તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 19th August 2025
લોકમેળો સંપન્ન : લાખો લોકોએ માણ્યો : કરોડોનું ટર્નઓવર
પાંચ દિવસનો મેળો રંગેરંગે પૂર્ણ : લોકોએ રંગત માણીઃ વરસાદે વિરામ લેતા લોકો-વેપારીઓને જલ્સો પડી ગયો : મેળો હેમખેમ પુરો થતા તંત્રએ હાશકારો લીધો : મોતના કુવા,ખાણીપીણીને બાદ કરતાં બધા કમાયા : આજથી શહેરની ગાડી પાટે

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ કલેકટર તંત્ર આયોજીત જન્માષ્ટમીના અનુલક્ષીને રેસકોર્ષ ખાતેના શોર્યના સિંદૂર ભવ્ય લોકમેળાનું ગતરાત્રે ભવ્યાતિભવ્ય લોકમેળાનું દબદબાભેર સમાપન થયું છે, મેળો રંગેચંગે -હેમખેમ પૂર્ણ થતા રાજકોટ કલેકટર તંત્ર, પોલીસ તંત્ર સહિત તમામે હાશકારો લીધો છે, સામાન્ય નહિ વરસાદને બાદ કરતા પાંચ દિવસમાં મેઘરાજાએ મનમુકીને નહિ વરસતા પાંચ દિવસમાં અંદાજે ૧પ લાખ લોકોએ મેળો માણ્યો હતો, મોજના ધબાકા વચ્ચે દિવસે ગ્રામ્ય અને રાત્રે રાજકોટની રંગીલી પ્રજા ઉમટી પડી હતી, આઠમના દિવસે તો ૩ાા લાખ લોકોએ મેળો માણી રેકોર્ડ સર્જી દીધો હતો.
આ વખતે મેળામાં ફરવા-સહેલ કરવા ભરપુર જગ્યા રખાઇ હતી, પરીણામે લોકો કોઇ તકલીક પડી ન હતી, મોટી જમ્બો ૩૬માંથી ૪ રાઇડ જેને પોલીસે મંજુરી નહિ આપતા લાખોનું નુકશાન થયું હતું., આ તમા રાઇડ મોતના કુવા અંગેની હતી. તો ખાણીપીણીમાં પાંચેય દિવસ મેળામાં ફરવા આવનાર લોકોએ બહુ રસ નહિ દાખવતા સ્ટોલ ધારકોને કહેવા મુજબ મોટુ નુકશાન ગયું છે.
બાકી પાંચ દિવસમાં તમામ સ્ટોલ, હેન્ડીક્રાફટના સ્ટોલ, રમકડા, માની-મોટી ચકરડી તથા અન્ય સ્ટોલમાં ધૂમ ધરાકી જામતા આ તમામ લાખો રૂપિયા કમાયા હતા, લોકો મેળામાં માત્ર પાંચ દિવસમાં કરોડોનું ટર્નઓવર થયાનું અંદાજાઇ રહ્યું છે. પાંચ દિવસમાં કોઇ ભારેખમ વરસાદ નહિ પડતા સ્ટોલ ધારકો-લોકો-અબાલ વૃધ્ધ તમામને ભારે જલ્સો પડી ગયો હતો, પાંચ દિવસમાં તંત્ર દ્વારા ગોઠવાયેલા કાર્યક્રમ નિહાળવા મેદની ઉમટી પડી હતી.
દરમ્યાન આજે સવારે ૧૧ વાગ્યાથી લોકમેળાના મેદાનમાં અને બહાર સસ્તા ભાવે રમકડા, ગૃહ ઉપયોગીની ચીજો ખરીદવા લોકો ઉમટી પડતા ભારે ભીડ જામી હતી, પોલીસ દોડી ગઇ હતી અને મેદાન ખાલી કરાવાયું હતું.
આ વખતે ક્રાઉડ ઉપર નજર રાખવા અંગે પ્રથમ વખત એ આઇનો ઉપયોગ કરાયો અને તે સફળ રહ્યો હતો, આઠમના દિવસે એટલી ભીડ હતી કે એક કલાક દરવાજા બંધ કરવા પડયા હતા, બાળકો ખોવાઇ જવાના અનેક બનાવો બન્યા હતા, પોલીસને દોડધામ થઇ રહી તી, પાંચ દિવસમાં કોર્પોરેશન ટન મોઢે કચરો ઉપાડયો હતો. પોલીસનો કાબિલે દાદ બંદોબસ્ત રહ્યો હતો.
(11:33 AM IST)










