<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સાતમ-આઠમના દહાડા, રાજકોટમાં અજવાળાઃ શનિવારે દર્શનીય ધર્મયાત્રા

નામ હૈ તેરા તારણહારા, અબ તેરા દર્શન હોગા, જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા... ગુરૂકુલ દ્વારા આકર્ષક મુખ્‍ય રથ : અન્‍ય અવનવા ફલોટસ : મહોત્‍સવની માહિતી આપતા સંતો અને મહોત્‍સવ સમિતિના અગ્રણીઓ

વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અંગે માહિતિ આપવા આજે સ્‍વામિનારાયણ ગુરૂકુલ ખાતે પત્રકાર પરિષદ યોજાયેલ. જેને શ્રી પ્રભુચરણ સ્‍વામી, શ્રી જ્ઞાનજીવનદાસ સ્‍વામી, શ્રી શ્રુતિપ્રકાશદાસ સ્‍વામી તથા મહોત્‍સવ સમિતિના અગ્રણીઓ નરેન્‍દ્રભાઇ દવે, રાજદીપસિંહ જાડેજા, ગૌતમભાઇ ધમસાણીયા, પરેશ રૂપારેલીયા વગેરેએ સંબોધન કરેલ. આ પ્રસંગે માવજીભાઇ ડોડીયા, શાંતુભાઇ રૂપારેલીયા, વસંતભાઇ લીંબાસિયા, ચમનભાઇ સિંધવ, નિતેષ કથીરીયા, ડો.હિરેન વિસાણી, અરૂણ નિર્મળ, રાજુ ઝુંઝા, કૌશિક સરધારા, વિક્રમસિંહ પરમાર, વિનય કારીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૩)

રાજકોટ, તા., ૧૪ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૯ વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૪૦ મી શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. પત્રકાર પરિષદમાં માહિતી આપતા પરેશભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા એ જણાવ્‍યું કે, આ વર્ષ વિશ્વ હિન્‍દુ પરિષદની સ્‍થાપના ના ૬૧ મુ વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય ત્‍યારે, કળષ્‍ણના ભક્‍તોમાં એક અનેરો ઉત્‍સાહ અને ઉમંગ વ્‍યાપી રહ્યો છે. છેલ્લા એકાદ મહિનાથી રાજકોટની વિવિધ સમિતિના સભ્‍યો હોદ્દેદારો કાર્યકરોની ફોજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્‍યાતીત ભવ્‍ય બનાવવા માટે રાત દિવસ કાર્ય કરીને લતા સુશોભનો કરી રહ્યા છે. તા. ૧૬ ને શનિવારે રોજ ભગવાન શ્રીકળષ્‍ણના પ્રાગટય દિન જન્‍માષ્ટમી પ્રસંગે સવારે ૭.૩૦  કલાકે મવડી ચોકડી ખાતે એક ભવ્‍ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આજે પત્રકાર પરીષદમાં સંતો અને મહોત્‍સવ સમીતીના અગ્રણીઓએ વિસ્‍તૃત માહીતી આપી હતી. આ ધર્મસભામાં ધર્માંધ્‍યક્ષ તરીકે સ્‍વામિનારાયણ ગુરુકુળના સ્‍વામી શ્રી બાલકળષ્‍ણદાસજી બિરાજશે. ધર્મસભાના મુખ્‍ય વક્‍તા તરીકે વિશ્વ હિન્‍દુ પરિષદના કર્ણાવતી ક્ષેત્રના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કરશે જેઓ વિશ્વ હિન્‍દુ પરિષદ ગુજરાત ક્ષેત્રમાં હાલ મંત્રી તરીકે કાર્યરત છે જેઓ સતત સંગઠનના કામ માટે પ્રવાસ કરતા રહે છે અને જેમનું નિવાસસ્‍થાન કર્ણાવતી ખાતે છે. તેમજ માર્ગદર્શક મંડળના માવજીભાઈ ડોડીયા, નરેન્‍દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, નિતેષભાઈ કથીરીયા, વનરાજભાઈ ગરૈયા, અશોકભાઈ મકવાણા તથા જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ  રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), ધર્મયાત્રા અધ્‍યક્ષ ગૌતમભાઈ ધમસાણીયા, કાર્યકારી અધ્‍યક્ષ  તીર્થરાજસિંહ ગોહીલ,  ઉપાધ્‍યક્ષ ફુલભાઈ નડિયાપરા, ઘનશ્‍યામભાઈ મકવાણા, અશ્વિનભાઈ ગોસાઈ, હર્ષિતભાઈ કાવર, મનોજભાઈ ડોડીયા, અલ્‍પેશભાઈ પલાણ, સુરેશભાઈ વસોયા, મહેશભાઈ ડોડીયા, ડો. હિરેનભાઈ વિસાણી, કલ્‍પેશભાઈ પલાણ, ઇશ્વરભાઇ શર્મા, કૌશિકભાઈ સરધારા તેમજ સહમંત્રી વિનુભાઈ ટીલાવત, સુશીલભાઈ પાંભર, રવીન્‍દ્રભાઈ બડગુજજર, દીપકભાઈ ગમઢા, વિનયભાઈ કારીયા ઉપરાંત સંકલન સમિતિના સર્વશ્રી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, એડવોકેટ મનીષભાઈ ગોસાઈ, અશ્વિનભાઈ મોલિયા, વીરેન્‍દ્રસિંહ ઝાલા, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, ચમનભાઈ સિંધવ, રાજુભાઇ પીલ્લાઇ, કુલદીપ બારોટ, વિપુલ ગજ્જર ,જયેશભાઈ ઉપાધ્‍યાય, કળણાલભાઈ વ્‍યાસ, રાહુલભાઈ જાની ,મનીષભાઈ વડેરીયા, ભાવેશભાઈ લાઠીયા, સુરેશભાઈ પાટીલ, આલાપભાઇ બારાઇ  સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. ઉપરાંત આ ધર્મસભાને જાહેર જનતા માટે ખુબજ પ્રેરણાદાયી બનાવવા માટે બધા કાર્યકર્તાઓ યોજનાપુર્વક દરેક કામ ને સફલ બનાવિ રહ્યા છે તેમ સ્‍ટેજ વ્‍યવસ્‍થા સમિતિના  રાજુભાઇ જુંજા જણાવે છે.

 ધર્મ સભામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો સભાને સંબોધશે

મહંત શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી ( ગુરૂકુલ - રાજકોટ) , પરમાત્‍માનંદજી - આર્ષ વિદ્યામંદિર (મુંજકા), રાધારમણ સ્‍વામી કોઠારી - સ્‍વામિનારાયણ મંદિર (ભુપેન્‍દ્ર રોડ), કોઠારી સ્‍વામી - BAPS સ્‍વામી મંદિર, અપૂર્વમુની સ્‍વામી - BAPS સ્‍વામિનારાયણ મંદિર, ત્‍યાગ વલ્લભ સ્‍વામી - યોગી ધામ,  ધર્મવત્‍સલ સ્‍વામી SGVP - રીબડા, વિવેક સાગર સ્‍વામી - બાલાજી હનુમાન, ભક્‍તિપ્રસાદ સ્‍વામી - ખીરસરા ગુરૂકુલ, ગૌકરણદાસજી - ચિત્રકુટધામ રામજીમંદિર, શ્રી રામલખનદાસજી - કામનાથ મંદિર, ત્‍યાગી મનમોહનદાસજી - જગન્નાથ મંદિર (નાનામોવા), ભગવાનદાસજી - રામ ઝરૂખા મંદિર (કોઠારીયા નાકા), રાઘવદાસજી - દાધા હનુમાન, શ્રી નરસિંહદાસજી - કોટવાલજી, યતી શ્રી બ્રહ્મદેવજી મહારાજ - ગુરૂદ્‌ત ગીરનારી આશ્રમ (કુવાડવા), બાલંભરાદેવીજી - ગુરૂદ્‌ત ગીરનારી આશ્રમ (કુવાડવા), સંત રાજેન્‍દ્રદાસજી સાહેબ - કબીર આશ્રમ, ૧૦૦૮ મહામંડલેશ્રર રાઘવદાસજી - રામલક્ષ્મણ આશ્રમ,  નિસ્‍વાદસ્‍વામી - SMVS માધાપર, ગૌ.૧૦૮ શ્રી અક્ષયકુમાર મહોદય - શ્રી કળષ્‍ણાશ્રય હવેલી, ગો.૧૦૮ શ્રી અભિષેમકુમાર મહોદય - શ્રી વલ્લભાશ્રય હવેલી, ગૌ.૧૦૮ શ્રી વ્રજેશકુમાર મહોદય - શ્રી લક્ષ્મીવાડી હવેલી, ગૌ.૧૦૮ શ્રી પુરૂષોતમ લાલજી મહારાજ - શ્રી રસકુંજ હવેલી, નરસિંહદાસજી સાહેબ - કબીર મંદિર (ખત્રીવાડ)વગેરેને આમંત્રીત કરવામાં આવલ છે.

વૈષ્‍ણવસેવાદાસ પ્રભુ - ઇસ્‍કોન મંદિર (કાલાવાડ રોડ) આ ધર્મ સભામાં રાજકોટ અને સૌરાષ્‍ટ્રભરમાંથી પધારેલા સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્‍થિત રહેશે અને વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત કળષ્‍ણ ભક્‍તોને આશીર્વચન પાઠવશે. સંત સમ્‍પર્ક સમિતિ ના જગદિશભાઇ અગ્રાવત, ભાવેશભાઇ લાઠીયા, ચમનભાઇ સિંધવ, કૌશિકભાઇ સરધારા તમામ સંતો મહંતો સાથે સંકલન મા રહીને બધાની ઉપસ્‍થીતિ સુનિસ્‍ચિત કરી રહ્યા છે. આ ઉપરાંત આ ધર્મસભામાં રાજકીય સામાજિક અગ્રણીઓ, જ્‍યેષ્ઠી-શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્‍થિત રહી પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોદન કરશે. ત્‍યારબાદ આ શોભાયાત્રાનું વૈદિક મંત્રોચ્‍ચાર સાથે પૂજન અર્ચન કરી ભારતીય સંસ્‍કળતિ અને શોર્યનો કેસરિયો ધ્‍વજ ફરકાવી શોભાયાત્રાનું પ્રસ્‍થાન કરાવશે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

 શ્રીકળષ્‍ણની મુખ્‍ય

પ્રતિમાના દિવ્‍ય દર્શન

રાજકોટના મવડી ચોકડીથી વિધિવત્‌ પ્રારંભ થનાર આ ભવ્‍ય શોભાયાત્રા, પોતાના પરંપરાગત ૨૨ કિમીના માર્ગ ઉપરથી શહેરના મુખ્‍ય માર્ગો પર વિહાર કરશે અને સમાપન બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે થશે. આ શોભાયાત્રામાં સંસ્‍થાઓ ધાર્મિક સંસ્‍થાઓ મહિલા મંડળો ધૂન મંડળો દ્વારા ટ્રક, ટ્રેક્‍ટર, છોટા હાથી તથા થ્રી-વ્‍હીલર વાહનોમાં કળષ્‍ણ તેમજ વિવિધ કળતિઓ સુશોભિત વિવિધ થીમ આધારિત ફલોટ્‍સ બનાવીને જોડાશે ત્‍યારે આ શોભાયાત્રા નું સુંદર અને અદભુત દૃશ્‍યાવલોકન થશે. સાથે જ, સુવર્ણ અવસર રૂપે ભગવાન શ્રીકળષ્‍ણની મુખ્‍ય પ્રતિમાના દિવ્‍ય દર્શનનો પાવન લાભ પણ ભક્‍તોને પ્રાપ્ત થશે.

ફલોટ્‍સમાં કળષ્‍ણ ભગવાન તથા વિવિધ ઝાંખીના દર્શન

રાજકોટના મવડી ચોકડી ખાતેથી શરૂ થનારી શોભાયાત્રા તેના પરંપરાગત ૨૨ કી.મી.ના રૂટ ઉપર રાજકોટના મુખ્‍ય માર્ગો પર ફરીને આ શોભાયાત્રા બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં ટ્રક ,ટ્રેક્‍ટર, થ્રી વ્‍હીલરમા  વિવિધ ફલોટ્‍સ તથા ભગવાન શ્રીકળષ્‍ણની મુખ્‍ય પ્રતિમાના દર્શનનો ભક્‍તોને લાભ મળશે. તેમજ આ જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રામાં સુશોભિત અશ્વસ્‍વારો તાલસૂરની ઢબે મનોહર નળત્‍ય પ્રસ્‍તુત કરી ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દેશે.

લતા શુષોભન મંડળો

જય રોકડીયા મિત્ર મંડળ, બંસિધર યુવા ગ્રુપ, ત્રીમુર્થી બાલાજી મંદિર, શ્રી બાલક્રુષ્‍ણ ગ્રુપ, મધવ યુવા ગ્રુપ, ચક્રધારી યુવા મંડળ, નકલંક યુવા ગ્રુપ, રામ યુવા ગ્રુપ, સનાતન યુવા ગ્રુપ, કનૈયા ગ્રુપ, શ્રી ક્રુષ્‍ણ સોસીયલ ગ્રુપ, લોકમાન્‍ય તિળક ટાઉનશીપ ગ્રુપ, શ્રી જાગ્રુત હનુમાન મિત્ર મંડળ, શ્રી ક્રુષ્‍ણ મિત્ર મંડળ , શ્રી મોરલી વાળા મિત્ર મંડળ, માલધારી યુવા ગ્રુપ, રાધેક્રિષ્‍ણા મિત્ર મંડળ, કનૈયા સોસિયલ ગ્રુપ, રઘુવિર યુવા ગ્રુપ, જય મચ્‍છોમા યુવા ગ્રુપ, શક્‍તી યુવા ગ્રુપ, એકતા મિત્ર મંડળ, રઘુ નાગરાજ યુવા ગ્રુપ, અયોધ્‍યા ચોક મિત્ર મંડળ, સમસ્‍ત વેલનાથપરા સેવા સમિતિ, જય દ્વારકાધિસ ગ્રુપ, દ્વારકેશ યુવા ગ્રુપ, રાધેશ્‍યામ યુવા ગ્રુપ, ગોકુલધામ હૌસિંગ ઓવનર એસો., રાણિમા રુડીમા યુવક મંડળ, જય ઠાકર યુવા ગ્રુપ, શ્રી ગોકુળ મિત્ર મંડળ (બળદેવ ગ્રુપ), આઇ શ્રી ખોડીયાર ગરબી મંડળ, એકતા હનુમાન મંદિર મિત્ર મંડળ વગેરે જેવા અનેક મંડળોના કાર્યકર્તાઓ રઘુભાઈ બોળિયા, કિશન ભાઈ બોળિયા, હર્દિક મિર, ભગિરથસિંહ જાડેજા, પ્રતિકભાઇ કાપડીયા, દાદુભાઇ હુમ્‍બળ, નિમિશભાઇ રામાનંદી, વિજયભાઇ ભરવાડ, જિગ્નેશભાઇ તારપરા, વિરલભાઇ કારેડા, રાજદીપભાઇ જાદવ, રશ્‍મિનભાઇ કાચા, મનિશભાઇ ઝારિયા, લાલાભાઇ ગોસાઇ , કીશોરભાઇ કાકડીયા, અશ્વિનભાઇ બોરસે, રઘુભાઇ ચાવડા, રવિભાઇ જોગરાણા, મેહુલભાઇ સોહલા, મેહુલભાઇ સભાડ, રાજુભાઇ મેહતા, અલ્‍પેશભાઇ મોરાડીયા, રમેશભાઇ સારેડા, જગાભાઇ મિર, પ્રણવભાઇ પારેખ, અજયભાઇ માલા, હિતેશભાઇ મકવાણા, જયભાઇ ગોયાણી, જયદિપભાઇ,  ભાવેશભાઈ બોળિયા, રૂદ્ર બોળિયા, મિલનભાઈ બોળિયા, રમેશભાઈ આહીર, ગોવિંદભાઈ આહીર, વિપુલભાઈ મિષાી, ભુપતભાઈ મુંધવા, કિશનભાઈ પટેલ,  પ્રવિણભાઈ દેવમુરારી, મુકુંદ રવાની, શિવા રાજપૂત, શ્‍યામભાઈ બાવ, મયંક મીર, કેવલ રાજપૂત મળીને રાજકોટ નગરીને ગોકુળીયુ ગામ બનાવવા માટેના તમામ પ્રયત્‍નો કરી રહ્યા છે.  

 શોભાયાત્રાને અભેદ્ય સુરક્ષા કવચ

આગામી જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રાને સુચારુ અને શાંતિપૂર્ણ બનાવવા માટે અભેદ્ય સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. બજરંગ દળના નિડર સ્‍વયંસેવકો, દુર્ગાવાહિનીની શૂરવીર બહેનો તથા પોલીસ કમિશનરના સુદૃઢ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરની જામ્‍બાજ પોલીસ દળ સમગ્ર પરંપરાગત રૂટ પર ચાંપતી નજર રાખશે. તેના માટે સુરક્ષા સમિતિના ધનરાજ રાઘાણી, કિશનભાઇ સેલાર, હર્ષભાઇ મુથ્રેજા, અલ્‍પેશભાઇ મોરાણીયા, દિનેશભાઇ ચારણીયા, શિવ પંડ્‍યા, લલિતભાઇ ગોહેલ, મહેંદ્રભાઇ મકવાણા ઉપરાંત દિપકભાઇ ગમઢા, રમેશભાઇ લિમ્‍બાસિયા, વિમલભાઇ લિમ્‍બાસિયા, હેનિલભાઇ પરમાર, સંદીપભાઇ આસોદરિયા, અનંતભાઇ નેનુજી ઉપરાંત અનેક કાર્યકર્તાઓ તન, મન અને ધનથી પોતાનુ યોગદાન આપી રહ્યા છે. જન્‍માષ્ટમીની આ ભવ્‍ય શોભાયાત્રા રાજકોટના ઐતિહાસિક રાજમાર્ગો પરથી પસાર થશે, જેમાં અનેક આકર્ષક ઝાંખીઓ, રથો, ભક્‍તિમય ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રહેશે. સમગ્ર શહેરમાં કળષ્‍ણભક્‍તિનું પાવન વાતાવરણ છવાઈ જશે.

વિશ્વ હિંદુ પરિષદ, રાજકોટ તરફથી સૌ ભાવિકોને વિનમ્ર અનુરોધ

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ તરફથી ધર્મપ્રેમી જનતા, મિત્રો, સમાજ સેવી સંસ્‍થાઓ, વિવિધ મંડળો, તમામ જ્ઞાતિ સમાજ,  તેમજ સર્વ હિંદુપ્રેમી જનતાને સહ પરિવાર મોટી સંખ્‍યામાં આ જન્‍માષ્ટમીની શોભાયાત્રામા જોડાવા અને કનૈયાના અનેક સ્‍વરુપોના દર્શન ઝાખીનો લહાવો લેવા પરિવાર સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. તેમ વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત  જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના મહામંત્રી પરેશભાઇ રુપારેલીયા તથા કાર્યાલય મંત્રી દિલિપભાઇ દવે, ધનરાજ રાઘાણી, રાજુભાઇ ઉમરાણીયાએ જણાવ્‍યું છે. 

(3:30 PM IST)