News of Thursday, 14th August 2025
રાષ્ટ્રભકિત અને કૃષ્ણભકિતનો અવસરઃ પ્રવિણાબેનની શુભેચ્છા

રાજકોટ, તા.૧૪: જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને પદાધિકારીઓએ રાજકોટ જીલ્લાના સર્વે ગ્રામજનોને તા.૧૫ મી ઓગસ્ટ, ૭૯માં સ્વાતંત્ર્ય દિવસ અને જન્માષ્ટમી ના પવિત્ર અને પાવન પર્વ ની શુભેચ્છા પાઠવી છે.
આપણી તાકાત આપણી એકતા છે, આપણી પ્રાણશક્તિ રાષ્ટ્ર પ્રથમ - સદૈવ પ્રથમની ભાવના છે. આ સમય છે સહભાગી સપનાઓ જોવાનો, આ સમય છે સહભાગી સંકલ્પ લેવાનો, આ સમય છે સહભાગી પ્રયાસો કરવાનો અને આ જ સમય છે કે આપણે વિજયની દિશામાં આગળ ચાલી નીકળીએ.
સૌરાષ્ટ્રમાં તો શ્રી જશોદાના જાયાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શહેરના રાજમાર્ગોથી લઈને ગામડાની ગલીઓમાં ધ્વજા-પતાકા અને રોશની અને આકર્ષક ફલોટથી ગોકુળીયો માહોલ રચાય છે. અને ગામેગામ શોભાયાત્રા અને ઠેર-ઠેર મટકીફોડ સહીતના અનેકાનેક ભકિતસભર કાર્યક્રમો યોજાય છે. અને માનવ મહેરામણ હિલોળે ચડે છે. ત્યારે શ્રીકળષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જઈએ એમ જન્માષ્ટમીના પાવન પર્વની શુભેચ્છા આપતા પ્રવિણાબેન રંગાણી તથા જિલ્લા પંચાયતનાં તમામ હોદેદારોએ જણાવ્યું હતુ
(3:56 PM IST)










