તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
રૈયા રોડ સુભાષનગરમાં સ્પા કર્મચારી યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત
મુળ આસામની વતનીઃ એકલી જ રહેતી હતીઃ કારણ બહાર ન આવતાં પોલીસ તપાસ

રાજકોટ તા. ૨૦: શહેરના રૈયા રોડ પર સુભાષનગર સાઇબાબાના મંદિર પાસે રહેતી અને સ્પામાં કામ કરતી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ સુભાષનગરમાં રહેતી પુર્ણીમા સુરેન્દ્ર મહંતો (ઉ.વ.૨૮) નામની યુવતિએ રાતે ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મયુરસિંહ જાડેજા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પુર્ણિમા મહંતો અહિ એકલી જ રહેતી હતી અને કોઇ સ્પામાં નોકરી કરતી હતી. તેણી મુળ આસામની વતની હોઇ તેના સગા સંબંધીઓને શોધી જાણ કરવા તજવીજ કરવામાં આવી છે. આપઘાતનું હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી, ચિઠ્ઠી પણ મળી નથી. પોલીસે તપાસ યથાવત રાખી છે.
(2:59 PM IST)










