<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રાજકોટના લોકમેળામાં અમને તમામ તંત્ર તરફથી પૂરતો સહકાર મળ્‍યોઃ રાઇડ એસો.

રાઇડ એસો.ના ઝાકીર બ્‍લોચે કલેકટર-પોલીસ તંત્ર-આર એન્‍ડ બી તમામનો આભાર માન્‍યો

રાજકોટ તા. ૧૪: રાજકોટના લોકમેળાનો આજે સાંજે દબદબાભેર પ્રારંભ થઇ રહ્યો છે, રાઇડનો જે વિવાદ હતો તેમાં સરકારે રજૂઆતો બાદ નિયમોમાં હળવાશ કરતા તથા સ્‍થાનિક તંત્રે તમામ સહકારની ખાત્રી આપતા મેળામાં ૩૬   મોટી    રાઇડો ઉભી થઇ શકી છે.

દરમિયાન રાઇડ એસો.ના આગેવાન અને દેશભરમાં અવનવી રાઇડ, મોતના કૂવા માટે જાણીતા ઝાકીર બ્‍લોચે એક નિવેદનમાં ઉમેર્યું છે કે અમે કલેકટર તંત્રનો, પોલીસ તંત્ર, કોર્પોરેશન, આર એન્‍ડ બી વિભાગનો રાઇડ ઉભી કરવામાં, ટેસ્‍ટીંગ, સોઇલ રીપોર્ટ, ફિટનેશ સર્ટિફિકેટ સંદર્ભે સહકારી બદલ આભાર વ્‍યકત કરીએ છીએ, રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પ્રજા કલેકટર તંત્ર આયોજીત આ લોકમેળો આ પાંચ દિવસ શાંતિથી માણે, આનંદ કરે, પર્વ ઉજવે તેવી શુભેચ્‍છા અને અપીલ છે, ખાસ કરીને કલેકટરશ્રીએ ટિકીટના દરમાં છૂટા પૈસાની માથાકૂટ સંદર્ભે પ રૂપિયાનો વધારો કરી આપ્‍યો તે બદલ તમામ રાઇડ માલીકો કલેકટરશ્રીનો આભાર માને છે.   ૦૦૦

૧૫ ઓગષ્‍ટ પહેલા કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ

આ ઓપરેશન દરમ્‍યાન ભારે માત્રામાં શસ્‍ત્રો-દારૂગોળો જપ્‍ત કર્યા : સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર, તા.૧૪: સ્‍વતંત્રતા દિવસ પહેલા, સુરક્ષા દળોએ જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવારા જિલ્લામાં મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્‍મીરના હંદવારા ક્ષેત્રના વજહામા વિસ્‍તારમાં લશ્‍કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓ (ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સ) ની ધરપકડ કરી છે. આ કામગીરી દરમિયાન મોટી માત્રામાં શષાો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્‍યો છે.

સુરક્ષા દળોને બાતમી મળી હતી કે હંદવાડાના વજહામામાં આતંકવાદી પ્રવળત્તિઓને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેના આધારે, ભારતીય સેના અને જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે સંયુક્‍ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં, ત્રણ શંકાસ્‍પદોની અટકાયત કરવામાં આવી હતી, જેમની ઓળખ લશ્‍કર-એ-તૈયબા માટે કામ કરતા સહયોગીઓ તરીકે થઈ હતી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે, અને તેમની પાસેથી મળી આવેલા હથિયારોમાં પિસ્‍તોલ, હેન્‍ડ ગ્રેનેડ અને અન્‍ય વાંધાજનક સામગ્રીનો સમાવેશ થાય છે. સ્‍વતંત્રતા દિવસની આસપાસ આતંકવાદીઓના કોઈપણ મોટા કાવતરાને નિષ્‍ફળ બનાવવા માટે આ કાર્યવાહીને એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ અને સેનાએ આ કાર્યવાહીને વિસ્‍તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની તેમની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે વર્ણવી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આતંકવાદી નેટવર્કને નબળું પાડવા અને સ્‍થાનિક લોકોની સલામતી સુનિશ્‍ચિત કરવા માટે આવા ઓપરેશન સતત ચાલુ રહેશે.

(3:31 PM IST)