News of Saturday, 16th August 2025
લોકમેળામાં પરિવારથી ભુલા પડેલા બે ભાઇઓને મહિલા પોલીસની શી ટીમે તેમના ઘર સુધી પહોંચાડયાઃ બાળકોનું ધ્યાન રાખવા વાલીઓને સમજ અપાઇ

રાજકોટઃ રેસકોર્ષ ખાતે યોજાયેલા શોૈર્યના સિંદુર મેળા ખાતે ફરવા આવેલો પરિવારના બે બાળકો માતા-પિતા-પરિવારજનો સાથેથી વિખુટા પડી જતાં મહિલા પોલીસ સ્ટેશનના શી ટીમના ઇન્ચાર્જ કોકીલાબેન સોલંકી સહિતે દસ વર્ષ અને આઠ વર્ષના બોકળો કે જેના નામ પ્રિયાંશ અને જીયશ હોઇ બંને પાસેથી માહિતી મેળવી બંનેને સાંત્વના આપી ઘરના સરનામા પુછતાં સરનામુ જણાવ્યું હતું. આથી બંનેને લઇને શી ટીમ તેના રહેણાંક ખાતે પહોંચી હતી અને માતા-પિતાની ખરાઇ કર્યા બાદ બાળકોને તેમને સોંપવામાં આવ્યા હતાં. આ બંને બાળકો સગા ભાઇઓ હતો. ગૂમ થયાની જાણ કરવા તેમના વાલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હોઇ પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી પણ ફોન આવ્યો હતો. બાળકોને તેમના વાલીને સોંપી બીજીવાર વાલીઓને પણ બાળકોનું ધ્યાન રાખવા સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર. એસ. બારીયા અને પીઆઇ એમ. એચ. ભાટીની સુચના અંતર્ગત શી ટીમે આ કામગીરી કરી હતી.
(10:49 AM IST)










