<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

૨૬.૪૦ લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ક્રાઇમ બ્રાંચે પકડયો

તહેવાર ટાણે બૂટલેગરો બેફામ-રાજસ્‍થાની ડ્રાઇવરને ગોવાથી ભરેલો જથ્‍થો રાજકોટ પહોંચાડે એ પહેલા હીરાસર પાસે ઝડપી લેવાયોઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ તથા પીએસઆઇ એ. એસ. ગરચર, એએસઆઇ સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારાની ટીમની કાર્યવાહીઃ કુલ ૩૬.૪૫ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, મનિષભાઇ ચાવડાની બાતમીથી કામગીરી

રાજકોટ તા. ૧૩: તહેવાર ટાણે બૂટલેગરો સપ્‍લાયરો બેફામ બની ગયા છે. રાજકોટમાં દારૂ-બીયરની રેલમછેલ થાય એ પહેલા ૨૬ લાખ ૪૦ હજારનો દારૂ-બીયર ભરેલો ટ્રક હીરાસર એરપોર્ટ નજીકના રોડ પરથી ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ રાજસ્‍થાની ડ્રાઇવરથી ધરપકડ કરી છે. તેના કહેવા મુજબ તે ગોવાથી આ જથ્‍થો ભરીને લાવ્‍યો હતો. રાજકોટ પહોંચ્‍યો બાદ વ્‍હોટ્‍સએપ કોલ આવે તેને આ જથ્‍થો સોંપવાનો હતો. જો કે રાજકોટની ભાગોળે જ ક્રાઇમ બ્રાંચે આ ટ્રક ઝડપી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ હાલમાં દારૂની હેરાફેરી વધી જવાની શક્‍યતા હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂના કેસ શોધવા અને સાથે સાથે જૂગારના કેસો શોધવા સક્રિય બની હતી. આ દરમિયાન પીએસઆઇ એ. એસ. ગરચરની ટીમના એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ ચાવડા અને સંજયભાઇ ખાખરીયાને ચોક્કસ બાતમી મળી હતી કે  અમદાવાદ તરફથી  ટ્રક જીજે૦૬બીવી-૩૫૭૯ રાજકોટ તરફ આવી રહ્યો છે અને તેમાં દારૂ ભરેલો છે. આ બાતમીને આધારે ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટ તરફ જવાના રસ્‍તા પાસ વોચ રાખીને ઉભી હતી. દરમિયાન બાતમી મુજબનો ટ્રક આવતાં જ એએસઆઇ સમીરભાઇ શેખે તેને ઉભો રખાવ્‍યો હતો. બાદમાં ચાલકનું નામ પુછતાં તેણે રવિન્‍દ્ર ભગીરથ બેડા (બેરા) (ઉ.વ.૨૭-રહે. બેડો કી ઢાણી ગામ, પોસ્‍ટ ગજસિંહપુરા તા. ભોપાલગઢ જી. જોધપુર રાજસ્‍થાન) જણાવ્‍યું હતું.

પોલીસે ટ્રક પાછળ ઠાઠામં જોતાં અલગ અલગ દારૂના બોક્‍સ ભરેલા જોવા મળ્‍યા હતાં. જેમાં ગણતરી કરતાં રોયલ બ્‍લુ મોલ્‍ટ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના પ્‍લાસ્‍ટીકના ૪,૨૨,૪૦૦ના ૪૨૨૪ ચપલા, નોબલ નેક્‍સ્‍ટ  વ્‍હીસ્‍કીના રૂા. ૧,૩૪,૪૦૦ના ૧૮૦ એમએલના ૧૩૪૪ ચપલા, ડીએસપી બ્‍લેક વ્‍હીસ્‍કીના રૂા. ૧૮,૦૦,૦૦૦ના ૧૮૦ એમએલના ૬૦૦૦ ચપલા તેમજ પોલેન્‍ડ પ્રાઇડ રિઝર્વ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૭૨૦૦૦ના ૭૨૦ ચપલા તથા કીંગફીશર બીયરના રૂા. ૨,૧૧,૨૦૦ના ૧૦૫૬ ટીન મળી આવતાં કુલ રૂા. ૨૬,૪૦,૦૦૦નો દારૂ-બીયર તથા એક મોબાઇલ ફોન, ૧૦ લાખનો ટ્રક મળી કુલ ૩૬,૪૫,૦૦૦નો જથ્‍થો કબ્‍જે કરી આરોપી ટ્રકચાલકની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં ટ્રકચાલક રવિન્‍દ્ર ભેડાએ કબુલ્‍યું હતું કે આ ટ્રક તેને ગોવાથી ભરી અપાયો હતો અને રાજકોટ પહોંચ્‍યા પછી વ્‍હોટ્‍સએપ કોલ આવે તેને આપવાનો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એસ. ગરચર, એએસઆઇ અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, હેડકોન્‍સ. પ્રતિકસિંહ રાઠોડ, ક્રિપાલસિંહ ઝાલા, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગરચર, મનિષભાઇ ચાવડા, અશ્વિનભાઇ પંપાણીયા અને સંજયભાઇ ખાખરીયાએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(3:03 PM IST)