<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

એંસી ફુટ રોડ વિસ્‍તારમાં રહેતી ધોરણ-૧૦ની છાત્રા ગૂમઃ બી-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો

સવારે પાંચ વાગ્‍યે માતા જાગી ત્‍યારે દિકરી સુતી હતી, માતા ન્‍હાઇને આવી ત્‍યાં દિકરી ગાયબઃ પડોશમાં રહેતો ગોધરાનો શખ્‍સ પણ ગૂમ

રાજકોટઃ શહેરમાં વધુ એક સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ૮૦ ફુટ રોડ વિસ્‍તારમાં રહેતી મુળ ઓરીસ્‍સાની મહિલાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો છે. તેની ૧૫ વર્ષની દિકરીનું કોઇ અપહરણ કરી જતાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેણી પરિવાર સાથે પાંચેક વર્ષથી રાજકોટ રહે છે અને તેને સંતાનમાં બે દિકરા તથા એક દિકરી છે જે ૧૫ વર્ષની છે. તેણીએ ફરિયાદમાં કહ્યું છે કે મારી દિકરી ધોરણ-૧૦માં અભ્‍યાસ કરે છે. ૧૧/૮ના રોજ દિકરીને સવારે સ્‍કૂલે જવું હોઇ જેથી હું વહેલી પાંચ વાગ્‍યે જાગી હતી. ત્‍યારે કિદરી સુતી હતી, હું ઝુપડા પાસે સાદુ બાથરૂમ બનાવ્‍યું હોઇ ત્‍યાં નહાવા ગઇ હતી. ન્‍હાઇને આવી ત્‍યાં પથારીમાં દિકરી નહોતી. મને થયું કે તે શોૈચાલય માટે ગઇ હશે. પરંતુ મોડે સુધી પાછી ન આવતાં મારા માતા, દિકરો સુતા હોઇ તેને જગાડીને દિકરી ગાયબ હોવાનું કહી અમે આસપાસમાં તપાસ કરી હતી. પરતુ દિકરી ક્‍યાંય મળી નહોતી. અમે અત્‍યાર સુધી સગા સંબંધીને ત્‍યાં દિકરી અંગે તપાસ કરી હતી. પણ દિકરી મળી નહોતી.

બાદમાં ખબર પડી હતી કે નજીકના ઝૂપડામાં દાહોદ ગોધરાના જુવાનસિંગ અને તેના પત્‍નિ શાંતાબેન સહિતના રહે છે. આ દંપતિનો ૧૮ વર્ષનો દિકરો દિલીપ  ગાયબ હોઇ તે અંગે તપાસ કરતાં તે કામે ગયાનું કહ્યુ઼ હતું. અમારી કિદરી આજ સુધી મળી ન હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં મહિલાએ કહેતાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી પીઆઇ એસ. એસ. રાણ ેની રાહબરીમાં તપાસ હાથ ધરી હતી.

(12:31 PM IST)