<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જૂની ટી.પી. સ્‍કીમની ફરી માપણી થશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

મનપાની હદમાં આવતા વિસ્‍તારોમાં ડીમાર્કેશન કામગીરી કરી બેઝમેપ બનાવવા પાંચ કરોડનો ખર્ચ કરાશે

રાજકોટ, તા.૧૩: શહેરના વિકાસ માટે નવી નવી ટીપી સ્‍કીમો મંજૂર કરવામાં આવી રહી છે. ડ્રાફટ તૈયાર કરતી વખતે જમીન માલિકો અને રોડ રસ્‍તા સહિતાન મુદે અસંમજતા થતી હોય છે. જેમાં કયારેક ખેડૂતોને અન્‍યાય પણ થતો હોવાનું બહાર આવ્‍યું છે. મહાનગર પાલિકાએ તમામ જૂના ડ્રાફટ અને વિકાસ યોજનામાં નવો સર્વે તથા માપણી અને ડીમાર્કેશન સંબંધીત કામગીરી માટે રૂા.૫ કરોડના ખર્ચે ખાનગી એજન્‍સી પાસે કામ કરાવવામાં આવશે જે અંગે ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે.

શહેરમાં છેલ્લા થોડા વર્ષો દરમિયાન નવી ટીપી સ્‍કીમો માટેના ડ્રાફટ તૈયાર કરી મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્‍યા છે. જેમાં અગાઉ  પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ ડ્રાફટમાં રી-ચેંકિગના આદેશ થયા હતા અને હવે બાકી રહે ગયેલ ડ્રાફટ તેમજ વિકાસ યોજના વિસ્‍તારમાં ડીજીપીએસ મશીનથી માપણી કરી ડીમાર્કેશન કરવાની પ્રક્રિયા મહાનગરપાલિકાએ હાથ ધરી છે. જેના લીધે સાર્વજનીક પ્‍લોટ તેમજ રોડ રસ્‍તા માટે ફાળવવામાં આવેલ તમામ જમીનોની ફરીથી માપણી કરી બેઝમેપ તૈયાર કરી ફાઇનલ ટીપી માટે રજૂ કરવામાં આવશે.

(3:46 PM IST)