<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રીબડા પેટ્રોલ પંપ ફાયરીંગ પ્રકરણમાં મુખ્‍ય સુત્રધાર હાર્દિકસિંહના આજે રીમાન્‍ડ મંગાશે

શાર્પ શૂટરોને હથિયાર અને બાઇક કોણ આપી ગયુ? તે અંગે પૂછતાછ

રાજકોટ તા. ર૦ :.. રીબડામાં અનિરૂધ્‍ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવામાં પ્રકરણમાં મુખ્‍ય આરોપી હાર્દિકસિંહ જાડેજા રે. મુળ અડબાળનો સુરત જેલમાંથી ગોંડલ તાલુકા પોલીસે કબ્‍જો લઇ ધરપકડ કરી આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે.

મળતી વિગતો મુજબ રીબડામાં અનિરૂધ્‍ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને સ્‍ટેટ વિજીલન્‍સની ટીમે કેરળમાંથી  દબોચી લીધા બાદ સુરત પોલીસે તેનો લૂંટના ગુન્‍હામાં કબ્‍જો લીધો હતો. અને તપાસ પુર્ણ થતા જેલ હવાલે કરાતા ગોંડલ તાલુકાના પી.આઇ. અજીતસિંહ પરમાર તથા ટીમે સુરત જેલમાંથી હાર્દિકસિંહ જાડેજાનો કબ્‍જો લઇ મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ મથકે લાવી ધરપકડ કરી હતી.

આ ફાયરીંગ કેસમાં ફાયરીંગ કરનાર શાર્પશૂટરો અને તેને મદદગારી કરનાર ૪ શખ્‍સોને અગાઉ રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતાં. આ આરોપીઓની પુછતાછમાં તેમને હાર્દિકસિંહના ચાર માણસો હથિયાર અને બાઇક આપી ગયાનું ખુલ્‍યું હતું. આ ચાર શખ્‍સો કોણ હતા? તેમજ કયાં કારણની ફાયરીંગ કરાવ્‍યું હતું ? તે મુદ્‌ હાર્દિકસિંહ જાડેજાને આજે ૧૦ દિ'ના રીમાન્‍ડની માગણી સાથે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે. તેમ તપાસનીશ અધિકારી પી.આઇ. અજીતસિંહ પરમારે જણાવ્‍યું હતું.

(2:17 PM IST)