News of Wednesday, 13th August 2025
જન્માષ્ટમીની શોભાયાત્રામાં લોહાણા સમાજનો ‘રામધામ-જાલીડા' ફલોટ આકર્ષણ જમાવશે

રાજકોટઃ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૧૬, શનિવારના સવારે ૮ વાગ્યે મવડી ચોકડી ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં લોહાણા સમાજના ગૌરવ અને એકતાના પ્રતિક ‘‘રામધામ-જાલીડા''નો આકર્ષક પ્લોટ ખાસ જોડાવાનો છે.
આ યોજનામાં પુનમભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, ભીખાલાલ પઉ, વિનુભાઈ કટારીયા, શૈલેષભાઈ પાબારી, અશ્વીનભાઈ કોટક, જગદીશ મહેતા, જીતુભાઈ સોમાણી, હસુભાઈ ભાગદેવ, યતીનભાઈ ઉનડકટ, રાજુભાઈ નાગ્રેચા, વિશાલ કેશરીયા, જયદીપભાઈ તન્ના, મયુર નથવાણી અને મેહુલ નથવાણી, નયનાબેન જસાણી, જાગૃતિબેન ખીમાણી, નેહાબેન રાચ્છ, સોનલબેન સૌમૈયા, વંદના સેજપાલ, અમીતભાઈ જસાણી, આશીષભાઈ કક્કડ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (
(2:24 PM IST)










