તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 13th August 2025
રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દુકાનોના બાંધકામથી લોકોના અધિકારોનો ભંગ થાય છે
ગુજરાત હાઉસીંગ બોર્ડની કાર્યવાહી સંદર્ભે વડાપ્રધાનને પત્ર પાઠવાયો

રાજકોટઃ તા. ૧૩, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દુકાનોના બાંધકામ અંગે જમીન ઉપયોગની શરતો તથા ફ્લેટ ધારકોના અધિકારોનો ભંગ થતો હોવાનું જણાવીને અત્રે રંગોલી પાર્ક હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ભીખાલાલ સહાયતાએ વડાપ્રધાનને પત્ર પાઠવીને આ બાબતે યોગ્ય કરવા જણાવાયું છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) રાજકોટ દ્વારા, મૂળ જમીન ફાળવણીની શરતોનો ભંગ કરીને, ફ્લેટ ધારકોના ર્પાકિંગ/સામુહિક વિસ્તારમાં ગેરકાયદે રીતે ૬૮ વ્યાપારી દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. જમીન ફાળવણીની શરતોમાં સ્પષ્ટ છે કે આ જમીન ફક્ત રહેણાંક હેતુ માટે છે. તેમ છતાં, GHB હવે આ ગેરકાયદે દુકાનોનું ઇ-હરાજી દ્વારા વેચાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે માત્ર જમીન ઉપયોગની શરતોનો જ નહીં પરંતુ હાલના રહેવાસીઓના અધિકારોનો પણ સીધો ભંગ છે.
આ કળત્ય ભારતના બંધારણના કલમ ૧૪, ૧૯ અને ૨૧નું ઉલ્લંઘન કરે છે, જે સમાનતા, નિવાસનો અધિકાર અને જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ સુનિヘતિ કરે છે. વધુમાં, આવા બિનઅનુમતિ વ્યાપારી વિકાસથી ભીડ, સુરક્ષા જોખમો અને શાંતિપૂર્ણ જીવનમાં વિક્ષેપ ઊભો થાય છે.
રાજકોટના કલેક્ટરે પણ જમીન ફાળવણી વખતે સ્પષ્ટ શરતો મૂકેલી હતી, પરંતુ તેમનો અવગણના કરવામાં આવી રહીછે. આ મામલો હાલ ગુજરાત હાઇકોર્ટ માં પેન્ડીંગ છે. કાનુની પ્રક્રિયાને અનુસર્યા વગર કોઇ કાર્યવાહી કરવામાં ન આવે તે બાબત પત્રમાં ધ્યાન દોરવામાં આવેલ છે.
(2:30 PM IST)










