News of Thursday, 14th August 2025
નના મુના રાહી હું...આંગણવાડીઓના ભુલકાઓ દેશભકિતના રંગેરંગાયા
હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી

રાજકોટઃ મહાનગરપાલિકાની આંગણવાડીઓમા ‘‘હર ઘર તિરંગા'' અભિયાનની ઉજવણી બાળકો તેમજ વાલીઓ સાથે રહીને કરવામાં આવેલ. ‘‘હર ઘર તિરંગા'' યાત્રા અંતર્ગત આંગણવાડીઓમાં સ્લોગનો અને સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ તેમજ બાળકો દ્વારા ભારત માતા, નેતાઓ, સૈનિકો, પોલીસ તેમજ અલગ અલગ વેશભુષા દ્વારા ઉજવણી કરવામા આવેલ. મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા (IAS), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની(IAS), આઈ.સી.ડી.એસ. વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ‘‘હર ઘર તિરંગા'' અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી
(3:53 PM IST)










