<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ન્‍યુ બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા આજે સન્‍માન સમારોહ-ભજન સંધ્‍યાઃ કાલે ધ્‍વજા પ્રસ્‍થાન

 

રાજકોટઃ  ન્‍યુ બાબા રામદેવ મિત્ર મંડળ રાજકોટ આજે મંગળવારે  દ્વારા સન્‍માન સમારોહ  સાંજે ૭ કલાકે તથા ભજન સંધ્‍યાનું આયોજન સાંજે ૮ કલાકે શ્રી રણુજા મંદિર, કોઠારીયા રોડ, રાજકોટખાતે કરેલ છે.

જેમાં પૂજય શ્રી બજરંગદાસબાપુ  (ગુરુશ્રી રામદમાસબાપુ) ની ઉપસ્‍થિતીં રહેશે અને ભજન સંધ્‍યાના કલાકાર શ્રી બબલુસિંહ -બ્‍યાવર અને શ્રી સુરજભાઇ કુડકી હાજર રહેશે. અને બીજા દિવસે ધ્‍વજા પ્રસ્‍થાન તા. ર૦ બુધવાર, સવારે ૭ કલાકે શ્રી મેલડી માતાજી મંદિર, આશાપુરા નગર-૧, કોઠારીયા રોડ, રાજકોટથી પ્રસ્‍થાન થશે અને ૧૦કલાકે શ્રી રણુજા મંદિર, કોઠારીયા રોડ, રાજકોટ પહોંચશે, બાદમાં  મહાપ્રસાદ રાખેલ છે. ન્‍યુ બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા સમસ્‍ત રાજસ્‍થાની સમાજ સહિત સર્વધર્મ પ્રેમી જનતા ને જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.

(2:33 PM IST)