<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

લોકમેળામાં મોતના કુવા-વેન્‍જર સહિત ૮ રાઇડ સંચાલકોને મંજુરી નહિં મળતા લાખોનું નુકશાનઃ મફતની મજાના આક્ષેપો

મેળો રંગેચંગે પૂર્ણ થતા કલેકટરને હાશકારોઃ તમામ કર્મચારી-અધિકારીઓનો આભાર વ્‍યકત કર્યો

રાજકોટના લોકમેળામાં ગઇકાલે છેલ્લા દિવસે પણ રાા લાખ લોકો ઉમટી પડયા તે નજરે પડે છે.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)(૬.૧પ)

રાજકોટ, તા. ૧૯: કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આયોજિત જન્‍માષ્ટમીના લોકમેળાનું ગઈકાલે વિધિવત રીતે સમાપન થયું છે. પાંચ દિવસ દરમિયાન ૧૫ લાખથી વધુ રસિકોએ મેળાની રંગત માણી હતી.

લોકમેળામાં લોકોને મનોરંજન પૂરું પાડવા માટે ૩૫ જેટલા પ્‍લોટમાં અવનવી રાઈડસ રાખવામાં આવી હતી પરંતુ આ વખતે એસ ઓ પી ના કડક નિયમોના પગલે ૮ જેટલી રાઇડો ચાલુ થઈ શકી ન હતી તેમજ લોકમેળાના પ્રથમ દિવસે ૩૫ માંથી માત્ર ત્રણ રાઈડને જ યાંત્રિક વિભાગ કચેરી દ્વારા મંજૂરી અપાતા મેળો માણવા આવનાર રસિકોમાં ભારે નારાજગી પ્રવળત્તિ હતી.

રાજકોટ લોક મેળામાં સૌરાષ્‍ટ્રની પરંતુ ગુજરાત પરના ૧૫ લાખથી પણ વધુ મેળા રસીકોએ મુલાકાત લીધી હતી અને ૭૦ હજાર કરોડથી પણ વધુ રૂપિયા મેળામાં ખર્ચી નાખ્‍યા છે.

સંચાલકના સૂત્રોએ જણાવ્‍યા અનુસાર લોકમેળામાં ૮ જેટલી રાઇડ શરૂ કરવામાં આવી નથી જેમાં મોતના કુવા બે વેન્‍જર અને સુનામી સહિતની આઠ જેટલી રાઇડોને મંજૂરી નહિ અપતા તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી બાજુ રાઇડસ સંચાલકો ના સૂત્ર એ જણાવ્‍યું હતું કે આ વખતે પોલીસ વિભાગ તેમજ અન્‍ય વહીવટી વિભાગના અધિકારીઓના પરિવારોની મફતમાં મજા માણવાની સંખ્‍યા વધતા રાઇડ સંચાલકોમાં રોષ જોવા મળ્‍યો હતો અને ઘણી બધી નુકસાની નો સામનો પણ કરવો પડ્‍યો છે.

લોકમેળા સમિતિના અધ્‍યક્ષ અને કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મેળો પૂર્ણ થતા રાહત અનુભવી હતી અને તમામ વિભાગો તેમજ લોકમેળામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. અને જણાવ્‍યું હતું કે આવતા વર્ષે આથી પણ સુચારૂ રૂપે અને સારી રીતે લોકમેળો યોજાય તેવા પ્રયાસો લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવશે.(૬.૧પ)

 

(2:41 PM IST)