તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
રાજકોટના ત્રંબા પાસે ૩૭ લાખની લૂંટઃ શહેરભરની પોલીસ દોડી

રાજકોટઃ તહેવાર ટાણે ચોરી, ચિલઝડપ અને લૂંટની ઘટનાઓ વધી ગઇ છે. દરમિયાન મોડી બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ રાજકોટના રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક લૂંટની ઘટના જાહેર થતાં શહેરભરની પોલીસ દોડી ગઇ છે.
એક યુવાનને હથીયાર બતાવી કાળા રંગની ગાડીમાં આવેલા ત્રણ-ચાર શખ્સો ૩૭ લાખની રોકડ લૂંટી ગયાનો મેસેજ પોલીસ કન્ટ્રોલ રૂમને મળતાં આજીડેમ પોલીસ, ડીસીબી, એલસીબીનો કાફલો પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.
પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા નાકાબંધી કરાવાઇ હતી. વધુ વિગતો મેળવાઇ રહી છે.
(3:44 PM IST)










