News of Friday, 15th August 2025
આનંદો : સર્વેશ્વર ચોક ખાતેનો યાજ્ઞિક રોડ અને હોમી દસ્તુર માર્ગ પાસેનું નાલુ આવતીકાલથી શરૂ કરાશે
શહેરીજનો યાજ્ઞિક રોડ અને હોમી દસ્તુર નાલામાંથી અવરજવર કરી શકશે

રાજકોટ : હાલ તહેવારની સિઝન ચાલુ હોય, શહેરમાં લોકોને પરિવહન સરળ બને તેવા હેતુથી આવતીકાલ તા.૧૬/૦૮/૨૦૨૫ને શનિવારના રોજથી સર્વેશ્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ ખુલ્લો કરવામાં આવશે.
ઉપરાંત હોમી દસ્તુર માર્ગ પાસે રેલવે લાઈનની નીચે બનાવવામાં આવેલ નાલુ લોકોની અવરજવર માટે ખુલ્લું મુકવામાં આવશે.
આમ, શહેરીજનો યાજ્ઞિક રોડ અને હોમી દસ્તુર નાલામાંથી અવરજવર કરી શકશે.
(9:58 PM IST)










