<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ઢેબર કોલોની ક્‍વાર્ટરમાં હૃદય ધબકારા ચુકી જતાં ૩૮ વર્ષના રાહુલભાઇનું મોત

બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ચોૈહાણ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૪: હૃદય રોગનો હુમલો વધુ એક યુવાન માટે જીવલેણ નીવડયો છે. ઢેબર કોલોની ક્‍વાર્ટર નં. ૧૭૮માં રહેતાં રાહુલભાઇ કાળુભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૮) નામના યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ  મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રાહુલભાઇ કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે. સંતાનમાં બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. યુવાન દિકરાના મૃત્‍યુથી ચોૈહાણ પરિવારની તહેવારની ખુશી શોકમાં પલ્‍ટાઇ ગઇ હતી.

(3:30 PM IST)