<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

૪૯ વર્ષ પુર્વે વિજયભાઇએ રચેલ કાવ્‍ય રચાના

 

મા ભારતનું સંતાન

જેના દિલમાં દેશની દાઝ નથી

નિજ દેશ વિશે અભિમાન નથી

જેને ભારત ભૂ વિશે માન નથી

એ ભારત માનું સંતાન નથી

એને ભારત ભૂ માં સ્‍થાન નથી...

 

હર મંદિર પર્વત પૂજ્‍ય નથી

હર સરિતા જ્‍યાં મા-તુલ્‍ય નથી

જેને દેશની ધૂળ પવિત્ર નથી

એ ભારત માનું સંતાન નથી..એને..

 

પંજાબ સિંધ કે બંગ ગુર્જરી

સહોદર નો જ્‍યાં ભાવ નથી

ગંગા-યમુના સિંધુની સીંચી

ભરત ભૂમિનું ભાન નથી

એ ભારત માનું સંતાન નથી..એને..

 

દેશ હિતના યજ્ઞ મહીં આ,

દેહ હવનના કાષ્‍ટ બને,

છો જીવન ભર રીબાવું પડે,

જ્‍યાં ફરજે જ્ઞાન ઉમેદ નથી

એ ભારત માનું સંતાન નથી...

એને ભારત ભૂ-માં સ્‍થાન નથી...

 

રચનાઃ

વિજય રૂપાણી

(પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત)

(3:44 PM IST)