તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
મેળાનું કાઉન્ટ ડાઉન : કલેકટરનું નિરીક્ષણઃ કોન્ટ્રાકટરો વિરૂધ્ધ સ્ટોલ ધારકોની ફરીયાદ
DRF- NDRFની ટીમો પણ પહોંચીઃ સ્ટોલવાળા પાસેથી મંડપ-ઇલેકટ્રીક કોન્ટ્રાકટરોએ ખુરશી-પાટ-લાઇટ-વિગેરેના બેફામ ભાવો લેતા કલેકટરને ગંભીર ફરિયાદ : કલેકટરના નિરિક્ષણ-લટારમાં અનેક ખામીઓ બહાર આવી કાદવ કીચડ જોવા મળ્યોઃ સાંજ સુધીમાં બધું કીલયર કરવા આદેશો

રાજકોટ તા. ૧૩: કાલથી રેસકોસર્. મેદાન ખાતે પાંચ દિવસનો શૌર્યનું સિંદૂર ભવ્ય લોકમેળો ખૂલ્લો મૂકાશે, સાંજે ૪-૩૦ વાગ્યે રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ભવ્ય ઉદ્દઘાટન થશે.
દરમિયાન આજે રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ ડીડીઓ તથા રાજકોટ સીટી પ્રાંત-૧ અને અન્ય સ્ટાફ-અધીકારીઓને સાથે લોકમેળાની બાંધણી કન્ટ્રોલરૂમ, વોચ ટાવર, સિકયુરીટી, રાઇડો, અન્ય સ્ટોલ, સફાઇ, પીવાનું પાણી, ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટ, સીસી ટીવી કેમેરા તથા અન્ય તમામ બાબતોનું નિરિક્ષણ કર્યું હતું, આખા મેળામાં લટાર મારી હતી, નિરિક્ષણ દરમિયાન અનેક ખામીઓ જણાતા સાંજ સુધીમાં બધું કલીયર કરવા કલેકટરે સ્થળ ઉપર જ આદેશો કર્યા હતાં, સાંજે ફુલપ્રુફ બંદોબસ્ત અંગે રીપોર્ટ મંગાવ્યો હતો. કલેકટરના નિરિક્ષણ દરમિયાન કાદવ કીચડ જોવા મળતા, તે તાકિદે કલીયર, ધડાધડ કપચી સહિતની વસ્તુઓ મેળામાં પાથરવા, મેદાન અમૂક સ્થળે સમથળ કરવા, પાણીનો ઝડપી નિકાલ કરવા સૂચના આપી હતી.
દરમિયાન રાજકોટ કલેકટર સમક્ષ સંખ્યાબંધ સ્ટોલ ધારકો દોડી ગયા હતા, અને મંડપ કોન્ટ્રાકટર તથા ઇલેકટ્રીક કોન્ટ્રાકટર દ્વારા સ્ટોલમાં ખુરશી, બેસવાની કે વસ્તુ રાખવાની પાટ, મોટા બલ્બ, અન્ય લાઇટો, તેના સાધન સામગ્રીના રોજના ૧૦૦ થી માંડી પ૦૦ કે તેથી વધુ ભાડા લેવાતા હોવાની કહેવાતી ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની સ્થળ ઉપર જ મૌખીક ગંભીર ફરિયાદ કરતા કલેકટર ચોંકી ઉઠયા હતા, અને ટેન્ડરીંગ પ્રક્રિયામાં શું નિયમો છે તે જણાવવા તથા તપાસ કરવા સૂચના આપી હતી.
આજે કલેકટર સાથે SDRF-NDRF ની ટીમો-તેમના અધીકારીઓ સાથે પહોંચી હતી, અને મેળાનું ચારેબાજુ નિરિક્ષણ કર્યું હતું, તસ્વીરમાં કલેકટર ડો. ઓમ પ્રકાશ, ડીડીઓ અનંદુ સુરેશ ગોવીંદ, માર્ગ-મકાનના ઇજનેરો, યાંત્રિક ટીમો, રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર, તેમના સ્ટાફના વસીમભાઇ, ભાલોડીયાભાઇ, ઉંચા ચકડોળ, સ્ટોલમાં ગોઠવાતી વસ્તુઓ, પથરાતી કપચી વિગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૭.ર૧)
(3:03 PM IST)










