તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
આ વર્ષે બે શ્રાધ્ધ ઓછા, એક નોરતુ વધારે
આસમાની રંગની ચુંદડી રે, માની ચુંદડી લહેરાય, ચુંદડીમાં ચમકે ચાંદલા રે... તા. ૮ થી ૨૧ સપ્ટેમ્બર સુધી શ્રાધ્ધઃ સાતમનો ક્ષયઃ તા.૨૨ સપ્ટેમ્બરથી નવરાત્રિ

રાજકોટ, તા., ર૦: જન્માષ્ટમીના તહેવારો પુરા થતા હવે ગણેશોત્સવ અને શ્રાધ્ધ પર્વના પડઘમ સંભળાયા છે. દર વર્ષે નોરતા અને શ્રાધ્ધમાં વધઘટ રહેતી હોય છે. આ વખતે બે શ્રાધ્ધ ઘટે છે. અને એક નોરતુ વધે છે. શ્રાધ્ધ પક્ષમાં સાતમનો ક્ષય છે. પુનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આસો માસના સુદ પક્ષમાં ત્રીજની તિથી બે વખત હોવાથી માતાજીની ભકિત અને ગરબે રમવા માટે એક દિવસ વધુ મળશે. નવના બદલે દસ નોરતા ઉજવાશે.
શ્રાધ્ધ સંસ્કાર
કાયાની સમાપ્તિ પછી પણ જીવનયાત્રા રોકાતી નથી. આગળનો ક્રમ યોગ્ય દિશામાં ચાલતો જ રહે છે. તેને કારણે મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે. મરણોત્તર સંસ્કાર દ્વારા પોતાની આ ક્ષમતા મુજબ પિતળઓને સદગતિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે આ ક્રમને આગળ વધારવામાં આવ્યો છે. હિન્દુ સંસ્કળતિમાં જણાવાયું છે કે મળત્યુની સાથે કોઈ વ્યક્તિના જીવનની સમાપ્તિ થતી નથી, કારણ કે અનંત જીવનશળંખલાની એક કડી મળત્યુ પણ છે. આથી સંસ્કારોના ક્રમમાં જીવની આ સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિતળઓ જ્યારે એક જીવન પૂર્ણ કરીને બીજા જીવન માટે આગળ વધે છે ત્યારે એવી કામના કરવામાં આવે છે કે પિતળઓને મળનારું જીવન વધારે સુસંસ્કારવાન બને. આ નિમિત્તે કર્મકાંડ કરવામાં આવે છે. તેનો લાભ જીવાત્માને શ્રાધ્ધ કરનારની શ્રદ્ધાના માધ્યમથી મળે છે. શ્રાધ્ધ ક્રિયા સર્વ પિતૃઓના ઉધ્ધાર માટે કરવામાં આવે છે.
નવરાત્રિનો મહિમા
પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઉજવાય છે.
જેમ બંગાળમાં દુર્ગાપૂજાના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં અંબા બહુચરા-કાળકા જેવી મહાશક્તિશાળી દેવીઓની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદપૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે. આ વખતે દશેરા તા. ૨ ઓકટોબરે ગુરૂવારે છે.
નરેશભાઇ જોષી કહે છે
રતનપર (તાલુકો વઢવાણ) નિવાસી શાષાોકત બાબતોના નિષ્ણાંત જાણીતા કથાકાર શ્રી નરેશભાઇ એચ.જોષી (મો. ૯૮ર૪૪ પ૬૭ર૪)એ આ વખતના શ્રાધ્ધ અને નવરાત્રિનો સમયગાળો વર્ણવતા જણાવેલ કે તા. ૮ સપ્ટેમ્બરથી ર૧ સપ્ટેમ્બર ર૦રપ સુધી શ્રાધ્ધ છે. સાતમનો ક્ષય છે તેથી બે શ્રાધ્ધ ઘટે છે. પુનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી તે દિવસનું શ્રાધ્ધ એકમના દિવસે થશે. કુલ ૧૪ દિવસ શ્રાધ્ધ રહેશે. તા. ર સપ્ટેમ્બરથી તા.૧ ઓકટોબર સુધી નવરાત્રી છે. બે ત્રીજ હોવાથી એક નોરતુ વધે છે. નોરતામાં ઘટ સ્થાપન કરવાનું મંગલ મુહુર્ત તા. રર સપ્ટેમ્બર સોમવારે સવારે ૯.૧પ વાગ્યાનું છે.
રતનપર (સુરેન્દ્રનગર)ના શાસ્ત્રી નરેશભાઇ એચ. જોષીના મતે શ્રાધ્ધ વખતે સાતમનો ક્ષય : પૂનમનું શ્રાધ્ધ એકમના દિવસેઃ કુલ ૧૪ શ્રાધ્ધ નોરતામાં ઘટ સ્થાપનનું શુભ મૂહુર્ત તા.૨૨ સપ્ટેમ્બરે સવારે ૯.૨૧ મીનીટે : શકિતની ભકિતનો રૂડો અવસર
નરેશભાઇ એચ. જોષી
શાસ્ત્રોકત વિદ્વાન કથાકાર
(2:49 PM IST)










