<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

આજીડેમ પોલીસના અપહરણ-પોક્‍સોના ગુનામાં ફરાર રોહિત ઢુવાથી પકડાયો

પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે બે ફરાર શખ્‍સોને શોધી કાઢયા : મોરબી કોર્ટના સજાના વોરન્‍ટમાં બે મહિનાથી ફરાર મોરબીના હિરેનને રાજકોટમાંથી પકડી લેવાયોઃ પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: આજીડેમ પોલીસ સ્‍ટેશનના સગીરાના અપહરણ, પોક્‍સોના ગુનામાં છ મહિનાથી ફરાર મુળ જસદણના કમળાપુરના શખ્‍સ રોહિત દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૨)ને પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે મોરબી ચોકડી અમરધામ પાસે એન્‍ટીકા કારખાના પાસેથી ઝડપી લીધો છે. જ્‍યારે મોરબી જીલ્લા કોર્ટના નેગોશીએબલ એક્‍ટના સજાના વોરન્‍ટમાં બે વર્ષથી ફરાર મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીના અને હાલ રાજકોટ માધાપર ગામમાં ડ્રીમવીલા ઇ-૭૦૧ ખાતે રહેતાં હિરેન મહેશભાઇ પરમાર (ઉ.વ.૨૨)ને પણ પેરોલ ફરલો ટીમે પકડી લીધો છે.

રોહિત સોલંકી વિરૂધ્‍ધ આજીડેમ પોલીસમાં સગીરાનું અપહરણ કરી બળાત્‍કાર ગુજારવાનો ગુનો નોંધાયા બાદ  તે છ મહિનાથી ફરાર રહતો. બાતમીને આધારે તેને મોરબીના ઢુવા ગામેથી પકડી લેવાયો છે. તે અહિ રહી કારખાનામાં મજૂરી કરતો હતો.

જ્‍યારે હિરેન વિરૂધ્‍ધ મોરબી જીલ્લા કોર્ટનું સજાનુ વોરન્‍ટ નીકળ્‍યું હોઇ તે સતત બે વર્ષથી ફરાર હતો. તેને રાજકોટથી પકડી ટંકારા પોલીસને સોંપવા કાર્યવાહી કરાઇ હતી. આ શખ્‍સે ૨,૨૭,૬૦૦ વળતર પેટે ચુકવવાના હોઇ તે નહિ ચુકવતા એક વર્ષની સાદી સજા કોર્ટએ ફરમાવી હતી. ત્‍યારથી તે ફરાર હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. સામતભાઇ ગઢવી, રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડડે આ કામગીરી કરી હતી.

(2:35 PM IST)