<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

આજીડેમ ચોકડી હરસિધ્‍ધી પાર્કમાં કાંતિભાઇ રાણીવાડીયાનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ આઠમના દિવસે જ પગલુ ભર્યુઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટઃ આજીડેમ ચોકડી પાસે ભાવનગર રોડ પર હરસિધ્‍ધી પાર્ક-૩માં રહેતાં કાંતિભાઇ બાબુભાઇ રાણીવાડીયા (ઉ.વ.૪૦) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી રમેશભાઇ મેવાડાએ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં કરતાં ઇન્‍ચાર્જ પીએસઆઇ ગોસ્‍વામીએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ કે. જે. કુેરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કાંતિભાઇ છુટક મજૂરી કરતાં હતાં સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. આઠમના તહેવારના દિવસે જ સ્‍વજન ગુમાવતાં રાણીવાડીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(12:46 PM IST)