<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

રાજકોટમાં જન્માષ્ટમી મેળા દરમ્યાન રેસકોર્ષના ગ્રાઉન્ડમા કાયમી વેપાર-ધંધો કરતા ધંધાર્થીઓ-રેકડીવાળાઓને રોજગારી માટે વૈકલ્પિક જગ્યા ફાળવવાની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની સફળ રજૂઆત

ક્રિકેટ ગ્રાઉન્ડ ની બાજુમાં ચબુતરા પાસે વૈકલ્પિક જગ્યા ફાળવાઈ : સાંસદ રામભાઈ મોકરીયાએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો આભાર વ્યક્ત કર્યો

રાજકોટ તા.૧૩

રાજકોટ ના  રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી પર્વ નિમિતે પાંચ દિવસ માટે લોકમેળો યોજવામાં આવે છે. આ સમય દરમ્યાન આ મેદાનમાં મહાનગર પાલિકાની મંજુરી સાથે  કાયમી ખાણીપીણી ની રેકડીઓ રાખીને ધંધો કરી રોજગારી મેળવતા આશરે ૫૦ જેટલા નાના ધંધાર્થીઓ પોતાના  કુટુંબનું ગુજરાન ચલાવે છે. 

મેળા દરમ્યાન આ લોકોને ત્યાંથી ખસેડવામાં આવતા તેમની રોજગારીનો  પ્રશ્ન ઉભો થતા, આ ધંધાર્થીઓએ રેસકોર્ષ મેદાનમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ની બાજુમાં ચબુતરા પાસે તેઓને જગ્યા ફાળવવા માટે રાજ્ય સભાના સભ્ય રામભાઈ મોકરીયાને રજૂઆત કરતા સાંસદ રામભાઈ મોકરીયાએ આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને   રજૂઆત કરતા કમિશનરે આ ગરીબ ધંધાર્થીઓને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી તે લોકોની માંગણી મુજબ જગ્યા રેસકોર્ષ મેદાનમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ચબુતરા પાસે વૈકલ્પિક જગ્યા  ફાળવેલ છે.

સાંસદ રામભાઈ મોકરીયાએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો આભાર વ્યક્ત કરેલ છે. તેમજ આ નાના     ધંધાર્થીઓમાં ખુશીની લાગણી ફરી વળેલ છે અને તેઓને  રોજગારીમાં રાહત મળતા આ ધંધાર્થીઓએ  રાજ્ય સભાના સભ્ય રામભાઈ મોકરીયાને  રૂબરૂ મળી તેમનો આભાર માનેલ છે.  

(9:23 PM IST)