<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

૨૨ થી ૨૬ ઓગસ્‍ટ દરમિયાન રાજકોટના શ્રી બાલાજી હનુમાનજી મંદિરમાં ભવ્‍ય નૂતન મંદિર ઉધ્‍ધાટન મહોત્‍સવ અને હનુમાન ચરિત્ર કથાનું આયોજન

(દર્શન મકવાણા દ્વારા) રાજકોટ, તા. ૧૯ : અહીંના જગ પ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે તા. ૨૨ થી ૨૬ ઓગસ્‍ટ, ૨૦૨૫ દરમિયાન ભવ્‍ય નૂતન મંદિર ઉદ્ધાટન મહોત્‍સવ અને શ્રી હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (સારંગપુરવાળા) ના વક્‍તાપદે યોજાનારી આ કથામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, જેમાં પોથીયાત્રા, યજ્ઞ, અન્નકુટ, અને સુંદરકાંડ પાઠનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ૧૦૦૮ પૂજ્‍યશ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના વડા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ સહિત સંતો-મહંતો હાજર રહેશે.

ભક્‍તોના કષ્ટ હરનાર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના બાળ સ્‍વરૂપ સમા રાજકોટના સુવિખ્‍યાત શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પાંચ દિવસીય ભવ્‍ય નૂતન મંદિર ઉદ્ધાટન મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મહોત્‍સવ તા. ૨૨ ઓગસ્‍ટ, શુક્રવારથી ૨૬ ઓગસ્‍ટ, મંગળવાર સુધી ચાલશે.

શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર (બોરડીવાળું), ભૂપેન્‍દ્ર રોડ, રાજકોટ ખાતે બિરાજમાન શ્રી ઘનશ્‍યામ મહારાજના શતાબ્‍દી વર્ષે, આસ્‍થા અને ભક્‍તિના પ્રતીક સમા આ મંદિરનું નવનિર્માણ થયું છે. દોઢ સદી પહેલા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના સંત સ.દ.શ્રી બાલમુકુંદદાસજી સ્‍વામીએ આ મંદિરમાં શ્રી બાલાજી હનુમાનજી મહારાજની સ્‍થાપના કરી હતી, જેની પ્રતિષ્ઠા અ.મુ.સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્‍વામીના વરદ હસ્‍તે થઈ હતી. શ્રી બાલાજી દાદાના પ્રતાપને કારણે ભક્‍તોની સંખ્‍યા સતત વધી રહી છે. આજે લાખો શ્રદ્ધાળુઓ અહીં નિયમિત દર્શનાર્થે આવે છે.

આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના પરિશ્રમથી નવ્‍ય-ભવ્‍ય કલાત્‍મક મંદિર તૈયાર થયું છે. સાથોસાથ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત શાષાી શ્રી રાધા રમણદાસજી સ્‍વામિનારાયણ માર્ગદર્શન હેઠળ શ્રી હનુમાન ચરિત્ર ની કથા નો આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રસંગે વક્‍તાપદે શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા) વ્‍યાસપીઠ ઉપર બિરાજશે.

કાર્યક્રમની રૂપરેખા

તા. ૨૨ ઓગસ્‍ટ (શુક્રવાર):  સાંજે ૪ કલાકે ભવ્‍ય પોથીયાત્રા (શ્રી સ્‍વામિનારાયણ મંદિરથી બાલાજી મંદિર), ત્‍યારબાદ મહોત્‍સવ, નૂતન મંદિર અને સભાગળહનું ઉદ્ધાટન, અને રાત્રે ૮:૪૫ કલાકે કથા પ્રારંભ.

તા. ૨૩ ઓગસ્‍ટ (શનિવાર): સવારે ૮ કલાકે છપ્‍પનભોગ અને અન્નકુટ દર્શન, ત્‍યારબાદ સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે ૧૦૮ કુંડી મહામારુતિ યજ્ઞ.

તા. ૨૪ ઓગસ્‍ટ (રવિવાર): સવારે ૮ થી ૧૧ કલાકે શ્રી ઘનશ્‍યામ મહારાજનું પૂજન.

તા. ૨૫ ઓગસ્‍ટ (સોમવાર): સવારે ૮ થી ૧૧ કલાકે શ્રી બાલાજી હનુમાનજી દાદાનું રાજોપચાર પૂજન અને સાંજે ૪ થી ૬:૩૦ કલાકે શ્રી ધવલકુમારજીના કંઠે સુંદરકાંડના પાઠ.

તા. ૨૬ ઓગસ્‍ટ (મંગળવાર): સાંજે ૬ કલાકે મહારાજશ્રીનું આગમન, ઁરાજદુર્ગે રંગરેલ પુસ્‍તકનું વિમોચન અને સાંજે ૬:૩૦ કલાકે કથા પૂર્ણાહુતિ.

કથા શ્રવણનો સમય દરરોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યાનો રહેશે અને કથા બાદ અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સમગ્ર મહોત્‍સવનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ, સ્‍વામિનારાયણ યુટયુબ ચેનલ અને સાળંગપુર યુટયુબ ચેનલ પર જોઈ શકાશે.

આ દિવ્‍ય કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને ધર્મલાભ લેવા માટે મંદિરના કોઠારી મુનિવત્‍સલદાસજી સ્‍વામી દ્વારા સમસ્‍ત રાજકોટવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(11:43 AM IST)