News of Tuesday, 19th August 2025
પ્રધ્યુમન પાર્ક ઝુ મુલાકાતીઓથી ઉભરાયું: ૪ દિ'માં ૬૬ હજાર મુલાકાતીઓની મુલાકાત
રામવનમાં માત્ર પ૪૩૦ લોકોની મુલાકાતઃ તંત્ર વાહકો રસ દાખવે

રાજકોટઃ જનમાષ્ટમીની રજાઓમાં રંગીલા રાજકોટીયનો લોકમેળો તથા હરવા-ફરવાના સ્થળોએ ઉમટી પડયા હતા. શહેરના ભાગોળે આવેલ પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે પણ સાતમ, આઠમ, નોમ તથા દશમની ચાર દિવસની રજાઓમાં ૬૬ હજારથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. આ ચાર દિવસ દરમિયાન જનમેદની ઉમટી પડતા તંત્રને ૧૪ લાખથી વધુની આવક થઇ હતી. જયારે આજીડેમ વિસ્તારમાં આવેલ રામવનમાં ૪ દિવસમાં પ૪૩૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
(3:54 PM IST)










