તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 16th August 2025
રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારીઃ થોડીવાર વાતાવરણ તંગ બન્યું
ગોંડલ રોડ ખાતે બની ઘટનાઃ ચાર લોકો નશાની હાલતમાં હોવાનો આરોપઃ પોલીસે સ્થિતિ સંભાળી વધુ તપાસ હાથ ધરી

રાજકોટઃ ગુજરાતમાં જન્માષ્ટમીના ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
છે કે વિશ્વ હિન્દુ પરિષદ 39 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 40મી શોભાયાત્રા યોજાઈ હતી. આ વર્ષે 22 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય રથમાં ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું આયોજન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું, તેમ છતાં આ ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(9:20 PM IST)










