<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

રાજકોટના પ્રસિદ્ધ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું :રેસકોર્સ રિંગ રોડ પર ચારે તરફ ભારે ભીડ જુઓ વિડીયો

પ્રથમ દિવસે જ 2,70 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી : આજે શુક્રવારની રજા પર મેળાની મજા માણવા શહેરીજનો ઉમટ્યા

રાજકોટમાં સાતમ આઠમના મેળાની રંગેચંગે શરૂઆત થઈ ગઈ છે. મેળાની શરૂઆત પહેલા જ લોકો પહોંચ્યા હતાં.મેળાના પ્રથમ દિવસે 2.70 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આજે સવાર સુધીમાં 80 હજાર લોકો મેળામાં આવ્યા હતાં. બપોર બાદ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા છે, રેસકોર્સ રિંગ રોડ ફરતે ભારે ભીડ જોવા મળે છે, 

   ગઈકાલે રાંધણ છઠના દિવસે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ  પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પહેલા દિવસે લોકમેળામાં મનોરંજન માટે એક પણ રાઇડ કે ચકરડીને NOC ન મળતા લોકો નિરાશ થયા હતા. પરંતુ આજે બપોર બાદ લોકમેળામાં ચકરડી અને ફજેત શરૂ થઈ જતા લોકો ખુશખુશાલ થયા હતાં.

  રાજકોટમાં  શૌર્યના સિંદૂર લોકમેળામાં પહેલા દિવસથી જ ભીડ ઉમટી હતી.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ અને આઠમ બે દિવસ મેળામાં જ મહાલવા અને મનોરંજન માણવા માટે ચકરડીમાં બેસીને મેળો માણવાની પરંપરા રહી છે. આ વખતે યાંત્રિક રાઈડને સાતમના બપોર સુધી મંજૂરી ન મળતા બાળકો અને યુવાઓ નારાજ થઈ ગયા હતા. મેળો કરવા આવેલા યુવાઓએ કહ્યું કે મેળાની મજા ચકરડી વગર અધૂરી છે. પરંતુ આજે બપોર બાદ લોકમેળામાં ચકરડી અને ફજેત શરૂ થઈ જતા લોકો ખુશખુશાલ થયા હતાં. હજુ મોતના કૂવા સહિતના મનોરંજનને મંજૂરી નથી મળી.

(9:12 PM IST)