તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
નાગપંચમીએ નાગદાદાને નમન

આજે શ્રાવણ વદ પાંચમ. જેને નાગપંચમી તરીકે મનાવવામાં આવે છે. ભગવાન શિવશંભુના ઘરેણા સમાન નાગદાદાની ભક્તિ કરવાનો આજે વિશેષ દિવસ છે. રાજકોટના ખુબ જુના એવા રાજશ્રી ટોકીઝની નીચેના ભોયરામાં આવેલ નાગદાદાના મંદિરે પણ મોટી સંખ્યામાં લોકોએ પૂજન દર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત આર.કે.સી. મેદાનમાં આવેલ નાગદાદાનું મંદિર, રૈયા રોડ પર આવેલ વાસંગી દાદાનું મંદિર, ગાંધીગ્રામમાં આવેલ જોડીયા નાગદાદાનું મંદિર પણ દર્શનાર્થીઓથી ઉભરાયુ હતુ. તસ્વીરમાં પંચનાથ મંદિરે નાગદાદાનું વિશેષ પૂજન અર્ચન થતુ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:34 AM IST)










