તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
દિલ દીયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લીયે...
ફૂલછાબ ચોકમાં શ્રી ગુરૂનાનક મંદિરના સેવક મહંત મોહનલાલ ભકતાણીના હસ્તે ધ્વજ વંદનઃ મર્હુમ ગનીબાપુએ શાંતિ અને એખલાસનો ચીલો પાડેલો તે તેમના પરિવારજનોએ જાળવી રાખ્યો

રાજકોટઃ શહેરના મુસ્લીમ સમાજે રાષ્ટ્રના ખુશીના તહેવાર ૧૫મી ઓગષ્ટએ ફુલછાબા ચોકમાં સ્વાતંત્રય દિનની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી.
કોમી એક્તાના પ્રતિક રાષ્ટ્રપ્રેમી પૂર્વ કોર્પોરેટ મર્હુમ ગનીબાપુ કાળાભાઈ કટારીયાએ રાજકોટમાં ફુલછાબ ચોકમાં ધ્વજવંદનના કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પરંપરાને દર વર્ષે ચાલુ રાખવાનું તેમના પત્રો ગફારભાઈ ગનીબાપ કટારીયા, હબીબભાઈ ગનીબાપ કટારીયા, યુસુફભાઈ ગનીબાપુ કટારીયા, હનીફભાઈ ગનીબાપુ કટારીયા, સલીમભાઈ ગનીબાપુ કટારીયા, રફીકભાઈ ગનીબાપ કટારીયા એ બીડુ ઝડપ્ય છે અને આ પરંપરાને તેમના પરિવારે ધ્વજવંદન કરેલ હતું અને મર્હુમ ગનીબાપુ કટારીયાના પરિવારે વર્ષોની પરંપરાને અવિરત ચાલુ રાખેલ છે.ધ્વજવંદનશ્રી ગુરૂનાનક મંદિરના સેવક મહંતશ્રી મોહનલાલ ભક્તાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શરદભાઈ ઓઝા, નરેશભાઈ મકવાણા, મેહુલભાઈ રાજપોપટ, આનંદભાઈ વાગડીયા, જૈન અગ્રણી નરેશભાઈ મહેતા, પ્રવિણભાઈ આહિર, ડો. મુસ્તાકભાપુ કાદરી, હબીબભાઈ ગનીબાપુ કટારીયા, રજાકભાઈ મુલતાની, સલીમભાઈ પીલુડીયા, સતારભાઈ (એસ.કે. વેલ્ડીંગવાળા) સીમાભાઈ કારીયાણી, ગનીભાઈ કારીયાણી, યુસુફભાઈ કટારીયા, રજાકભાઈ ચાનીયા, ઈકબાલભાઈ જુનાગડી, અમીનભાઈ ખીરા, ઈબ્રાહીમભાઈ મેમણ, ઈકબાલભાઈ ઘડીયાવી, કાદરબાપુ બુખારી, ઈકબાલબાપુ બુખારી, આસીફભાઈ ખોખર, સોયબભાઈ સોદાગર, ઈકબાલભાઈ મકરાણી, સીદીકભાઈ ચૌહાણ, અબ્દુલભાઈ ચૌહાણ, વોરા સમાજના યુસુફભાઈ જોહરકાર્ડવાળા, મુતુઝાભાઈ વોરા, બહેનો માં દુરીયાબેન મુસાણી, શીરીનબેન ભારમલ, અરવાબેન કપાસી, મનીષાબા વાળા, દિપ્તિબેન સોલંકી, વાસ્મીબેન સોલંકી, ચાંદનીબેન રામાણી, અક્ષાબેન સુમરા, અલ્વીરાબેન કટારીયા, લીલાબેન ચાવડા, નસીમબેન કટારીયા, હલીમાબેન સુમરા, ઈરમબેન કટારીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, હાજી સોયભભાઈ સોદાગર, સતારભાઈ (એરા. કે. વેલ્ડીંગવાળા)ની સંયુકત યાદીમાં જણાવેલ છે.
(2:31 PM IST)










