તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
રાવળ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા-બાઇક રેલી

રાજકોટઃ સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રાવળ સમાજના પૂજ્ય સંત શ્રી રાતનદાસ બાપુની પુણ્યતિથિ નિમિતે ભવ્ય શોભાયાત્રા તથા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને શ્રી અજીતભાઈ ગણાત્રા તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રાજકોટ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, દંડક મનીષભાઈ રાડિયા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, જયશ્રીબેન ચાવડા, પ્રકાશભાઈ ચાવડા, વોર્ડ નં. ૭ના પ્રમુખ વિશાલભાઈ મંડાલીયા તથા રાજકોટ શહેર ભાજપ પરિવાર દ્વારા રેલીને ફલેગ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ શહેરના વિવિધ સમાજના આગેવાનો તેમજ અકિલા પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં કારડીયા રાજપૂત સમાજ- મહેશભાઈ રાજપૂત તેમજ જીગ્નેશભાઈ ડોડીયા, સોની સમાજ - જીગ્નેશભાઈ વાગડીયા, બડા બજરંગ મિત્ર મંડળ કલ્પેશભાઈભાઈ ગમારા, લોધા સમાજ - કેતનભાઈ જરિયા, કોળી સેના અજયભાઈ ડાભી, આહીર સમાજ - હેમંતભાઈ લોખીલ, ભૂદેવ સેવા સમિતિ તેજસભાઈ ત્રિવેદી અને મોનીશભાઈ જોશી તેમજ કશ્યપભાઈ ભટ્ટ, ભીલ સમાજ - દર્શનભાઈ ભીલ, રઘુવંશી યુવા સેના ધવલભાઈ કાચરોલીયા, ભરવાડ સમાજ - ભીખાભાઈ પડસારીયા, વાલ્મિકી સમાજ - મુકેશભાઈ પરમાર અને પીન્ટુભાઇ પુરબીયા, ચારણ ગઢવી સમાજ - પ્રવીણભાઈ ગોગીયા, મુસ્લિમ સમાજ- જનાબ હબીબભાઈ કટારીયા અને જનાબ ફારૂકભાઈ બાવાણી તેમજ શાહનવાઝભાઈ સિદ્દીક્કી, દલિત સમાજ - શ્રી ડી. બી. ખીમસુરિયાં સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પાવન પ્રસંગે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા (૯૭૨૬૦૦૦૦૪૪), મુખ્ય કારોબારી રાજુભાઈ બોરાણા, નરેશભાઈ મેર, સુનિલભાઈ પેથાણી, ધર્મેશભાઈ સોઢા, લક્ષ્મણભાઈ પરમાર, અંકિતભાઈ બોડા, અમુભાઈ સોઢા તથા ટ્રસ્ટના સભ્યો કમલેશભાઈ મછોયા, રાજેન્દ્રભાઈ સોઢા, દિવ્યેશભાઈ ભોજક, મેહુલભાઈ ગોહેલ, હિતેષભાઈ પેથાણી, અંકિતભાઈ ગોહેલ, કિશનભાઈ બોરાણા, મુન્નાભાઈ ભોજક, આનંદભાઈ ભોજક, સુનિલભાઈ બોરાણા, મનુભાઈ ગોહેલ, હરીશભાઈ જોગેલા, મનોજભાઈ મિયાત્રા, અભિષેકભાઈ રાઠોડ, આકાશભાઈ મકવાણા, હિતેનભાઈ કેસુર, રાહુલભાઈ કેસુર, અક્ષયભાઈ મછોયા, ભાવિનભાઈ પરમાર, રોહિતભાઈ મેર, લાલભાઈ ભોજક, મનીષભાઈ ગોહેલ, રાજભાઈ મિયાત્રા, તેજસભાઈ જાદવ, વિનુભાઈ ભોજક, અનિલભાઈ બોરાણા, અજયભાઈ બોરાણા, પ્રિતેશભાઈ બોરાણા, વિજયભાઈ મેર, રવિભાઈ મેર, ઉદયભાઈ મેર, ધાર્મિકભાઈ મેર, જોગીદાસ સરવૈયા, મનોજભાઈ મિયાત્રા, નિલેશભાઈ મિયાત્રા, જીતેન્દ્રભાઈ મિયાત્રા, મુકેશભાઈ બોડા, પ્રફુલભાઈ બોડા, જીતુભાઈ વાણીયા, વિવેકભાઈ (વિકી) બોડા, ચેતનભાઈ સરવૈયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહી આ પાવન કાર્યમાં સહભાગી થયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:56 PM IST)










