<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

રાજકોટની સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍ઝર યુવતિ પાસે મિત્ર નિલેષ મેવાડાએ ૩ લાખ લીધા પછી પાછા ન દીધાઃ ઘરે બોલાવી નિલેષના માતા, પિતા, પત્‍નિ અને ભાઇએ બેફામ માર મારી અપમાનીત કરીઃ બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટઃ સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍ઝર યુવતિએ રાજકોટના એક યુવાન સાથે કોમન ફ્રેન્‍ડ મારફત મિત્રતા કર્યા બાદ બંને સાથે મકાન ભાડે રાખી રહેતાં હોઇ એ દરમિયાન આ યુવાનને યુવતિએ ૩ લાખ રૂપિયા આપ્‍યા હતાં. પરંતુ બાદમાં બંને અલગ થઇ ગયા હોઇ યુવતિએ રૂપિયા પાછા માંગતા યુવાને ન આપતાં તેના ભાઇને જાણ કરતાં તેણે ઘરે આવી રૂપિયા લઇ જવાનું કહેતાં યુવતિ લાલપરી પાછળ મંછાનગરમાં તેના ઘરે રૂપિયા લેવા જતાં યુવાનના માતા, પિતા, પત્‍નિ, ભાઇ સહિતે માર મારી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં યુવાન, તેના માતા-પિતા સહિતના વિરૂધ્‍ધ પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે એક યુવતિની ફરિયાદ પરથી યાર્ડ પાછળ લાલપરી તળાવ પાસે મછાનગરમાં રહેતાં નિલેષ ભીખાભાઇ મેવાડા, ભીખાભાઇ મેવાડા, હકુબા ભીખાભાઇ મેવાડા, પાયલ નિલેષ મેવાડા અને હિતેષ મેવાડા વિરૂધ્‍ધ એટ્રોસીટી મારમારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.

યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સોશિયલ મિડીયા વર્ક કરુ છું. મુળ વતન રાજકોટ નથી. હાલ મારે મારા માતા-પિતા સાથે કોઇ સંબંધ નથી. બે વર્ષ પહેલાા હું રાજકોટમાં ડાન્‍સીંગ એકેડેમીમાં નોકરી કરતી ત્‍યારે નિલેષ મેવાડા સાથે મારા કોમન મિત્ર દ્વારા પરિચય થયો હતો. એ પછી હું અને નિલેષ રાજીખુશીથી મોૈખીક કરાર કરી મિત્રતા બાંધીને રીલેશનમાં હતાં. ત્‍યારે અમે મોરબી રોડ પર મકાન ભાડે રાખ્‍યું હતું. તે વખતે નિલેષ મારી પાસે વાપરવાના રૂપિયા માંગતો હતો. હું ન આપુ તો મારકુટ કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતો હતો. એક વાર માથાકુટ કરતાં માણસો ભેગા થઇ ગયા હતાં. ત્‍યારે મકાન માલિકે મને છોડાવી હતી. આવુ થતું હોઇ આજથી દોઢેક વર્ષ પહેલા અમે છુટા પડી ગયા હતાં. આમ છતાં તે ફોન કરી પૈસા માંગતો હતો.

કંટાળીને મેં પૈસાની હા કહેતાં મારુ એકાઉન્‍ટ તાલાલાની બેંકમાં હોઇ ત્‍યાં નિલેષ અને તેનો ભાઇ રાહુલ અને હું પૈસા ઉપાડવા ગયા હતાં. મેં ૩ લાખ ઉપાડીને તેને આપ્‍યા હતાં. પછી સંબંધ પુરા થઇ જતાં મારે અલગ રહેવુ હોઇ નિલેષ પાસે મારા આ રૂપિયા પાછા માંગતા તે આપતો નહોતો. જેથી નિલેષના મોટા બાપુના દિકરા વિરમને વાત કરતાં તેણે મને અમદાવાદ બોલાવી  હતી. નિલેષ પણ ત્‍યાં હતો. ઇસ્‍કોન ચોકમાં અમે ચાની દુકાને ભેગા થતાં વિરમે સમાધાન કરાવેલ. નિલેષ પણ રૂપિયા પાછા આપવા રાજી થયો હતો. વકિલ મારફત કાગળો કરાવ્‍યા હતાં. બે મુદ્દતમાં નિલેષ મને દોઢ-દોઢ લાખ કરીને આ રકમ પાછી આપવાનો હતો.

પરંતુ મુદ્દત પુરી થઇ ગયા પછી પણ નિલેષ રૂપિયા આપતો ન હોઇ ઉઘરાણી કરતાં અને વિરમને ફોન કરતાં બાદમાં નિલેષના સગા ભાઇ હિતેષનો ફોન આવેલો અને ઘરે આવી રૂપિયા લઇ જવાનું કહેતાં હું તેના ઘરે જતાં નિલેષના પિતા ભીખાભાઇ, નિલેષના માતા હકુબેન, નિલેષની પત્‍નિ પાયલ સહિતના હોઇ મને ઘરમાં બોલાવી મારકુટ કરી હતી. હું શેરીમાં આવી જતાં મને જ્ઞાતિ પ્રત્‍યે જેમ તેમ બોલી ગાળો ઇ માર માર્યો હતો. આ દરમિયાન હિતેષ બહારથી આવેલો અને તેણે પણ મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી માર માર્યો હતો. સમાધાનની વાત ચાલુ હતી. પરંતુ સમાધાન ન થતાં ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:31 PM IST)