તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
મોરપિચ્છ ફરકાવો મસ્તકે, વહો પ્રાણ થઈ અમારા શ્વાસે,ધરો ફરી સુદર્શન ચક, આંખને આંજો પરમ ઉજાસે
યુધ્ધ કુરૂક્ષેત્ર કા વૉ, બડે બડે મહારથી, પાંડવો કે સાથ શ્રી કૃષ્ણ અર્જુન કે સારથિ અર્જુન કો જ્ઞાન દિયા ગીતા ઉપદેશશ કા, દિવ્યરૂપ દિખલાચા બ્રહ્મા.. વિષ્ણુ.. મહેરા.. કા

ત્યારે તો એક હતો, આજ સેંકડો સુદામા, કાલિયાને છોડ, આવ્યું વાઇરસને નાથવાનું ટાણું : બ્રહ્માંડના રથમાં બેસી સ્નેહ સમીરે ઢળ્યા, ભવ્ય હૃદયના દ્વાર ખોલીને પ્રભુ અમને મળ્યા : એક પથ્થર ઘસાય છે ત્યારે પગથિયુ બને છે એક પથ્થર ઘડાય છે ત્યારે પરમેશ્વર બને છે. ઘસાવયુ અને ઘડાવુ આ વિષે સમજ પડી જાય તો જીવન ઉત્સવમય બની જાય. જયારે જીવનમાં અંધકાર છવાઇ જાય છે અને સંકટનો વરસાદ વરસે છે. ત્યારે ભકતોના કલ્યાણ માટે જન્મે છે. : રાજકોટ કૃષ્ણમય : નંદકુંવરને આવકારવા આંખો આંજતી રોશની અને સુંદર સુશોભન : તા.૧૬ ઓગષ્ટે શનિવારે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી ખાતે ધર્મસભા બાદ ધર્મયાત્રા : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સતત ૪૦માં વર્ર્ષે કૃષ્ણ જન્મોત્સવનું અદભૂત આયોજન : બ્યુટીફુલ છે રાધિકા ને એવરગ્રીન સાંવરિયો,વૃંદાવનમાં રાસ રચાયો, એક ગોપી એક કાનો ગીતા સાર સુનકર કેશવ સે અર્જુનનો અહેસાસ હુઆ. ધર્મ યુદ્ધ કરને કે લિયે કુરૂક્ષેત્ર મેં તૈયાર હુઆ.
કભી રામ બન કે, કભી શ્યામ બન કે પ્રભુ ચાલે આના... હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી... ઘેર-ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી... રાજકોટમાં આ નાદ ગુંજી રહ્યો છે. તા. ૧૬ ઓગષ્ટ-ર૦રપ શનિવારે જન્માષ્ટમી છે. શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટય પર્વને વધાવવા ભકતોમાં હરખ વ્યાપી ગયો છે. રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદે પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સતત ૪૦માં વર્ષે ધર્મ યાત્રારૂડુ આયોજન કરવામાં આવેલ છે. લાલાને લાડુ લડાવવા શહેરમાં ઉત્સવી માહોલ થઇ ગયો છે. જુદા જુદા વિસ્તારોમાં શ્યામસુંદરતા સ્વાગત અર્થે સોહામણા સુશોભન થઇ રહ્યા છે. શનિવારે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી ખાતે ધર્મસભા બાદ ધર્મયાત્રાનું પ્રસ્થાન થશે. ધર્માધ્યક્ષ તરીકે રાજકોટ ગુરૂકુળના વડા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી છે.
ભારતીય સંસ્કૃતિમાં વ્રતો, અને તહેવારોનું મહત્વ
આપણી સનાતન સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોમાં મહિમા વર્ણવાયેલો છે. આદર્શ જીવનશૈલી અને જીવનમૂલ્યો શિખવતા તહેવારો નવા રંગ, ઉમંગ સાથે ભરપુર નવી ઉર્જા આપે છે. વેદ, ઉપનિષદ, પુરાણો અને કથાઓમાં આપણી સંસ્કૃતિના ઉત્સવોની અનેક વાતો કરવામાં આવી છે. જન્માષ્ટમી આવો જ એક મહિમાવંતો ઉત્સવ છે. ભગવાનશ્રી કૃષ્ણ પુરૂષોતમ છે. તેઓ સુષ્ટિના અધિપતિ છે. જીવોના કર્મોના ફળદાતા પણ તેઓ જ છે. ભગવાન ભકતવત્સલ છે. હિમાલયનો સ્વભાવ બધાને ઠંડક આપવાનો અને વૃક્ષોનો સ્વભાવ છાંયડો આપવાનો છે. શ્રી કૃષ્ણનો સ્વભાવ બધાના દૂર કરવાનો છે. આવા દુઃખહતાં ભગવાનનું પ્રાગટય પર્વ આવ્યું છે.
શોભાયાત્રાના ફલોટસમાં આકર્ષણો અપરંપાર
જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં શહેરની વિવિધ સાંસ્કળતિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભવ્ય અને આકર્ષક ફલોટસ રજૂ કરવામાં આવશે. આ ફલોટસ શ્રીકળષ્ણજીના જીવનચરિત્ર, સંસ્કારસભર ઘટનાઓ, સંપ્રદાયના મૂલ્યો તથા ભારતીય સંસ્કળતિના દર્શન કરાવતા હશે. સાથે સાથે કેટલીક સંસ્થાઓ દ્વારા સામાજિક જાગળતિના સંદેશો જેવા કે સ્વચ્છતા, બાળઉછેર, નશાબંધી, ગૌસેવાના સંદેશો પણ ફલોટસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તેમ પરેશભાઈ રૂપારેલીયા એ જણાવ્યું.
આ વર્ષે સંસ્થાઓ દ્વારા ફલોટ્સ બનાવવામાં આવનાર છે . સત્ય હનુમાન ગ્રુપ તરફથી હિમાલય પર્વતનું આબેહૂબ દર્શન - એક અલૌકિક કળતિ સત્ય હનુમાન ગ્રુપના શ્રી સરવૈયા પિન્ટુભાઈ તથા બેચર ઝીંઝુવાડિયા એ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રામાં સત્ય હનુમાન ગ્રુપ દ્વારા એક અનોખું અને આકર્ષક ફલોટ તૈયાર કરવામાં આવી રહ્યું છે - જેમાં આબેહૂબ હિમાલય પર્વતનું ભવ્ય દર્શન થવાનું છે. આ કળતિમાં હિમાલય પર્વતને જીવંત અનુભૂતિ થાય તેવી રીતે ઊભો કરવામાં આવશે. ફલોટને બનાવવામાં વિવિધ સામગ્રી અને સર્જનાત્મકતા ઉપયોગમાં લેવામાં આવી રહી છે, જેમાં કુદરતી પથ્થરો, કપાસ, થર્મોકોલ, રંગીન લાઈટિંગ અને ઘાટીઓ જેવી રચનાઓ દ્વારા હિમાલયની મહિમા દર્શાવવામાં આવશે. સત્ય હનુમાન ગ્રુપના સભ્યો ખુબ જ મહેનત અને કલાત્મક દ્રષ્ટિકોણથી આ ફલોટ તૈયાર કરી રહ્યા છે, જેથી લોકો ધરતીના દેવ સમાન પવિત્ર હિમાલયના દર્શન શહેરના માહોલમાં જ અનુભવી શકે. આ ફલોટ ન કેવળ દૃશ્યમાન આનંદ આપશે, પણ લોકોમાં પવિત્રતાનો, સંસ્કળતિનો અને ભારતના નૈતિક ઉંચાણનો અનુભવ કરાવશે. ‘હિમાલય - ધર્મ, શક્તિ અને સંસ્કળતિનું પ્રતિબિંબ'
ઓપરેશન સિંદૂરનો લાઇવ ફલોટ
સરસ્વતી શિશુ મંદિર દ્વારા ‘ઓપરેશન સિંદૂર'નું લાઈવ ફલોટ-નગરજનો માટે દેશભક્તિનું જીવંત દ્રશ્ય સરસ્વતી શિશુ મંદિર ના ચેરમેનશ્રી અપૂર્વભાઈ મણિયાર જણાવે છે કે, વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય શોભાયાત્રામાં સરસ્વતી શિશુ મંદિર દ્વારા તૈયાર કરવામાં આવનાર ‘ઓપરેશન સિંદુર' પર આધારિત લાઈવ ફલોટ નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ફલોટમાં સ્કૂલના વિધાર્થીઓ ભારત માતાની રક્ષા માટે દુશ્મન દેશ સામે લડી રહ્યાં છે, એવું જીવંત દ્રશ્ય રજૂ કરશે - જે દરેક દેશપ્રેમી નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભક્તિના ભાવોને ઉદ્દીપિત કરશે. યુદ્ધના મેદાન જેવી વાસ્તવિક અભિવ્યક્તિ માટે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી સતત રિહર્સલ કરી રહ્યા છે જેથી દર્શકોને એક આબેહૂબ અને ભાવનાત્મક અનુભવ મળી શકે. આ ફલોટ માત્ર એક દૃશ્ય નહીં પરંતુ એક સંદેશ છે - ‘દેશ પહેલા'. આવા જીવંત પ્રસંગો દ્વારા યુગને રાષ્ટ્રીયતાની પ્રેરણા મળે અને નવયુવા પેઢીમાં દેશભક્તિના સંસ્કાર ઊંડા સમાય છે. નેપાળી એકતા સમાજ દ્વારા શ્રીકળષ્ણ મંદિરનું આબેહૂબ ફલોટ્સ - ભક્તિ અને શિલ્પકળાનું અભૂતપૂર્વ સમન્વય છે.
નેપાળી એકતા સમાજદ્વારા ભવ્ય અને આબેહૂબ શ્રીકળષ્ણ મંદિરનું આકર્ષક ફલોટ તૈયાર કરવામાં આવ્યો છે.
નેપાળી એકતા સમાજના શ્રીવિક્રમસિંહ ટમટા તથા કરણસિંહ ટમટા એ જણાવ્યું કે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત યોજાનારી શોભાયાત્રામાં આ ફલોટમાં ભગવાન શ્રીકળષ્ણના મંદિર જેવી ભવ્ય રચનામાં સાક્ષાત દર્શન થશે, જેમાં ભક્તિભાવ, શિલ્પકલા અને નેપાળી પરંપરાની છબી એકસાથે જોવા મળશે. મંદિરની માળા, ગુંબજ, ઝાંઝાવાત અને રંગબેરંગી દિવ્યાંગ સજાવટના દર્શન માત્રથી જ ભક્તો પોતાના ભાગ્યને ધન્ય માને તેમ અનુભવશે. શોભાયાત્રા દરમિયાન આ ફલોટ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બનશે અને આધ્યાત્મિક ઉન્નતિ સાથે ભક્તિમાર્ગ પર લોકોનું મન ભીનું કરશે. ધર્મયાત્રાનો રૂટ રાબેતા મુજબ મવડી ચોકડીથી પેડક રોડ સુધીનો રહેશે. મુખ્ય રથના સંયોજક તરીકે વસંતભાઇ લીંબાસીયા છે.
ધર્મયાત્રા ભકિતભાવ સાથે સંદેશવાહક
આ શોભાયાત્રા માત્ર ભક્તિભાવનો પ્રવાહ નહીં પરંતુ સમાજ માટે સંદેશવાહક પણ બનશે. લોકોને કુટુંબ સાથે આવકારવા અને આ ભવ્ય યાત્રાનો ભાગ બનવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને આયોજન સમિતિ તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. તેમ અરૂણ નિર્મળ મીડિયા ઇન્ચાર્જ વિશ્વ હિન્દુ પરિષદ, જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, મનીષ વડેરિયા મીડિયા સહ ઇન્ચાર્જ, વિનય કારીયા મીડિયા સહ ઇન્ચાર્જ જણાવે છે.
યોગેશ્વરે આપેલ જ્ઞાન વિશ્વ પ્રસિદ્ધ
આપણા શાષાો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યાં એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકળષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકળષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કળષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકળત્યો અને અધર્મ ફેલાયેલો હતો. અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકળષ્ણએ જન્મ લીધો હતો.
શ્રી કળષ્ણ આ પળથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે ઓળખાયાં. પળથ્વી પર શ્રી કળષ્ણે કરેલી લીલાઓ અપાર છે. શ્રી કળષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામેગામ શ્રી કળષ્ણની અને રાધા-કળષ્ણની વિવિધ અંગ સુંદરમૂર્તિઓ અને રંગીન આકર્ષક ફોટાઓ ભક્તિભાવથી પૂજાય છે. મહાભારતના યુદ્ધ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલ સમ્મોહને દુર કરીને એને યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ ગીતા તરીકે વિશ્વમાં અમર થઇ ગયું.
ગીતા જીવન જીવતા શીખવે છે
ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.
દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કળષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કળષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.
માનવચેતનામાં નવું સોપાન ઉમેરવા અવતાર
માનવચેતનાની વિકાસયાત્રામાં એક નવું સોપાન ઉમેરવા માટે અથવા કોઈ અણીના પ્રસંગે માનવજાતિને બચાવીને તેને કોઈ માર્ગ ચીંધવા માટે અવતારે આવે છે. અવતારની બહિરંગ કાર્યો કરતી અવતાર આવીને માનવચેતનામાં જે તત્વની સ્થાપના કરે છે તે વિશેષ મુલ્યવાન છે.
માનવશરીરમાં રહીને માનવીય સંજોગોમાં જીવતાં-જીવતાં પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું તેનું એક દૃષ્ટાંત અવતાર આપણી સમક્ષ રજૂ કરે છે. અવતારરૂપે પ્રભુ પોતે જ કળપા કરીને પીતાના સુધી ચાલવાના માર્ગ પર પોતે જ ચાલી બતાવે છે.
પોતાના ભક્તો અને સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે પણ પ્રભુ આવે છે.
અવતારની ઘટના પરમાત્માની પણી વિશિષ્ટ અને ઘણી રહસ્યપૂર્ણ ઘટના છે. અવતારની ઘટનામાં પરમાત્મા પોતાની દિવ્ય ચેતનામાંથી ચ્યુત થયા વિના દિવ્ય ચેતનામાં રહીને જ પળથ્વી પર આવે છે. અવતારમાં પરમાત્મા પોતાના દિવ્ય જ્ઞાન, દિવ્ય પ્રેમ, દિવ્ય દૃષ્ટિસહિત આવે છે. અવતારની ઘટનામાં પરમાત્મા માનવ-સ્વરૂપ ધારણ કરીને આવે છે, છતાં તે પોતાની સર્વશક્તિમત્તા, સર્વતંત્ર સ્વતંત્રતા, સર્વજ્ઞતા આદિ સહિત આવે છે.
આ સમગ્ર અસ્તિત્વ પરમાત્મામાંથી આવે છે, પરંતુ આ અસ્તિત્વ અર્થાત્ જડ-ચેતન-સળષ્ટિ પોતાની સચ્ચિદાનંદ-ચેતનામાં રહીને અભિવ્યક્ત થતી નથી, પરંતુ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે તે પોતાની સચ્ચિદાનંદ-ચેતના અર્થાત્ ભાગવત ચેતનામાં રહીને જ માનવસ્વરૂપે પળથ્વી પર આવે છે.
ભગવાનનું પ્રાગટય ભગવાનની લીલા
ભગવાનનું અવતરણ તો ભગવાનની લીલા છે અને લીલાનો કોઈ હેતુ ન હોય. -નિર્હેતુકતા જ લીલાનું સ્વરૂપલક્ષણ છે. આ દ્રષ્ટિથી અવતારના હેતુની વિચારણા નિરર્થક છે. આમ છતાં આપણે આપણી માનસદૃષ્ટિથી અવતારને સમજવા પ્રયત્ન કરીએ છીએ, તેથી અવતાર દ્વારા શું સિદ્ધ થાય છે તે દ્વષ્ટિ સમક્ષ રાખીને અવતારના હેતુને સમજવાનો પ્રયત્ન કરીએ.
(૧) પોતાના ભક્તો સાથે પ્રેમનું આસ્વાદન કરવા માટે ભગવાન અહીં અવતારરૂપે આવે છે. આ પ્રેમ પણ નિર્હેતુક છે, તેથી જ ભગવાનના પ્રેમાસ્વાદને ભગવાનની પ્રેમલીલા કહેવામાં આવે છે. ભગવાન ભક્તો સાથે પ્રેમનું આદાનપ્રદાન કરે છે. આ ભગવાનની આનંદલીલા છે. ભગવાન પ્રેમસ્વરૂપ છે. ભગવાન પ્રેમની ભિન્નભિન્ન લીલાઓનો આનંદ માણે છે. અવતારલીલામાં એ પ્રેમલીલાઓ પણ હોય છે.
(૨) માનવજાતની ચેતનામાં કોઈ મહાન પરિવર્તન કરવાનું હોય, તેને વિકાસની નવી દિશા આપવાની હોય ત્યારે તે કાર્ય માટે પરમાત્મા આવે છે.
‘‘ધર્મની સંસ્થાપના માટે હું યુગેયુગે જન્મ ધારણ કરું છું.''
માનવચેતનાની વિકાસયાત્રામાં એક નવું સોપાન ઉમેરવા માટે અથવા કોઈ અણીના પ્રસંગે માનવજાતિને બચાવીને તેને કોઈ માર્ગ ચીંધવા માટે અવતાર આવે છે. અવતારનાં બહિરંગ કાર્યો કરતા અવતાર આવીને માનવચેતનામાં જે તત્ત્વની સ્થાપના કરે છે તે વિશેષ મૂલ્યવાન છે.
(૩) માનવશરીરમાં રહીને માનવીય સંજોગોમાં જીવતાં-જીવતાં પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું તેનું એક દૃષ્ટાંત અવતાર આપણી સમક્ષ રજૂ કરે છે. અવતારરૂપે પ્રભુ પોતે જ કળપા કરીને પોતાના સુધી ચાલવાના માર્ગ પર પોતે જ ચાલી બતાવે છે.
(૪) પોતાના ભક્તો અને સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે પણ પ્રભુ આવે છે.
ગોપ-ગોપીઓ કોણ છે
ગોપ-ગોપીઓ ભગવાનના પરિકર જીવો છે. ભગવાન જ્યારે પળથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે તેમની સાથે તેમના સંગાથી જીવો પણ આવે છે. આ જીવો તેમના સહચરો કે પરિકરો ગણાય છે. ભગવાનની લીલાનું મૂલ્યાંકન કરવામાં નહીં, પરંતુ ભગવાનની લીલાનું ચિંતન કરવામાં આપણું કલ્યાણ છે.
જેને આપણે મહાસંહાર ગણીએ છીએ, જેને આપણે મળત્યુ ગણીએ છીએ, તે તો આપણી નાની માનવદૃષ્ટિનું અર્થઘટન છે.
જીવન અને મળત્યુ, સંહાર અને સર્જન, આવવું અને જવું, પ્રાગટય અને સંવરણ - આ સર્વ પરમાત્માની અગાધ, પરંતુ મંગલમય લીલાનો જ ભાગ છે. નતમસ્તકે તેનો સ્વીકાર કરવો તે જ કલ્યાણનો પથ છે.
જય શ્રી કૃષ્ણ (૯.ર૭)
જાણીએ ધર્મના ત્રણ પ્રકાર
પરમ ધર્મ કોને કહેવાય ? ધર્મના ત્રણ પ્રકાર છે : (૧) સામાન્ય ધર્મ, (ર) વિશેષ ધર્મ અને (૩) પરમ ધર્મ.
સત્ય બોલવું, હિંસા ન કરવી એ સામાન્ય ધર્મ છે. જે બધા ધર્મોને અને વિશ્વના વિવિધ ખંડોમાં લાગુ પડે એ સામાન્ય ધર્મ કહેવાય.
વણાશ્રમ ધર્મ એ વિશેષ ધર્મ છે એમાં સંન્યાસી, ગૃહસ્થાશ્રમી, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર,સ્ત્રી-પુરૂષ બધાના ધર્મ હોય છે.
વ્યાસજી કહે છે ભાગવતમાં પરમ ધર્મની ચર્ચા છે. પરમાત્માની પરમ ભકિત એ પણ ધર્મ છે. કઇ ભકિત પરમ ધર્મ કહેવાયુ ? જેમાં ભગવાન પાસે કંઇ માગવાનુ નથી હતુ તથા કારણ વગર, મતલબ વગર જે ભકિત કરે એ પરમ ભકિત છે અને એવી ભકિત કરવા એ મનુષ્યનો પરમ ધર્મ છે. ફળની આશા વગર, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિની અપેક્ષા વગર કરવું એ પરમ ધર્મ છે.
ગોવર્ધન પર્વત નહિ, ભગવાન
આપણે એ ન ભૂલવું જોઇએ કે ગોવર્ધનની પૂજાᅠ તેને એક પર્વત માનીને નહીં પરંતુ ભગવત સ્વરૂપ માનીને થઇ છે. ગોવર્ધન પર્વત ભગવાનનું સગુણ-સાકાર સ્વરૂપ છે તેમ માનીને. વસ્તુતઃ આ પરમાત્માની જ પૂજા થઇ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધનનાથનું સ્વરૂપ ધારણ કર્યુ છે અને તેમના સહિત સોૈ એ આ રીતે ભગવાન શ્રીકૃષ્ણની જ પૂજા કરી છે. તેથી આજ સુધી ભકતો ગોવર્ધનને ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ ગણે છે અને તેથી જ વૈષ્ણવ ગિરિરાજ ગોવર્ધન પર્વતની પૂજા કરે છે પરંતુ તેના પર ચડતા નથી. આજે પણ વૈષ્ણવ ભકતો ગોવર્ધનશિલાને કૃષ્ણસ્વરૂપ માનીને તેની શાલિગ્રામની જેમ પૂજા કરે છે.
જન્માષ્ટમીની ધર્મયાત્રા રૂટ
રાજકોટઃ વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તા. ૧૬ શનિવારે નિકળનાર ધર્મયાત્રાનો રાબેતા મુજબ રૂટ નીચે મુજબ છે.
સવારે ૮-૦૦ ધર્મસભા
સવારે ૯-૦૦ ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી
સવારે ૯-૩૦ રૈયા સર્કલ
સવારે ૯-૪૫ હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ
સવારે ૧૦-૦૦ કિશાનપરા ચોક
સવારે ૧૦-૧૫ જિલ્લા પંચાયત ચોક
સવારે ૧૦-૩૦ ફુલછાબ ચોક
સવારે ૧૦-૪૫ હરીહર ચોક, પંચનાથ મંદિર રોડ
સવારે ૧૧-૦૦ ત્રિકોણબાગ
સવારે ૧૧-૧૫ ગેસ્ફોર્ડ સિનેમા, માલવીયા ચોક
સવારે ૧૧-૨૦ માલવીયા પેટ્રોલ પંપ
સવારે ૧૧-૩૦ લોધાવાડ ચોક
બપોરે ૧૧.૫૦ ગોંડલ રોડ, મકકમ ચોક, ૮૦ ફુટ રોડ
બપોરે ૧૨-૦૦ નાગરીક બેંક ચોક, ધારેશ્વર મંદિર,
બપોરે ૧૨.૧૫ સોરઠીયાવાડી ચોક
બપોરે ૧૨.૨૦ કેવડાવાળી મેઇન રોડ
બપોરે ૧૨.૨૫ બોમ્બે આર્યન ચોક થઇને
જિલ્લા ગાર્ડન ચોક
બપોરે ૧૨.૪૦ રામનાથપરા જેલ ચોક,
બી-ડીવીઝન પોલીસ સ્ટેશન
બપોરે ૧.૧૫ ચુનારાવાડ મેઇન રોડ
બપોરે ૧.૨૫ ચુનારાવાડ ચોકથી ભાવનગર રોડ
બપોરે ૧.૩૦ સંતકબીર રોડ
બપોરે ૧.૪૦ કે.ડી.કોમ્પલેક્ષ ચોક
બપોરે ૧.૫૦ ગોંવિદબાગ શાકમાર્કેટ
બપોરે ૨.૦૦ પેડક રોડ, બાલક હનુમાન (સમાપન)
જન્માષ્ટમીના ૪૦ વર્ષના સૂત્રો
વર્ષ સુત્ર
૧૯૮૬ ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ા
૧૯૮૭ યુ કાન્ટ જસ્ટ બીટ મી, આઇ એમ હિન્દુ ા
૧૯૮૮ યત્ર, તત્ર કૃષ્ણ સર્વત્ર ા
૧૯૮૯ પાર્થને કહો ચઢાવે બાણ ા
૧૯૯૦ સંભવામી યુગે યુગે, સંઘ શકિત કલી યુગે ા
૧૯૯૧ હે, પાર્થ મારા સેંકડો અને હજારો રૂપના ા
૧૯૯ર કાર સેવા એ જ રાષ્ટ્ર સેવા ા
૧૯૯૩ ધર્મ હૈ જહાં, વિજય હૈ વહાં ા
૧૯૯૪ શંખનાદ હો ચુકા હિન્દુત્વકા, વિજય હી લક્ષ્ય હૈ ા
૧૯૯પ વિજય પાયા હૈ અયોધ્યા મેં, વિજય પાયેંગે કાશી-મથુરા મેં ા
૧૯૯૬ હિન્દુત્વના વિજય કાજે, બનો સહુ અર્જુન આજે ા
૧૯૯૭ દુરાચારીઓએ વટાવી છે હદ, સાંભળી લ્યો રાજા કંસ ા
૧૯૯૮ વિરાટ સ્વરૂપના જય જય કાર, કર્યુ વિશ્વને સ્તબ્ધ આજો
૧૯૯૯ કારગિલમાં કંસનો કર્યો ધ્વંશ ા
ર૦૦૦ ધર્માતરણ હવે હદ કરે છે, શ્રી કૃષ્ણનો સંદેશ કહે છે ા
ર૦૦૧ શકિત કો હો નમન કરે, જય, વિરાટ કા દર્શન હો જબ જબ ા
ર૦૦ર માધવ દે તું શકિત અમોને દેશ શત્રુઓનો નાશ કરવાને ા
ર૦૦૩ રામકૃષ્ણ કા ધ્યાન ધરે, મંદિર કા નિર્માણ કરે ા
ર૦૦૪ હે કેશવ ! લક્ષ્ય પ્રેરિત બાણ હૈ હમ, ઠહરને કા કામ કૈસા ા
ર૦૦પ કેશવ માધવનો શંખનાદ, ર્માં ભારતીનો જય નિનાદ ા
ર૦૦૬ સંઘે શકિત કલૌયુગે...ા
ર૦૦૭ સુદર્શન ચક ચલાયેંગે, રામસેતુ બચાયેંગે ા
ર૦૦૮ હમ બનેંગે અર્જુન યોધ્ધા, કૃષ્ણ કે સુદર્શન ચક્ર બન જાયેંગે
રામસેતુ સે અમરનાથ તક્કી પવિત્ર ભુમિ બચાયેંગે ાા
ર૦૦૯ નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ ા
ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હૈ ાા
ર૦૧૦ નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ,
ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હૈ ાા
૨૦૧૧ વિનાશાય દુષ્ટાણામ ાા
૨૦૧૨ જાત-ભાત પૂછે નહિ કોઇ,
દ્વારકાધીશ ભજે સબ હરિકા હોય...
૨૦૧૩ કર્મ પથ પર આજ સાભી કો ગીતા ગાન બુલાતા હૈ
૨૦૧૪ કૃષ્ણભક્તિ ઔર કર્મ ભક્તિસે ભારત કો ફીર
ભવ્ય બનાના હૈ &&
૨૦૧૫ શપથ સામી કો રામ ધુનષ કી,
ચક્ર, સુદર્શન, બ્રહ્મ અષા કી.
૨૦૧૬ માધવ કી પુકાર સુનો,
હિન્દુ સમાજ સમરસ બનો.
૨૦૧૭ આ રહી હૈ આજ ચારો ઔર સે કૃષ્ણ કી પુકાર,
હમ કરેંગે ગૌરક્ષા માતૃભૂમિ કે લીએ અપાર.
૨૦૧૮ જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ,
ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈ.
૨૦૧૯ મિશ્રી સે મીઠે નંદલાલ કે બોલ,
જલવૃક્ષ કા જતન ઔર સ્વચ્છતા સબ સે અનમોલ.
૨૦૨૦ સ્વસ્થ, સ્વનિર્ભર ઔર સુરક્ષિત ભારત કા સપના,
જબ કૃષ્ણમય હોગા પુરા ભારત અપના.
૨૦૨૧ વ્હાલી ગાયો અને વ્હાલુ વૃંદાવન,
સખાભાવ વરસાવે, ગોકુળ નંદન.
૨૦૨૨ શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદન,
આઝાદી નો રંગ કાનુડાને સંગ
૨૦૨૩ બંસીના સૂરો સાથે હું ચક્ર સુદર્શનધારી છું,
સમરસતાના ધ્યેય સાથે વિશ્વગુરૂ પદ પામશું.
૨૦૨૪ ગલી ગલીમાં શોર છે, છોડ છોડમાં રણછોડ છે,
પ્રકૃતિ એ જ પ્રાણ છે, જાણે રાધાકૃષ્ણની જોડ છે.
ર૦રપ બંસીના વહેતા સ્વરોનો નાદ વંદેમાતરમ,
સિંદૂરના બલિદાનનો પ્રતિસાદ વંદેમાતરમ.
: તસ્વીરો :
અભિજિત બગથરિયા
(11:47 AM IST)










