તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
પૈસા નહિ આપ તો નહિ કરવાનું કરીશ...કોઠારીયા મંગલ પાર્કના ફેબ્રીકેશનના ધંધાર્થી હિરેનભાઇને વ્યાજ માટે ધમકી
ક્રેડીટ ઉપર લોખંડ ખરીદી ફબ્રીકેશનનો માલ એમપી, વાપી, સોનગઢના વેપારીઓને મોકલ્યો પણ તેણે પેમેન્ટ ન કરતાં ચુકવણું ન કરી શક્યાઃ ૧૬ લાખ સામે ૭ લાખ વસુલી લીધા પછી વધુ વ્યાજની માંગણી : ભક્તિનગર પોલીસે લોખંડના વેપારી કેતન કક્કડ વિરૂધ્ધ મનીલેન્ડ એક્ટ, ધમકીનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૩: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છ.ે જેમાં કોઠારીયા વિસ્તારમાં રહેતાં ફેબ્રીકેશનના ધંધાર્થીએ પ્રહલાદપ્લોટના વેપારી સાથેથી અગાઉ ક્રેડીટ ઉપર લોખંડનો સામાન લીધો હોઇ અને ફેબ્રીકેશનનો માલ બનાવી બીજા રાજ્યમાં મોકલ્યો હોઇ ત્યાંથી પેમેન્ટ નહિ આવતાં વેપારીએ પોતે વેંચેલા માલના બાકી નીકળતાં ૧૬ લાખ ૪ ટકા લેખે ૬થી ૭ લાખ વ્યાજ વસુલી લીધા પછી પણ વધુ વ્યાજ માંગી ધમકી આપતાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે કોઠારીયા રણુજા મંદિર સામે હાપલીયા પાર્કની બાજુમાં મંગલ પાર્ક-૩માં સાક્ષી મકાન ખાતે રહેતાં અને લોખંડના બારી-દરવાજાનું ફેબ્રીકેશનનું મજુરી કામ કરતાં હિરેનભાઇ હીમતલાલ સિધ્ધપુરા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી કેતન નટવરલાલ કક્કડ વિરૂધ્ધ ધમકી અને મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
હિરેનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. મારી સાથે પિતા, કાકા અશોકભાઈ સહીતના પણ ફેબ્રીકેશનનું કામ કરે છે. કેનાલ રોડની સામે દિગ્વીજયનો ઢાળ ઉતરતા પ્રવલાદ પ્લોટ શેરી નં. ૧૪ના ખુણે ખોડીયાર આર્યન નામે ફેબ્રીકેશનની દુકાનમાં અમે જોબવર્ક કરતા હોઇ આ દુકાનથી ચોથી પાંચમી શેરીમાં એટલે કે પ્રહલાદ પ્લોટ શેરી નં.૧૨ના ખુણે કેતન નટવરભાઈ કક્કડ રહે છે તે લોખંડનો ધંધો કરતાં હોઇ અમારી દુકાને આવતા જતાં હોવાથી તેની સાથે વર્ષોથી પરિચય હતો. હું તે વખતે લોખંડની પટ્ટીઓ તથા ફેબ્રીકેશનનો બીજો માલ સામાન અન્ય જગ્યાએથી લેતો હોઇ કેતનભાઈ લોખંડનો ધંધો કરતા હોવાથી તેણેપોતાની પાસેથી પણ માલ લેવાનું કહેતાં હું પરચુરણ માલ તેની પાસેથી લેતો હતો. આથી અમારી વચ્ચે સારો પરિચય થઇ ગયો હતો.
ત્યારબાદ આશરે સને-૨૦૧૭ ના વર્ષમાં મેં પુજારા પ્લોટ ચોક ગુંદાવાડી શેરી નં.૧૨ના ખુણે ખોડીયાર ફેલીકેશન નામના શેડમાં ફેબ્રીકેશનનું જોબવર્ક ચાલુ કર્યુ હતુ. આ સમય દરમ્યાન આ કેતનભાઈએ મને કહેલ કે તું મારી પાસે વધુ લોખંડનો માલ લે હું તને ૪૫ દિવસની ક્રેડીટ આપુ છુ. આ રીતે વાતચીત થયેલ ત્યારબાદ દોઢેક વર્ષ એટલે ૨૦૧૮ના વર્ષ સુધી દોઢેક કરોડ જેટલો લોખંડનો માલ મેં આ કેતનભાઈ પાસે લીધેલ હતો અને આનુ પેમેન્ટ હું ચેક થી કે આરટીજીએસ થી કેતનભાઈ ના એકાઉન્ટમાં કરતો હતો. સને-૨૦૧૭ ના વર્ષમાં અંતમાં એટલે ૨૦૧૮ની શરૂઆતમાં મે અમુક પાર્ટીઓ વાપી, સોનગઢ, મધ્યપ્રદેશ સહીતના વેપારીઓને ફેબ્રીકેશનનો તૈયાર માલ મોકલેલ ત્યાથી પેમેન્ટ આવેલ ન હોઇ જેથી મેં કેતનભાઈ પાસે માલ ઓછો લેવાનું શરૂ કર્યુ હતું. આ સમય દરમ્યાન રૂ.૧૬ લાખના માલના રૂપીયા આપવાના બાકી હતા, જેમાંથી રૂ.૬-૭ લાખ કટકે કટકે ચુકવી આપેલ હતા અને છેલ્લે રૂ.૯,૬૧,૦૦૦ બાકી હતા.
આથી કેતનભાઇએ મને આ રૂપીયાનુ મને વ્યાજ આપવા જણાવ્યું હતું જેથી હું ૧૬ લાખનું ૪ ટકા લેખે મહિને ૬૪હ જાર વ્યાજ ચુકવતો હતો. આ રીતે ૮ મહિના સુધી મેં વ્યાજ ચુકવ્યું હતું. ત્યારબાદ આ કેતનભાઈએ મને કહેલ કે મને ખ્યાલ છે તને ધૂંબો આવેલ છે તારા વ્યાજના પૈસા હું મુળ રકમમાં ગણું છુ, ધીમે ધીમે મને પૈસા ચુકવી આપજે. ત્યારબાદ હું અમુક મહીને રૂપીયા ચુકવી શકતો ન હોઇ અ ને રૂપીયા આપવાનુ બંધ કરી દિધેલ હોઇ કેતનભાઇએ તું પૈસા આપી દે નહીતર નહી કરવાનું થઇ જશે. જેથી મે આ કેતનભાઈને ૨૦૧૮માં મારા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયાના યાજ્ઞીક રોડના હીરા પન્ના બ્રાન્ચના કરન્ટ એકાઉન્ટનો ચેક સીકયુરીટી પેટે આપ્યો હતો. જે ચેક નો ઉપયોગ કરી રીટર્ન કરાવી તેણે મારા વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીટર્નનો કેસ કરી દીધો હતો. મેં કેતનભાઇને ૧૬ લાખનું કટકે કટકે મળી છ થી સાત લાખ વ્યાજ ચુકવી દીધુ છે. છતાં વધુ વ્યાજ માંગી ધમકી આપતાં હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં હિરેનભાઇએ કહેતાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:25 PM IST)










