<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટથી લક્ષ્મીનગર નાલા તરફના રસ્‍તે બનાવઃ બાઇકચાલકે અકસ્‍માત સર્જી માથે જતાં ટંકારાના આનંદભાઇ અને તેના બહેન સાથે ઝપાઝપી કરી ચેઇન-મંગલસુત્ર તોડી નાંખ્‍યાઃ માતા કલ્‍પનાબેન ખભામાં ફ્રેકચરઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

 રાજકોટઃ મોરબીના ટંકારામાં લક્ષ્મીનારાયણ  મંદિર પાસે રહેતાં કન્‍સ્‍ટ્રક્‍શનના ધંધાર્થી આનંદભાઇ રાજેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) નામના યુવાન સાતમની સાંજે પોતાના હોન્‍ડા જીજે૦૩સીક્‍યુ-૦૧૯૪માં માતા  કલ્‍પનાબેન રાઠોડને બેસાડીને ભક્‍તિનગર સ્‍ટેશનથી લક્ષ્મીનગરના નાલા તરફ જતાં હતાં ત્‍યારે જીજે૦૩એલસી-૪૭૫૨ નંબરના બાઇકના ચાલકે આનંદભાઇના બાઇક સાથે અકસ્‍માત સર્જતા તે અને તેના માતા કલ્‍પનાબેન રોડ પર ફેંકાઇ ગયા હતાં.

બંબાટ ઝડપે વાહન હંકારી પાછળથી અકસ્‍માત સર્જી પછાડી દેતાં આનંદભાઇના માતાને ખભામાં ગંભીર ઇજા થઇ હતી. આથી ૧૦૮ બોલાવી તેમને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. જ્‍યાં તેમના ખભામાં ફ્રેકચર હોવાનું ડોક્‍ટરે નિદાન કર્યુ હતું. બીજી તરફ ઘટના સ્‍થળે આનંદભાઇના બહેન ઋત્‍વીબેન પાછળ બીાજ ટુવ્‍હીલર પર આવતાં હોઇ તેમણે અકસ્‍માત સર્જનારા વાહનચાલકને રોકતાં તેણે ઋત્‍વીબેન સાથે ચાલકે ઝપાઝપી ગાળાગાળી કરી હતી. આનંદભાઇ વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરી ધાકધમકી આપી હતી. ઝપાઝપી કરતાં ઋત્‍વીબેનના ગળામાંથી ચેઇન-મંગલસુત્ર ખેંચીને તોડી નાંખ્‍યા હતાં. આથી ઋત્‍વીબેને ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. એ-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્‍સ. નરેશભાઇ શિયાળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:04 PM IST)