તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
એઇમ્સ રાજકોટના પ્રેસીડેન્ટ પદે પદ્મશ્રી ડો. જીવનસિંહ ટીટીયાલની નિમણુંક
ડો. ટીટીયાલની તબીબી શૈક્ષણીક-સંશોધન ક્ષેત્રે અનેક સિધ્ધીઓ

રાજકોટ, તા. ર૦: રાજકોટની એઇમ્સના પ્રેસીડન્ટ તરીકે પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલની નિમણુંક કરવામાં આવી છે. ડો. જીવનસિંહ ટીટીયાલને નેત્ર વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું. ડો. ટીટીયાલ વહીવટી અને તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.
એઇમ્સ રાજકોટના નવનિયુકત પ્રેસીડન્ટ પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલ ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મિક લોજિકલ સોસાયટી ના ચૂંટાયેલા પ્રમુખ, પ્રમુખ - ઈન્ડિયા સોસાયટી ઓફ કોર્નિયા એન્ડ કેરાટોરિફ્રેક્ટિવ સર્જન્સ, ભૂતપૂર્વ ચીફ ડો. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સ, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ, સાયન્સ, નવી દિલ્હી પ્રમુખ દિલ્હી ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી ૨૦૧૩-૨૦૧૪, અધ્યક્ષ, નેશનલ આઈ બેંક, આર પી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સ, એઈમ્સ- ૨૦૧૦-૨૦ર૧, સચિવ દિલ્હી ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી ૨૦૦૩-૨૦૦૫ નો બહોળો અનુભવ ધરાવે છે.
ડો. ટીટીયાલે અનેક પુરસ્કાર અને સન્માન મળ્યા છે જેમાં ૨૦૧૪માં ભારતના રાષ્ટ્રપતિ, નવી દિલ્હી દ્વારા દવા (નેત્રવિજ્ઞાન) ક્ષેત્રમાં ઉત્કળષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી એનાયત થયા. સિનિયર એચિવમેન્ટ એવોર્ડ (૨૦૧૬)- અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી, એચિવમેન્ટ એવોર્ડ (૨૦૦૯)- અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી, એશિયા-પેસિફિક એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી- વિશિષ્ટ સેવા એવોર્ડ - ૨૦૨૧, પી. શિવા રેડ્ડી ઇન્ટરનેશનલ એવોર્ડ (૨૦૨૧-૨૨)- ઓલ ઈન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી.
ડો. ટીટીયાલની શૈક્ષણિક અને સંશોધન સિધ્ધિઓ અનેક છે જેમાં અમેરિકન સોસાયટી ઓફ કેટરેક્ટ એન્ડ રીફ્રેક્ટિવ સર્જન્સ (ખ્લ્ઘ્ય્લ્) માં લાઇવ સર્જરી કરનાર પ્રથમ ભારતીય વાર્ષિક સભા પીઅર રિવ્યુ કરેલ ઇન્ડેક્સ્ડ જર્નલમાં ૫૦૦ પ્રકાશનો છે.પ્રો.ડો. જીવન સિંહ ટિટિયાલ૧૦૦૦ થી વધુ પ્રવચનો અને વ્યાખ્યાનો આપવામાં આવ્યા છે. પ્રો.ડો. જીવન સિંહ ટિટિયાલે અસંખ્ય વક્તવ્યો આપવામાં આવ્યા છે.
(2:23 PM IST)










