<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

નંદનવન સોસાયટીના મકાનમાં અને કૈલાશ પાર્કમાં ફલેટમાં દરોડો : તીનપતી રમતા ૧પ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા તથા એસ.વી. ચુડાસમાની ટીમના બે દરોડા : રૂા. ૮૬ હજારની મતા કબ્‍જે

રાજકોટ, તા. ર૦ :  ભગવતીપરા નંદનવન સોસાયટીમાં મકાનમાં અને મવડીમાં કૈલાશપાર્કમાં ફલેટમાં જુગારધામ ચાલતુ હાોવની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા ૧પ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નંદનવન સોસાયટીમાં આવેલા એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ દિપકભાઇ ચૌહાણ અને જયરાજસિંહ કોટીલાને બાતમી મળતા નંદનવન સોસાયટી શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક ઇરફાન સુલેમાનભાઇ ટીંબલીયા તથા ભગવતીપરાના અજય લાલજીભાઇ પરમાર, ભગવતીપરા મીયાણાવાસના તૌસીફ મહેબુબભાઇ સૈયદ, અનીલ ધનજીભાઇ જીંજરીયા, ભગવતીપરા શેરી નં. રના સાજીદ ઓસમાણભાઇ લાખાણી, નંદનવન સોસાયટી શેરી નં. ૧ ના મનીષ કાનજીભાઇ કંબોચા, ભગવતીપરાના નાસરબીન અબેદભાઇ નાહિદી, મીયાણાવાસના અફઝલ યુસુફભાઇ મામટી અને ભગવતીપરા મેઇન રોડ પર રહેતો રામકુ ટીસાભાઇ કેશળીયાને પકડી લઇ રૂા. પ૩,૧૯૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા હેડ કોન્‍સ. દિપકભાઇ ચૌહાણ, જયરાજસિંહ કોટીલા તથા કોન્‍સ વિશાલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીના દરોડામાં મવડી રોડ પર કૈલાશ પાર્ક મેઇન રોડ પર આવેલા શ્રી પેલેસ એપાર્ટમેન્‍ટમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ કરણભાઇ કોઠીવાડ અને અરવિંદભાઇ ફતેપરાને બાતમી મળતા શ્રી પેલેસ એપાર્ટમેન્‍ટમાં ફલેટ નં. ૧૦૩ માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક રજની દામજીભાઇ પટેલ તથા નંદનવન મેઇન રોડ રાધેવીલા એપાર્ટમેન્‍ટના કીરીટ ભીખાભાઇ લુણાગરીયા, નંદનવન સોસાયટી શેરી નં.૩, ના પુષ્‍પરાજસિંહ મહાવીરસિંહ જાડેજા, પુનીતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટર શેરી નં. ૧૩ બ્‍લોક નં. ૯૯ ના જયરાજસિંહ લગધીરસિંહ રાણા, કોઠારીયા સોલવન્‍ટ પાસે શુભમ પાર્ક શેરી નં. ૩ ના વિશાલ રામભાઇ પરમાર અને પુનીતનગર પાસે સુખસાગર સોસાયટીના રવીરાજસિંહ અજીતસિંહ જાડેજાને પકડી લઇ રૂા. ૩૩,૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીએસઆઇ એસ.વી. ચુડાસમા, કોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, અરવિંદભાઇ ફતેપરા અને કોન્‍સ. સંજયભાઇ અલગોતર દ્વારા કરવામાં આવી હતી. (૯.૧૮)

(2:16 PM IST)