<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા શનિવારે પાવરફુલ કોમેડી શો ‘એન્‍જોયગ્રાફી'

ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી અને તરુણ કાટબામણાની ત્રિપુટી તરખાટ મચાવશે : કાર્યક્રમ નિઃશુલ્‍ક, પણ રજીસ્‍ટ્રેશન કરાવવુ આવશ્‍યક

રાજકોટ તા. ૧૯ : લોકોનું જીવન દિવસેને દિવસે તણાવગ્રસ્‍ત થઇ રહ્યુ છે. ત્‍યારે હાર્ટ એટેક અને એન્‍જિયોગ્રાફી શબ્‍દ બહુ કોમન થઇ ગયા છે. આવા સમયે સાંઇરામ દવેના સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા ત્રણ હાસ્‍ય કલાકારોને લઇને એક સુંદર કાર્યક્રમ ‘એન્‍જોયગ્રાફી'નું આયોજન કરાયુ છે. આગામી તા. ૨૩ ના રાજકોટના પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે વિનામુલ્‍યે આયોજીત આ પ્રિમિયર શો માં રમૂજનો રાજા ગુણવંત ચુડાસમા, મિલન મસ્‍તાનાથી પ્રખ્‍યાત મિલન ત્રિવેદી અને વ્‍યવસાયે શિક્ષક એવા તરૂણ કાટબામણા કોમેડીનો પાવરફુલ ડોઝ આપશે. ઉલ્લેખનીય છે કે વલ્‍ગર કોમેડીની ભરમાર વચ્‍ચે પારિવારિક અને તંદુરસ્‍ત હાસ્‍યરસ સાથે આ નવતર પ્રયોગ થવા જઇ રહ્યો છે. આધી, વ્‍યાધી, ઉપાધિને અઢી કલાક માટે વિસરી જઇ ખુલ્લા મને હસવાની તક આપતા આ ‘એન્‍જોયગ્રાફી'ને મુકત મને સૌકોઇએ માણવા સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. કાર્યક્રમ નિઃશુલ્‍ક છે, પણ રજીસ્‍ટ્રેશન આવશ્‍યક છે. રજીસ્‍ટ્રેશન કરાવી ડીજિટલ પાસે મેળવી લેવાના રહેશે. આ માટે ત્ર્દ્દદ્દષ્ટતઃ//રૂરૂરૂ.ર્તીશર્શ્રીહૃળશશ્‍ંયઁફર્ુીદ્દશંઁ.ણૂંળ/ચ્‍ઁષંક્કશ્વિર્ંીષ્ટત્ર્ક્ક લીંગ ઉપર જઇને ડિજિટલ પાસ મેળવી શકાશે. તેમ સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશનના ચેરમેન અમિત દવેની યાદીમાં જણાવાયુ છે.

(1:25 PM IST)