તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
મથુરામાં મોરલી વાગે રે...ગોકુલધામ સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવ
ગોકુલધામ હાઉસ ઓનર્સ મેઈન્ટેનન્સ એસોસીએશનના પ્રમુખપદે હિમાંશુ વડાલીયાઃ હોદેદારો ઉપર અભિનંદનવર્ષા જન્માષ્ટમીએ કૃષ્ણલીલા, ભજનસંધ્યા, પ્રસાદ વિતરણ દહીહાંડી, મટકીફોડ, આરતી અને જુલા વિધી સહિતના કાર્યક્રમો

રાજકોટઃ જન્માષ્ટમી પર્વને આડે હવે એક જ દિવસ બાકી છે. આ પર્વને ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીંના મવડી વિસ્તારમાં કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલ ગોકુલધામ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જનમોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
ગોકુલધામ સોસાયટીના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે શ્રી કૃષ્ણના જન્મની આનંદમય ઉજવણી કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જે ધર્મની સ્થાપના અને પ્રેમના સંદેશ માટે પૃથ્વી પર અવતર્યા હતા, તેમના જન્મદિવસને ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી દરમ્યાન ગોકુલધામ સોસાયટીમાં કૃષ્ણ લીલા, ભજન સંધ્યા, પ્રસાદ વિતરણ, દહીં હાંડી, મટકી ફોડ, તથા રાત્રે ૧૨ વાગ્યે આરતી અને જુલા વિધી કાર્યક્રમ કરવામાં આવશે.
ગોકુલધામ સોસાયટીમાં વર્ષ દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ, ગણેશ ઉત્સવ, નવરાત્રી તથા હોળીના દર્શન જેવા અનેકવિધ કાર્યક્રમ સારી રીતે ઉજવવામાં આવે છે. જેમાં સોસાયટીની યુવા ટીમ હાર્દિક આગેજા, સાવન ડાંગર, કલ્પ પટેલ, વિશ્વદીપ વામજા, રાધેય વામજા, વાસુ જાની, કલ્પેશ રાઠોડ, રાજન પાનસુરીયા, અક્ષય હદવાણી, નીલ ગરધરીયા કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે.
આ ઉપરાંત ગોકુલધામ સોસાયટીના નવા હોદેદારોની તાજેતરમાં જ નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખપદે શ્રી હિમાંશુભાઈ વડાલીયા (મો.૯૮૨૫૭ ૦૦૮૭૬), ઉપ પ્રમુખ શ્રી ચંદુભાઈ ડાંગર (મો.૯૯૭૯૮ ૯૬૧૯૨), ઉપ પ્રમુખ શ્રી રઘુવિરસિંહ કોટીલા (મો.૯૮૯૮૫ ૨૪૦૦૮), સેક્રેટરી શ્રી મહેન્દ્રભાઈ હદવાણી (મો.૯૭૧૪૨ ૧૨૭૩૧), જોઈન્ટ સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ડોડીયા (મો.૮૦૦૦૮ ૦૧૩૩૧), શ્રી પરેશભાઈ ડોડીયા (મો.૯૪૨૭૨ ૫૫૯૦૫), ખજાનચી શ્રી ધનજીભાઈ વિરાણી (મો.૯૯૨૫૧ ૫૩૦૮૧), સહ ખજાનચી શ્રી પુર્વીશભાઈ વડગામા (મો.૯૭૨૩૨ ૯૨૦૦૮), સહ ખજાનચી શ્રી સંજયભાઈ બલદાણીયા (મો.૯૮૨૫૧ ૭૧૧૧૩), સલાહકાર સમીતી શ્રી જયંતિભાઈ પાઘડાળ (મો.૯૮૨૪૪ ૫૩૮૩૯), શ્રી મનોજભાઈ ભટ્ટી (મો.૯૯૭૮૨ ૫૬૧૬૭), શ્રી રાકેશભાઈ ગોસ્વામી (મો.૯૮૨૪૫ ૪૬૪૦૬), લીગલ એડવાઈઝર શ્રી મુકેશભાઈ તન્ના (મો.૯૫૮૬૫ ૨૬૨૮૨), શ્રી કાર્તિકભાઈ દવે (મો.૯૬૮૭૬ ૧૧૫૧૦)
જનરલ કારોબારી સભ્યો શ્રી યોગેશભાઈ સોની, શ્રી અલ્પેશભાઈ કલ્યાણી, શ્રી રાજુભાઈ ચાવડા, શ્રી જયભાઈ ડોડીયા, શ્રી અતુલભાઈ ચાવડા, શ્રી કેવલભાઈ જાની, શ્રી સુરજભાઈ મહેતા, શ્રી જયસુખભાઈ લાડુમોર, શ્રી ભાવિનભાઈ વડગામા, શ્રી હરેશભાઈ વામજા, શ્રી મનસુખભાઈ ફડદલીયા, શ્રી સાજણભાઈ બામ્બા, શ્રી દિપકભાઈ ઓડેદરા, શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, શ્રી અકસીતભાઈ કારેલીયા, શ્રી પરેશભાઈ લાલચેતા, શ્રી જયેશભાઈ આગેચા, શ્રી જતીનભાઈ વડગામા, શ્રી સમીરભાઈ ઘવા, શ્રી ઘનશ્યામભાઈ ડોડીયા, શ્રી જયદેવભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગોકુલધામ સોસાયટીના હોદેદારો નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૩૫)
(3:53 PM IST)










