તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 16th August 2025
આંબેડકરનગરમાં પિન્ટુની રિક્ષાનો ભૂપતે ઢીકો મારી કાચ ફોડયોઃ માથે જતાં ખૂનની ધમકીઃ તાલુકા પોલીસે કરી ધરપકડ

રાજકોટઃ કાલાવડ રોડ જડ્ડુસ ફૂડ ફિલ્ડ નજીક આંબેડકરનગર-૩માં રહેતાં રિક્ષાચાલક પિન્ટુ કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૪)ને તે ઘર નજીક હતો. ત્યારે ભૂપત પીઠાભાઇ કટારીયાએ ઝઘડો કરી ઢીકા મારી પિન્ટુની રિક્ષા જીજે૦૩સીટી-૮૬૨૭નો કાચ તોડી નાંખી રૂા. ૫૦૦૦નું નુકસાન કરી માથે જતાં ગાળો દઇ ઢીકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી.સી. જોષી, કિરીટભાઇ રામાવતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પિન્ટુ સોલંકીએ જણાવ્યું હતું કે કારણ વગર જ ભૂપતે આવુ કરી કાચ ફોડી નાંખી માથે જતાં મને મારકુટ કરી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. સી. જોષી, કિરીટભાઇ રામાવતએ ગુનો નોંધી ભૂપતને સકંજામાં લીધો હતો.
(1:04 PM IST)










