<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

બેડીનાકા ટાવર બંધ શેરીમાં ઘરમાં જૂગાર રમતાં ૮ને એ-ડિવીઝન પોલીસે, મોરબી રોડ જકાતનાકા પાસે જાહેરમાં બેઠેલા બે મહિલા સહિત ૯ને બી-ડિવીઝન પોલીસે જૂગાર રમતાં પકડયા

રાજકોટઃ બેડીનાકા ટાવર ખેતશી કાળાની બંધ શેરીમાં આવેલા છેલ્લા મકાનમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી મકાન માલિક સહિત ૮ને જૂગાર રમતાં ઝડપી લીધા હતાં. બીજા દરોડામાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે સાહિલ પાન સામેની શેરીમાં ૨૫ વારીયામાં જાહેરમાં જૂગાર રમતાં મહિલાઓ સહિત ૯ને પકડી લીધા હતાં.

એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળતાં બેડીનાકા ટાવર પાસે ખેતશી કાળાની છશેરીમાં રહેતાં લાલકમલ કનૈયાલાલ પાત્રો નામના બંગાળી શખ્‍સના ઘરમાં દરોડો પાડી તેને તથા રામનાથપરાના વસીમ દયારમહમદ મંડલ, ઘાંચવાડના નિઝામુદ્દીન હૈદરઅલી શેખ, રામનાથપરાના અબ્‍દુલ કોૈશરઅલી કાદરી,  ઓબીરોઉદીન અલારખા શેખ, સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયાના અનવરઅલી આહદ શેખ, બેડીનાકા ટાવર પાસેના સુજાન કાલીપદ સાતરા તથા હાથીખાના-૭ના નીઝરૂલ આહદઅલી શેખને પકડી ગંજીપાના અને રોકડા રૂા. ૧૧૨૫૦ કબ્‍જે કર્યા હતાં. ઝડપાયેલા બધા ચાંદીકામ, સોનીકામ, ઇમિટેશનના કારીગરો છે. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. રાણા, ધર્મેશભાઇ ખાંડેખા, બી. વી. ગોહિલ, સાગરભાઇ માવદીયા સહિતે આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા સાહિલ પાન સામેની શેરી ૨૫ વારીયામાં શેરી નં. ૬ના છેડે જાહેરમાં જૂગાર રમી રહેલા આ વિસ્‍તારના મનિષ કેશુભાઇ કારેણા, પ્રતિક હસમુખભાઇ મોકસણા, રંગીલા પાર્કના પ્રેમજી રણછોડભાઇ ડેડાણીયા, લાલપરીના સંજય જગદીશભાઇ ફીચડીયા, મોરબી રોડના જયેશ રમેશભાઇ સનુરા, મંછાનગરના મહેન્‍દ્ર નિલેષભાઇ સિતાપરા, રમેશ વજુનભાઇ સનુરા, તિરૂપતી સોસાયટીના જીજ્ઞાબેન મનસુખગીરી મેઘનાથી અને મધુબેન હસમુખભાઇ મોકાસણાને પકડી લઇ રૂા. ૧૩૭૮૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એન. પી. ચાવડા, વિશ્વજીતસિંહ ઝાલા સહિતે દરોડો પાડયો હતો.

(2:01 PM IST)