તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
હાલો માનવીયુ મેળે...સાંજથી રંગારંગ પ્રારંભ
રાજકોટના રેસકોર્ષ મેદાન ઉપર સાંજે પ વાગ્યે રાઘવજીભાઇના હસ્તે ઉદઘાટન : ર કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમો : પાંચ દિ'માં ૧પ લાખ લોકો ઉમટી પડવાનો અંદાજ : રમકડા-ખાણીપીણી-ફજત ફાળકા-મોતના કુવા-ઝુલામાં લોકો મોજની મજા માણશે : તા.૧૮ મી સુધી મેળો : જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, હેન્ડીક્રાફટના સ્ટોલ-ખીચુ-લાઇવ ઢોકળા સહિતની ખાણીપીણી જમાવટ કરશેઃ ચાર કન્ટ્રોલરૂમ : ૧૦૦ થી વધુ સ્ટાફ ફરજ ઉપર : વિજ ટીમો ઉતારાઇઃ સંસ્થાના ૧ર સ્ટોલ, ૧૭ સ્થળે પાર્કીંગ : મેળા ફરતે ૮ રસ્તા અંગે જાહેરનામા : લાલાના જન્મ દિનને વધાવવા સૌરાષ્ટ્ર ગોકુળીયું બન્યું

રાજકોટ, તા., ૧૪ : સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર સૌથી વધુ લોકપ્રિય તહેવાર ગણાય છે. નાના-મોટા અબાલ વૃદ્ધ સૌ પાંચ દિવસ મેળા, ધાર્મિક અને પર્યટન સ્થળોએ હરે ફરે. એમાંય રાજકોટ તો રંગીલું શહેર. ચોકે ચોકે સુંદર રોશની અને ભગવાન ક્રુષ્ણના ફલોટ તૈયાર થાય, ને લોકો હોંશે હોંશે દર્શનનો લાભ લે. પણ હા, મેળા વગર જન્માષ્ટમીનો તહેવાર અધૂરો ગણાય.
સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓ, તાલુકા, શહેર અને ધાર્મિક સ્થળે મેળાના આયોજન થાય. જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને માણવા નગરજનોમાં અનેરો થનગનાટ જોવા મળે. તા. ૧૪ થી ૧૮ ઓગસ્ટ પાંચ દિવસીય લોક મેળાનું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાંજે પ વાગ્યે પ્રભારી મંત્રી રાઘવજીભાઇના હસ્તે ભવ્ય ઉદઘાટન થશે. બે કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે.
બાળકોને જોઈએ રમકડાં અને ચકડોળમાં બેસવું. મસ્ત મજાની ખાણીપીણી આઈસ્ક્રીમ સાથે ઉજાણી કરે ત્યારે જ મેળો માણ્યો ગણાય. સાથે પરિવારજનો અને મિત્રો સંગ જોડાય. એટલે જ રાજકોટનો મેળો ખાસ બનાવવા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ માસથી તૈયારી કરાઈ રહી છે
કલેકટરશ્રી ડો. ઓમપ્રકાશના માર્ગદર્શનમાં લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર શ્રી ચાંદનીબેન પરમાર દ્વારા મેળાના આયોજનમાં કોઈ ક્ષતિ ના રહે અને લોકો સારી રીતે મેળો માણી શકે તે માટે વિવિધ સ્ટોલ અને મનોરંજન માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે લોકમેળામાં ખાણીપીણીના નાના ૬ અને મોટા ૪૬ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જયારે આઈસ્ક્રીમના ૧૬ અને ચા ના સ્ટોલ તો ખરા જ. રમકડાના ૧૧૦ સ્ટોલ મેળામાં હશે જેમાં બાળકોને પ્રિય રમકડાંઓ મળી રહેશે. મહિલાઓને ખરીદી માટે મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા હેન્ડીક્રાફટસના સ્ટોલ તો ખરાજ. હા મનોરંજન માટે ચકરડી અને મોતના કુવા સહિત મનોરંજન માટે નાની ચકરડીના ૧૨, મધ્યમ ચકરડીના ૩ અને મોટી સાઈઝના ફજર-ફાળકા માટે ૩૬ જેટલી યાંત્રિક રાઇડ્સ મેળામાં પધારેલા લોકોને મોજ કરાવશે.
સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ, વોચ ટાવર અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલાયદો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ભીડ આવતી હોય ત્યારે વ્યવસ્થાપનમાં સુચારૂ આયોજન જરૂરી છે. ‘શૌર્યનું સિંદૂર લોકમેળા'માં લોકોનાં વ્યવસ્થાપન સાથે વાહન ર્પાકિંગની સુવિધામાં કોઇ તકલીફ ઉભી ન થાય તે બાબત પણ સુનિヘતિ કરવામાં આવી છે. આ ઉપરાંત સલામતીને લગતા પોસ્ટર્સ પણ લગાવવામાં આવશે. મેળામાં જનમેદની વધી જાય તો તેને ડાયવર્ટ કરવા વોચ ટાવર પરથી સતત નજર રાખવામાં આવશે. એમ્બ્યુલન્સ સેવાઓ માટે ચોક્કસ રસ્તો નિયત કરવો અથવા વૈકલ્પીક વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે તેમ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલે વ્યવસ્થાપન અંગે માહીતી આપતા જણાવ્યું છે. દરેક સ્ટોલ ઉપર સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવાયા છે.
લોકમેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કળતિને અનુરૂપ યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દરરોજ વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના મનોરંજન માટે રોજ બપોરે ૩.૪૫થી લઈને રાતે ૧૦ વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.
રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળાને માણી અબાલ વૃદ્ધો આવતા વર્ષે લોકમેળામાં મહાલવા ફરી પધારશું તેવા કોલ સાથે અઢળક યાદો સાથે છુટા પડશે.
તંત્રના અંદાજ મુજબ પાંચ દિવસમાં ૧પ લાખ લોકો ઉમટી પડે તેવો અંદાજ છે. કાલે અને આઠમના દિવસે સવારથી સાંજ સુધી સુધી ગામડાની પ્રજા મેળો માણશે. ઉંચા ગગનચુંબી ફજત ફાળકામાં બેસવા, ઝુલામાં ઝુલવુ, મોતના કુવામાં ખેલ-તરકીબો નિહાળવા પ્રજા આતુર છે. દરેક લોકો કહી રહયા છે કે હાલો...હાલો... માનવીયુ મેળે, રેસકોર્ષનો સિંદુરીયો-શૌર્યનું સિંદુર લોકમેળામાં આજથી ગોકુળીયુ વાતાવરણ છવાશે તે હકિકત છે.(૪.૧૫)
(2:16 PM IST)










