<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

લંડનમાં એમ.બી.એનો અભ્‍યાસ કરતી રાજકોટની પરિણીતાને અમદાવાદમાં સાસરિયાનો ત્રાસ

રેલનગર શ્રીનાથજી પાર્કમાં માવતરે રહેતા હેમાલીબેન ગઢવીને અમદાવાદમાં રહેતા પોલીસમેન સસરા, કાકાજી સસરા, પતિ, સાસુ અને દિયર વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૩: રેલનગરમાં શ્રીનાથજી પાર્ક-૩માં રહેતી અને હાલ લંડનમાં એમ.બી.એનો અભ્‍યાસ કરતી પરિણીતાને ઘરકામ બાબતે તેમજ કરિયાવર માંગી છૂટાછેડા આપી દેવા માટે ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપનાર અમદાવાદના પોલીસમેન સસરા, કાકાજી સસરમ, પતિ, સાસુ અને દિયપર વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગર વેકરીયા ચોક પાસે શ્રીનાથજી પાર્ક-૩માં માવતરે રહેતા અને હાલ લંડનમાં એમ.બી.એનો અભ્‍યાસ કરતા હેમાલીબેન હાર્દિકભાઇ ગઢવી (ઉ.વ.૨૯) એ મહિલા પોલીસ મથકમાં અમદાવાદ ગીતાપાર્ક સોસાયાટી ૃસુરેલીયા એસ્‍ટેટ રબારી કોલોનીમાં રહેતા પતિ હાદૃિક કનુભાઇ ગઢવી,પોલીસમેન સસરા કનુભાઇ ગોવિંદભાઇ ગઢવી, સાસુ હિનાબેન કનુભાઇ ગઢવી, સાસુ હિનાબેન કનુભાઇ  ગઢવી, દિયર આશીષ કનુભાઇ ગઢવી અને પોલીસમેન કાકાજી સસરા હિતેષભાઇ ગોવિંદભાઇ ગઢવી વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. હેમાલીબેન ફરીયાદમાં જણાવ્‍યું છે કે મારા  લગ્ન દસ વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા હાર્દિક કનુભાઇ ગઢવી સાથે થયા હતા. સંતાનમાં એક દીકરી છે છેલ્લા બે વર્ષથી હું માવતરે રહું છું અને હું એમ.બી.એનો અભ્‍યાસ માટે છેલ્લા છ મહિનાથી લંડનમાં રહું છું પતિ અમદાવાદમાં અમુલની ડીસ્‍ટ્રીબ્‍યુટરશીપથી ધંધો  કરે છે. અને સસરા અને કાકાજી સસરા બંને અમદાવાદ પોલીસમાં છે. લગ્ન બાદ હું અમદાવાદમાં પતિ, સાસુ, સસરા, અને દિયર સાથે સંયુકત પરીવારમાં રહેતા હતા. પતિને મુંદ્રા ખાતે નોકરી હોઇ રજા હોઇ ત્‍યારે તે અમદાવાદ આવતા હતા.  સાસરિયાઓએ એક વર્ષ સુધી મને સારી રીતે રાખેલ બાદ સાસુ મને નાનીનાની વાતમાં ઘરકામ તથા રસોઇ બાબતે કહેતા કે તારી માએ  તને કાંઇ શીખડાવ્‍યું નથી તેમ મેણાટોણા મારતા અને પતિને ‘તું છૂટાછેડા આપી દે તને આનાથી પણ સારી છોકરી મળી જશે તેમ ચઢામણી કરતા હતા.' સસરા કહેતા કે ‘બાપ વગરની દીકરી સાથે લગ્નના કરાઇ, પૈસે ટકે સુખી હોઇ એવા બાપની દીકરી સાથે લગ્‍ ન કરાય જેથી કરિયાવર સારો લઇ આવે' તેમ  કહેતા હતા. હું મુદ્રા જતા પતિના ફોનમાં અન્‍ય યુવતી સાથેની ચેટ જોઇ હતી જે બાબતે પતિને પુછતા હાથચાલાકી કરી ! તુ આ બાબતે કોઇને કહીશ તો હું તને પિયરે મોકલી દઇશ!  તેમ કહી દીધું હતું. દીકરીનો જન્‍મ થતા સાસુ-સસરાને ગમ્‍યુ ન હતું. પતિના અન્‍ય યુવતી સાથે આડા સંબંધની ખબર પડતા પતિએ ઝઘડો કરી ગાળો આપી હતી. તેમજ હું પુત્રી સાથે દિવાળી વેકેશન કરવા ગયા બાદ કોઇ તેડવા આવ્‍યુ ન હતું. થોડા દિવસ બાદ સાસુ-સસરા આવી તેના પતિના બીજી યુવતી સાથે આડા સંબંધ છે. તેવા પુરાવા આપશો તો તેડી જઇશું તેમ કહેતા તેની પાસે પુરાવા મળતા સાસરિયાઓને બતાવ્‍યા હતા તેને પ્રા.નોકરી કરી પૂラરૂ કરવાનું કહેતા હું નોકરી કરવા લાગી હતી. તારી દિકરીને મારી નાખીશું તો કોઇને ખબર નહી પડે મારા પપ્‍પા અને કાકા પોલીસમાં છે જેથી તમે મારૂ કાંઇ નહી કરી શકો તેમ કહેતો હતો.ત્રાસના કારણે હું ૨૦૨૩માં પીયર આવી ગઇ હતી. ૨૦૨૪માં પુત્રીના જન્‍મદિવસે પતિ આવતા તેણે છૂટાછેડા આપી દેવા અને મૈત્રી કરાર કરી રહેશે તેમ કહયું હતું. તેણે ઉચ્‍ચઅભ્‍યાસ માટે પરિક્ષાની તૈયારી શરૂ કરતા પ્રથમ પ્રયાસે સારા માર્ક મેળવી લંડનની યુનિવર્સિટીમાં એડમીશન મેળવી લીધું હતું. પતિ છૂટાછેડા નહી આપે ત્‍યાં સુધી હું દિકરીના પાસપોટમાં સહી નહી કરી આપુ, અને તને ખોટા કેસોમાં ફસાવી રિપોર્ટ કરાવીશ તેમ કહયુ હતું પરંતુ હું લંડન અભ્‍યાસ માટે જતી રહી હતી બાદ પતિએ મારા ભાઇને તથા મારા સગાવ્‍હાલાને ફોન કરી ‘સોમાણસો ઘરે આવશે' તેમ ધમકી આપતા મારાભાઇઓ પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આથી આ ત્રાસથી કંટાળી રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ એ.ડી. રેથળીયાએ તપાસ હાથધરી છે.

 છૂટાછેડા બાબતે દબાણ કરી પરિણીતાને ત્રાસ

હરિયાણાના હિસારના હાલ નવાગામમાં આઇ.ઓ.સી. ગેસ પ્‍લાનની સામે રહેતા પુજાબેન કેશવભાઇ શર્મા (ઉ.વ.૩૫) એ હરિયાણાના હિસાર ગામ રેલવે રોડ રેડ સ્‍કેવર એસ.સી.ઓ.૧૭૧ માં રહેતો પતિ કેશવ સ્‍વયમપ્રકાશ શર્મા, સાસુ ઇનાબેન શર્મા અને કોૈટુંબીક જેઠ સાંકેત આશુતોષભાઇ શર્મા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. પુજાબેનના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા. લગ્નબાદ હરીયાણા ખાતે પતિ સાસરિયાઓ સાથે રહતા હતા પતિ-સાસુ સહિતે ત્રણ મહિના સારી રીતે રાખેલ બાદ પતિ ફોનમાં લાંબા સમય સુધી વાત કરતા જેથી મે તેનો ફોન ચેક કરતા તે બાબતે પુછતા પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો. સાસુ નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા અને પતિ દારૂ પી આવી ઝઘડો કરતો હતો. પતિના અન્‍ય સ્‍ત્રી સાથેના સંબંધના ફોટા જોતા તે બાબતે પૂછતા પતિએ ઝઘડો કરી મને અમદાવાદની ટ્રેનમાં બેસાડી દીધી હતી. બાદ સમાધાનની કોશિશ કરતા પતિએ સમાધાન કરેલ નહી. અને પતિએ હરિયાણાની કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી કરતા હું કોર્ટમાં હાજર રહી પરંતુ  પતિ હાજર ન થતા છૂટાછેડાનો કેસ રદ થઇ ગયેલ બાદ હું રાજકોટ આવ્‍યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. કે.બી. રાઠોડે તપાસ હાથધરી છે.

(2:15 PM IST)