, અને બુંગીઓ હોલ વગાડનાર ૧૦ જેટલા બહાદુર દલિતો પણ અમારી સાથે શહિદ થયા હતા. એ તમામ ની યાદ માટે ત્યાં પાળિયા પણ સ્થાપિત કરવામાં આવેલ છે. તેમજ હાલાર રાજ્ય ની તમામ પ્રજા એ યુદ્ધ દરમ્યાન રોટલા બનાવીને જમાડવા થી માંડી ને તમામ સપોર્ટ સેવાઓ અવિરત બજાવી હતી. તેથી શહીદ શ્રદ્ધાંજલી નો આ કાર્યક્રમ એ સાર્વજનિક કાર્યક્રમ છે, જેમાં તમામ સમાજ ના લોકો જોડાય છે. તમામ શહીદો ને યાદ કરી ને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.
સરકાર શ્રી નો શહિદો માટે ખૂબ સહયોગ રહ્યો છે. કરોડો ના ખર્ચે સરકારશ્રી એ ત્યાં સુંદર ‘‘શહિદ વન'' નું નિર્માણ કર્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી ભાઇ પટેલ, બેરા તેમજ પૂર્વ મંત્રીની ધર્મેન્દ્રસિંહજી જાડેજા(હકુભા), અને શ્રી કિર્તિસિંહ, વાઘેલા, પ્રદ્યુમનંસિંહ જાડેજા, રીવાબા જાડેજા ( જામનગર), મેઘજીભાઇ ચાવડા ( ધ્રોલ) હાજર, રહેવાના છે. આ નિમિત્તે મૂખ્ય વક્તા શરદરાવજી ઢોલે, ‘‘રાષ્ટ્ર ધર્મ'' વિષે પોતાના વિચારો રજુ કરશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પી.ટી.જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ, કીશોરસિંહ જેઠવા, જીલ્લા પ્રમુખ રાજકોટ, પથુભા જાડેજા શહેર પ્રમુખ રાજકોટ, હીતેન્દ્રસિંહ ઝાલા યુવા સલાહકાર સમીતી પ્રદેશ રાજકોટ, અક્ષીતસિંહ જાડેજા જીલ્લા મહામંત્રી રાજકોટ, સહદેવસિંહ જાડેજા કન્વીનીયન્ટ ઘોડેસવારી, હિતેન્દ્રસિંહ ઝાલા નજરે પડે છે.(૩૮.૨૮)
(4:28 PM IST)










