News of Tuesday, 19th August 2025
વિહિપ પ્રેરિત જન્માષ્ટમી ધર્મયાત્રા યાદગાર બની : ભકતો દ્વારા અંતરના ઉમળકાથી સ્વાગત

રાજકોટ, તા. ૧૯ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૯ વર્ષથી અવિરત યોજાતી ભવ્ય શોભાયાત્રામા આ વર્ષે ર્ંૅબંસીના વહેતા સ્વરોનો નાદ - વંદે માતરમ; સિંદૂરના બલિદાનનો પ્રતિસાદ - વંદે માતરર્મૅં આ પાવન સૂત્રના નાદ સાથે જન્માષ્ટમીના દિવસે રાજકોટમાં ભવ્યાતીત ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનો પ્રારંભ સવારે ૮ કલાકે મવડી ચોકડી ખાતે ધર્મ ધ્વજા અને મુખ્ય રથનું કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાષાોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ શોર્ય નો કેસરિયો ધ્વજ ફરકાવી ઉપસ્થિત સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ રૂપારેલીયા એ કરેલ.
સ્વાગત પ્રવચન વનરાજભાઈ ગરૈયા એ કર્યું હતું. તમામ ઉપસ્થિત મહેમાનો ને કેસરિયો ખેસ પહેરાવી ને સન્માન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની સંપૂર્ણ જવાબદારી રાજુભાઇ જુન્જા, મનીષભાઈ વડેરિયા એ સંભાળી હતી.
ધર્મસભામાં માર્ગદર્શક મંડળના માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, નિતેષભાઈ કથીરીયા, વનરાજભાઈ ગરૈયા, અશોકભાઈ મકવાણા તથા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ગૌતમભાઈ ધમસાણીયા, કાર્યકારી અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ નડિયાપરા, ઘનશ્યામભાઈ મકવાણા, અશ્વિનભાઈ ગોસાઈ, હર્ષિતભાઈ કાવર, મનોજભાઈ ડોડીયા, અલ્પેશભાઈ પલાણ સુરેશભાઈ વાઘેલા, મહેશભાઈ ડોડીયા, ડો. હિરેનભાઈ વિસાણી ,કલ્પેશભાઈ પલાણ, ઇશ્વરભાઇ શર્મા ,કૌશિકભાઈ સરધારા તેમજ સહમંત્રી વિનુભાઈ ટીલાવત, સુશીલભાઈ પાંભર, રવીન્દ્રભાઈ બડગુજજર, દીપકભાઈ ગમઢા, વિનયભાઈ કારીયા ઉપરાંત સંકલન સમિતિના સર્વશ્રી ચમનભાઈ સિંધવ, ડો.મનીષભાઈ ગોસાઈ, અશ્વિનભાઈ મોલિયા, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, રાજુભાઇ પીલ્લાઇ, કુલદીપ બારોટ, વિપુલ ગજ્જર, જયેશભાઈ ઉપાધ્યાય બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ,કળણાલભાઈ વ્યાસ, રાહુલભાઈ જાની, મનીષભાઈ, ભાવેશભાઈ લાઠીયા, સુરેશભાઈ પાટીલ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા
આ પ્રસંગે આ ધર્મસભામાં સ્વામીનારાયણ ગુરુકુળના પ. પૂ. મંગળ શ્રીસ્વરૂપ સ્વામી, પ.પૂ શ્રીરસિક વલ્લભ સ્વામી, પ.પૂ શ્રીધર્મવલ્લભ સ્વામી અને મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી કર્ણાવતી, અશ્વિનભાઈ પટેલ; (જેઓ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રમાં હાલ સંગઠન મંત્રી તરીકે કાર્યરત છે જેઓ સતત સંગઠનના કામ માટે પ્રવાસ કરતા રહે છે અને જેમનું નિવાસસ્થાન કર્ણાવતી ખાતે છે. ) તેમજ આ ધર્મ સભામાં રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરમાંથી પધારેલા સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહયા હતા. રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અનેક સામાજિક-રાજકીય આગેવાનો અને શહેરના અગ્રણીઓએ પ્રાસંગીક પ્રવચન કરી સભાને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વકતા વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના સંપર્ક પ્રમુખ અશ્વિનભાઇ પટેલ (કર્ણાવતી) એ પ્રાસંગિક પ્રવચન કયુ હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલએ રામ-કૃષ્ણ વિશે વાત કરી હતી.
આ તકે જન્માષ્ટમી મહોત્સવ ના અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા અને ધર્મયાત્રાના અધ્યક્ષ ગૌતમભાઈ ધમસણીયા એ શોભાયાત્રા વિશેની માહિતી આપી હતી.
રાજકોટના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મવડી ચોકડી થી પેડક રોડ સુધી લાખો લોકો કતારબંદ ઉભા રહીને સુશોભિત કરેલા ફ્લોટસમા કળષ્ણ કનૈયો, કાનુડો, માખણ ચોર, મુરલીધર વાળા ને રંગીન વષાોમાં શળંગાર, કોમળ હાથમાં બંસી અને ચહેરા પરનું મંદ હાસ્ય જોઈને ભક્તો ભાવવિભોર બની ગયા હતા. શોભાયાત્રામાં જોડાયેલા અશ્વસ્વારો, સુશોભિત ફ્લોટ્સ તેમજ શહેરના ધૂન મંડળોએ ભજન-કીર્તનની રમઝટ બોલાવી શહેરને ભક્તિમય બનાવી દીધું હતું.
શોભાયાત્રામાં કેસરિયા સાફા ધારણ કરેલા ૫૧ બાઇકસવાર યુવકનો કાફલો રાષ્ટ્રપ્રેમનો જુસ્સો વધારી ગયો. સમગ્ર યાત્રા દરમિયાન બજરંગ દળના સ્વયંસેવકો, દુર્ગાવાહિની બહેનો અને પોલીસ દળની સતર્ક સઘન સુરક્ષા વ્યવસ્થા રહી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ, જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તરફથી જણાવાયું કે આ હિન્દુ ધર્મમાં પરંપરા ભક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ છે અને આવનારા વર્ષોમાં સાથે ધાર્મિક શોભાયાત્રાઓ ચાલુ રહેશે.
વિ.હી.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના મહામંત્રી પરેશભાઈ રૂપારેલિયા એ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત તમામ કાર્યક્રમો ખાસ કરીને શોભાયાત્રા ને ભવ્યાતિભવ્ય સફળતા અપાવવા બદલ ગ્ખ્ભ્લ્ સ્વામીનારાયન મંદિર, ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર , તમામ દાતાશ્રીઓ, સહયોગીઓ, ટ્રાન્સપોર્ટ એસો. ના સહયોગીઓ, પોલીસ પ્રશાસન, તમામ પ્રિન્ટ મીડિયા, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા ચેનલો ના પ્રતિનિધિઓ, વિવિધ વાહનો ના ફલોટ લઈ , લતા સુશોભન થી જોડાનાર, શોભાયાત્રા માં સરબત,છાશ,પાણી, ફરાળ, ઠંડાપીણા ની સેવા આપનાર વિવિધ સંસ્થા, મંડળ ના કાર્યકરો,વિ.હી.પ., બજરંગદળ, દુર્ગાવાહીની, વિ.હી.પ. લીગલ સેલ, હીન્દુ જાગરણ મંચ ના હોદ્દેદારો, પ્રિન્ટ મીડિયા , ન્યૂઝ ચેનલ, ડીઝીટલ મીડિયા, સોશિયલ મીડિયા ના ઓનર અને પત્રકાર મિત્રો તથા નામી અનામી કાર્યકર્તાઓ સૌ નો જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વતી આભાર વ્યક્ત કર્યો છે.
(3:49 PM IST)










